Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sensex Today - બજારમાં શાનદાર તેજી, સેંસેક્સ પહેલીવાર 39 હજારને પાર

Webdunia
સોમવાર, 1 એપ્રિલ 2019 (14:36 IST)
રિઝર્વ બેંક ઓફ ઈંડિયા (આરબીઆઈ) દ્વારા રેટ કટની આશા અને વિદેશી બજારોમાંથી મળી રહેલ સકારાત્મક સંકેટોથી આજે શેયર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. વેપારી સપ્તાહના પહેલા જ દિવસે શેયર બજારે 39 હજારના રેકોર્ડ સ્તરને પાર કરી લીધો. મુંબઈ સ્ટોક એક્સચેંજના 30 શેયરવાળા સંવેદી સૂચકાંક સેંસેક્સ 185.97 અંકોની તેજી સાથે 38,858.88 પર ખુલ્યો અને શેયરમાં જોરદાર ખરીદીને કારણે બજારે તરત 39 હજારની ઊંચાઈને પાર કરી લીધી. નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટીમાં પણ જોરદાર તેજી આવી. 
 
આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક તરફથી વ્યાજદરમાં કપાત કરવાના અનુમાનથી રોકાણકારો ઉત્સાહિત છે. સકારાત્મક વિદેશી સંકેટો અને ઘરેલુ મુદ્રામાં આવેલ મજબૂતીથી બજારને સપોર્ટ મળ્યો અને જોરદાર લેવાલી જોવા મળી રહી છે. સવારે લગભગ 10.18 વાગ્યે 335 અંકોના ઉછાળા સાથે સેંસેક્સ 39000ના સ્તર પર પહોચ્યો તો નિફ્ટી પણ રેકોર્ડ ઊંચાઈના લગભગ 11700 ના પાર વેપાર કરી રહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે 9 ઓગસ્ટ 2018ના રોજ સેંસેક્સ પહેલીવાર  38,000  ગયો હતો. 
 
તેજી આવવાનુ કારણ ઘાતુ, વાહન અને નાણાકીય કંપનીઓના શેરોમાં ઝડપી અને વૈશ્વિક સંકેતોના સકારાત્મક વલણ છે. બ્રોકરો મુજબ ચીન-અમેરિકાની વચ્ચે વેપાર વાર્તાને કારણે એશિયાઈ બજારોમાં સકારાત્મક વલણ જોવા મળ્યુ. આ ઉપરાંત માર્ચમાં ચીનના વિનિર્માણ ગતિવિધિઓ વધી છે. તેની પણ અસર ઘરેલુ બજાર પર પડી છે. 
 
સેંસેક્સ પર શરૂઆતી વેપારમાં ટાટા મોટર્સ, વેદાંતા લિમિટેડ, ટાટા સ્ટીલ, એલટી, આઈસીઆઈસીઆઈ બેંક, એમએંડએમ, ભારતી એયરટેલ, એચસીએલ ટેક, ઈંફોસિસ,  હીરો મોટો કોર્પ, એસબાઈએન, મારૂતિ ટીસીએસ,  એશિયન પેંટ, હિન્દુસ્તાન યૂનિલીવર,  સન ફાર્મા,  એચડીએફસી બેંક,  એચડીએફસી,  આઈટીસી, બજાજ ઓટો અને રિલાયંસના શેયરમાં તેજી રહી તો એક્સિસ બેંક, પાવર ગ્રિડ,  યસ બેંક,  કોટક બેંક,  ઈડસઈડ બેંક,  એનટીપીસી, કોલઈંડિયા, ઓએનજીસીના શેર લાલ નિશાન પર હતા. 
 
નિફ્ટીની વાત કરીએ તો ટાટા મોટર્સ,  હિંડાલ્કો,  વેદાંતા લિમિટેડ,  ગેલ,  ટાટા સ્ટીલના શેયર ટૉપ ગેનર્સ છે અને આઈઓસી,  ઈંડિયા બુલ્સ હાઉજિંગ ફાઈનેંસ,  ઓએનજીસી,  કોલ ઈંડિયા, જી લિમિટેડના શેયર ટૉપ લૂઝર્સ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Shehnaaz Gill: ‘હુ શુ કરુ મરી જઉ ?' થી લઈને 'મે તેરી હીરોઈન હુ ...' સુધી આ છે શહેનાઝ ગિલના 7 ફેમસ ડાયલોગ

ગુજરાતી જોક્સ - રાજકારણ શું છે

ગુજરાતી જોક્સ -બાળપણ

ગુજરાતી જોક્સ - ગામમાં રિવાજ

માત્ર એક રૂપિયામાં અહી મળે છે VIP રૂમ, સુવિદ્યા એવી કે ફેલ થઈ જશે મોટા-મોટા હોટલ

વધુ જુઓ..

નવીનતમ

Vasant Panchmi Recipe- બંગાળી ખીર bengali kheer recipe

Guillain-Barre syndrome : પુનામાં ફેલાય રહેલી ભયાનક બીમારી ગુઈલેન-બૈરે સિંડ્રોમ શુ છે ? જાણો તેના લક્ષણ અને બચાવના ઉપાયો

શાકભાજીની તીખાશ આ 5 વસ્તુઓથી ઘટાડી શકાય છે, અજમાવી જુઓ.

જો તમને પીઠનો દુખાવો હોય તો તમારે આ કસરત ન કરવી જોઈએ.

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

આગળનો લેખ
Show comments