Webdunia - Bharat's app for daily news and videos

Install App

150 રૂપિયા સુધી પહોચી જશે પેટ્રોલનો ભાવ ! ડીઝલમાં પણ ઉછાળાની આશંકા

Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (22:02 IST)
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કર્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની સપાટીને પાર કરી ગયું છે. સાથે જ ડીઝલની કિંમત પણ ઘણા શહેરોમાં 100 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો આ ટ્રેન્ડ ચાલુ રહેવાની આશા છે.
 
કેમ છે ભાવ વધવાની શંકા : ઉલ્લેખનીય છે કે માર્કેટ સ્ટડી અને ક્રેડિટ રેટિંગ કંપની ગોલ્ડમૅન સૈક્સનો અંદાજ છે કે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ આવતા વર્ષ સુધીમાં પ્રતિ બેરલ 110 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે. જે હાલના 85 ડોલર પ્રતિ બેરલના સ્તર કરતાં 30 ટકા વધુ છે. અનુમાન મુજબ, ક્રૂડ ઓઈલની કિંમત પણ બેરલ દીઠ 147 ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શી શકે છે.
 
કાચા તેલના ભાવનું આ સ્તર વર્ષ 2008માં હતું. આ એ સમય હતો જ્યારે વિશ્વ આર્થિક મંદીની ઝપેટમાં હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આવું થાય તો પેટ્રોલની કિંમત 150 રૂપિયા સુધી પહોંચી શકે છે. સાથે જ ડીઝલની વાત કરીએ તો તેની કિંમત 140 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે. જોકે, ગોલ્ડમેન સૈક્સનો આ અંદાજ આવતા વર્ષ માટે છે.
 
રાહતની આશા નથી : પેટ્રોલ અને ડીઝલ પર સરકાર તરફથી રાહતની આશા ઓછી છે. તેને GSTના દાયરામાં લાવવાના વિચારનો પહેલાથી જ વિરોધ થઈ રહ્યો છે. સાથે જ કેન્દ્ર સરકાર ટેક્સમાં ઘટાડો કરીને પોતાની આવક ઘટાડવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં તેનો બોજ સામાન્ય જનતા પર પડી શકે છે.
 
સતત વધી રહી છે કિમંતો : ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 108.29 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.02 રૂપિયા પ્રતિ લીટરના ઓલ ટાઈમ રેકોર્ડ સ્તરે વેચાઈ રહ્યું છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 28માંથી 21 દિવસમાં તેલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ 6.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 7.25 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. તમને જણાવી દઈએ કે જુલાઈમાં પહેલીવાર પેટ્રોલની કિંમત 100 રૂપિયાના સ્તરને પાર કરી ગઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Adani Bribery case - કોણ છે સાગર અદાણી ? જાણો ગૌતમ અદાણીના ભત્રીજા અને તેમના એનર્જી બિઝનેસ મેનેજમેંટની સંપૂર્ણ સ્ટોરી

નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીને બચાવી રહ્યા છે રાહુલ ગાંધીની પ્રેસ કાંફરેંસની 5 મોટી વાત

Gautam Adani - રસપ્રદ તથ્ય અને વિવાદ જે કદાચ તમે નથી જાણતા

Phalodi Satta Bazar Prediction: મહારાષ્ટ્રમાં કોણ જીતશે, ફલૌદી સટ્ટા બજારના અનુમાને સૌને ચોકાવ્યા

Adani Group Stocks: અડાની સમૂહના શેરમાં મચ્યો હાહાકાર, 20 ટકા સુધી ગબડ્યો સ્ટોક્સ

આગળનો લેખ
Show comments