Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીમાં મીઠાઈ બનાવવી પડશે મોંઘી ? LPG સિલેંડરના ભાવ વધવાની આશંકા

Webdunia
બુધવાર, 27 ઑક્ટોબર 2021 (20:21 IST)
દિવાળી પહેલા LPG સિલિન્ડર (LPG)ના ભાવ વધી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે એલપીજીના કિસ્સામાં, ઓછી કિંમત (અંડર રિકવરી) વેચવાથી નુકસાન પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ કારણે તેની કિંમત વધી શકે છે.
 
કેટલો વધશે કિમંત -  સૂત્રોએ જણાવ્યું કે એલપીજી સિલિન્ડરની કિંમત કેટલી વધશે, તે સરકારની પરવાનગી પર નિર્ભર રહેશે. આ પહેલા 6 ઓક્ટોબરે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જુલાઈથી 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 90 રૂપિયાનો વધારો થયો છે.
 
આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને છૂટક ભાવની કિંમત સાથે મેચ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત, આ અંતરને ભરવા માટે સરકાર દ્વારા આજ સુધી કોઈ સબસિડી આપવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારા વચ્ચે એલપીજીના વેચાણ પરનું નુકસાન પ્રતિ સિલિન્ડર 100 રૂપિયા સુધી પહોંચી ગયું છે.
 
LPGની કિંમત કેટલી છેઃ અત્યારે દિલ્હી અને મુંબઈમાં LPG સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં તે રૂ.926 છે. દેશના પાત્ર પરિવારોને સમાન દરે સબસિડીવાળા એલપીજી સિલિન્ડર મળે છે. એક વર્ષમાં, તેમને સબસિડીવાળા દરે 14.2 કિલોના 12 સિલિન્ડર મળે છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments