Webdunia - Bharat's app for daily news and videos

Install App

એ.એફ.ડી.બી.ના મુખ્ય પાંચ આધારસ્તંભ અને ભારત સરકારની વેપાર નીતિ વચ્ચે ઘણી સામ્યતા છે : અરુણ જેટલી

Webdunia
સોમવાર, 22 મે 2017 (17:07 IST)
આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સામાન્ય સભા-૨૦૧૭નું આયોજન તા. ૨૨ થી ૨૫મી મે-૨૦૧૭ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. સામાન્ય સભાના પ્રથમ દિવસે આફ્રિકા-ઈન્ડિયા કો-ઓપરેશન-૨૦૧૭ અંતર્ગત ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વિષયક પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદને કેન્દ્ર સરકારના નાણાં મંત્રી    અરુણ જેટલીએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, ઈન્ડિયા અને આફ્રિકા વચ્ચે એકબીજાને ઉપયોગી બનવાની ભાવના છે.

આ કંઈ પહેલો પ્રસંગ નથી કે જેમાં ઈન્ડિયા-આફ્રિકા પાર્ટનર દેશ હોય, આ અગાઉ ઘણા બધા પ્રસંગોમાં બંને દેશ પાર્ટનર રહી ચૂક્યા છે. એ.એફ.ડી.બી.ના મુખ્ય પાંચ આધારસ્તંભ અને ભારત સરકારની વેપાર નીતિ વચ્ચે ઘણી સામ્યતા છે. જેથી ભારત દેશ આફ્રિકામાં સૌથી વધુ મૂડીરોકાણ-વેપાર કરનારા દેશોમાં અગ્રેસર છે.  જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર આફ્રિકા સાથેના સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવવા માંગી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિએ આફ્રિકાની મુલાકાત લીધી હતી. જેની ફલશ્રૃતિરૂપે ભારત-આફ્રિકા વચ્ચેના વ્યાપારી સંબંધો ઝડપથી વધી રહ્યા છે. ભારત એ એશિયાનું સૌથી ઝડપી વિકાસશીલ રાષ્ટ્ર છે. તેમ આફ્રિકા પણ વધુ વિકાસશીલ છે. ભારત અને આફ્રિકા બન્‍નેમાં યુવાનોનું સંખ્‍યા બળ વધુ છે. જેમને યોગ્‍ય દિશામાં લઇ જવા અને રોજગારીની તકો પૂરી પાડવી ખૂબ જ જરૂરી છે. આગામી દિવસોમાં વિવિધ વિષયો પર થનાર ચર્ચા બન્‍ને દેશોને ખૂબ ઉપયોગી બની રહેશે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments