Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના મહામારીનો ઉકેલ આવતા કોમોડિટી અને બુલિયન માર્કેટમાં આવશે તેજી

Webdunia
શનિવાર, 9 મે 2020 (12:06 IST)
કોવિડ-19 મહામારીની ધંધા રોજગાર પર પડેલી વિપરીત અસરથી ઉદ્દભવતા પ્રશ્નો...શું  કરીશ? થી શું  કરી શકાય? તેમજ  મ્યુચ્યલ ફંડમાં રોકાણ અને વીમા અંગેની સમજણ અને માર્ગદર્શન આપતો વેબિનાર યોજાયો હતો. "વેલ્થસ્ટ્રીટ"ના કો-ફાઉન્ડર 'સી.એ રાકેશ લાહોટી', 'અજય સરાઓગી', અને 'કૃણાલ મેહતા' દ્વારા આ કટોકટીના સમયમાં ઉપરોક્ત વિષયો અંગે માર્ગદર્શન અને સમજણ આપવામાં આવી હતી. તેમજ આ કટોકટીના સમયમાં લોકોને મુંજવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.    
 
આર્થિક નીતિના જાણકાર અને વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર સી.એ રાકેશ લાહોટી દ્વારા કોવિડ19 મહામારીથી અસર પામેલા નાના મોટા ધંધા અને વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાપારીઓ અને પ્રોફેશનલ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ માધ્યમો દ્વારા જયારે એવી ચર્ચા ચાલી રહી છે કે કોવિડ-19 મહામારીના કારણે આપણા દેશનું અર્થતંત્ર લગભગ દસ વર્ષ પાછળ જતું રહેશે. 2008માં આવેલી મંદી કરતા પણ ભયાનક મંદી આવશે. 
ત્યારે વેલ્થસ્ટ્રીટ ના કો-ફાઉન્ડર સી.એ રાકેશ લાહોટીએ જણાવ્યું હતું કે મનમાંથી મંદી શબ્દ કાઢી નાખો. આ મંદીને મંદી નહિ પણ અર્થતંત્રમાં એક ટૂંકા ગાળાના અચાનક આવી પડેલા વિક્ષેપ તરીકે જોવો જોઈએ. જે કોવિડ-19 મહામારીની  સમસ્યાનું સમાધાન મળતા ઝડપથી દૂર થઇ શકે છે. હાલમાં 2008ની સરખામણીએ સેન્સેક્સ અને સોનું ઘણી ઊંચાઈએ છે એટલે 2008 જેવી મંદી હાલની પરિસ્થિતિમાં ક્યાંય દેખાતી નથી. મંદી તો આવતી જતી રહેશે પરંતુ બિઝનેસ ચાલતા રહેશે, હિમ્મત અને મહેનતથી ગમેતેવી મંદીનો સામનો કરી શકાય છે. જીવનમાં પોઝેટિવિટી હશે તો બિઝનેસમાં પણ પોઝેટિવિટી આવશે. 
 
કોરોના મહામારીનો ઉકેલ આવતા કોમોડિટી અને બુલિયન માર્કેટમાં તેજી આવી શકે છે. આવા કપરા સમયમાં ઓછી મૂડી અને વધારે વળતર આપતા રિલેશનશિપ બેઝડ એડ્વાઇઝરી બિઝનેસમાં સારી તકો રહેલી છે, ઉપરાંત સોશ્યલ મીડિયા અને ઓનલાઈન માર્કેટિંગના ક્ષેત્રે પણ સારી તકો રહેલી છે. અર્થતંત્રને વેગ આપવા માટે સ્વદેશી વસ્તુ અને સેવાનો જ ઉપયોગ કરવો જોઈએ.    
 
મ્યુચ્યઅલ ફંડના નિષ્ણાંત "વેલ્થસ્ટ્રીટ"ના કો-ફાઉન્ડર 'કૃણાલ મેહતા'એ જણાવ્યું હતું કે ભારતમાં મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ અને સારા વળતરની વિપુલ તકો રહેલી છે, ઓછા પૈસે પણ મ્યુચ્યઅલ ફંડ દ્વારા સારા ક્ષેત્રેના વિવિધ શેરોમાં રોકાણ કરવાની તક મળે છે, ઉપરાંત અનુભવી અને કુશળ ફંડ મેનેજર્સની મદદથી લાંબા સમયે રોકેલા નાણાં ઉપર ઓછા જોખમે ખુબજ સારુ વળતર મળી શકે છે.    
 
કેપિટલ માર્કેટ અને ઇન્સ્યોરન્સના જાણકાર "વેલ્થસ્ટ્રીટ"ના કો-ફાઉન્ડર 'અજય સરાઓગી'એ જણાવ્યું હતું કે હાલમાં ચાલુ મેડિકલેઈમ વીમા પોલિસીમાં કોરોના કવર કરવામાં આવેલ છે જ, જો કોઈની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ ના હોયતો ફક્ત  કોરના માટેના સ્પેશિયલ મેડિકલેઈમ વીમા પોલિસી માર્કેટમાં ઉપલબ્ધ છે. જયારે કોઈપણ વીમો લઈએ. ત્યારે આપણો ગોલ અને રિસ્ક પ્રોફાઈલ ધ્યાનમાં રાખી કઈ વીમા પ્રોડક્ટ અને કેટલું સુરક્ષા કવર લેવું તે નક્કી થાય છે, આ માટે ઇન્સ્યોરન્સ એડ્વાઇઝરની સલાહ-સૂચનો લેવા વધુ યોગ્ય છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments