Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમગ્ર દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવો ગુજરાતમાં સૌથી ઓછાઃપેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો

Webdunia
મંગળવાર, 16 જૂન 2020 (11:24 IST)
કોરોનાની વૈશ્વિક મહામારી સામે આજે સમગ્ર વિશ્વ લડી રહયું છે તેમાં આપણો ભારત દેશ અને ગુજરાત પણ બાકાત રહ્યું નથી. બે મહિના જેટલા લોકડાઉનના પરિણામે દેશ અને રાજ્યોની આવકમાં પણ ધરખમ ઘટાડો થયો છે ત્યારે રાજ્ય સરકાર કરકસર દ્વારા પણ નાગરિકોને જરૂરિયાત મુજબના લાભો અને સવલતો પૂરી પાડવા કટીબદ્ધ એમ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું.  
 
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે  ઉમેર્યું હતું કે લોકડાઉનના પરિણામે રાજ્યમાં ધંધા, રોજગાર, વેપાર, પ્રવાસન અને હોટલો સહિતના ઉદ્યોગો બંધ હતા જેના પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. તમામ રાજ્ય સરકારને વેટની જે આવક થતી હોય છે તે પણ ઘટી છે જેના ભાગરૂપે ગુજરાતમાં પણ જે અંદાજ હતો તેની સામે આ વર્ષે અંદાજે રૂા. ર૪,પ૦૦ થી ર૬૦૦૦ કરોડની આવક ઘટવાનો અંદાજ છે. જેમાં મુખ્યત્વે G.S.T.ની આવકમાં રૂા. ૧૦ હજાર કરોડ, પેટ્રોલ, ડીઝલના વેટમાં થતી આવકમાં અંદાજે ૮૦૦૦ થી ૮પ૦૦ કરોડ, મોટર વાહન વેચાણ પર થતી આવકમાં રૂા.ર૦૦૦ કરોડ અને ઇલેકટ્રીસીટી ડ્યુટીમાં અંદાજે રૂા.૧૩૦૦ કરોડની આવક ઘટવાની સંભાવના છે.
 
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે નાગરિકોને લાભ આપવા તથા સવલતો પૂરી પાડવા માટે અને જનજીવન  પૂર્વવત થાય અને ઉદ્યોગો ધમધમતા થાય એ માટે કેન્દ્બીય પૂર્વ સચિવ શ્રી હસમુખ અઢિયાના અધ્યક્ષ સ્થાને કમીટીની રચવામાં આવી હતી. આ કમીટીએ મુખ્યમંત્રીને પોતાનો અહેવાલ રજૂ કરેલ છે તેના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષે મળેલી બેઠકમાં આ મહત્વના નિર્ણય કરાયેલા છે. 
 
 સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવો અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સૌથી ઓછા છે. કોરોનાની મહામારી સામે અનેક રાજ્યોએ પોતાની આવક વધારવા માટે ભાવો વધાર્યા છે. તે અંગે ગુજરાત સરકારે પણ આજે મધ્યરાત્રીથી પેટ્રોલ, ડીઝલના ભાવમાં રૂા.ર/-નો  વધરો કરવાનો નિર્ણય કર્યો છે જેના પરિણામે અંદાજે રૂા.૧પ૦૦ થી ૧૮૦૦ કરોડની આવક વધે તેવી શક્યતા છે. તેમણે ઉમેર્યુ કે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ રૂા. ૭૧.૮૮ છે. જેમાં રૂા.ર/-નો વધારો થતા તે રૂા.૭૩.૩૭ થશે. એમ છતાં અન્ય રાજ્યોના ભાવો જોઇએ તો મધ્યપ્રદેશમાં રૂા.૮૩.૮૩, મહારાષ્ટ્રમાં રૂા. ૮૩.૮૬ અને રાજસ્થાનમાં રૂા.૮૩.૧૪ છે. આપણા કરતાં અન્ય રાજ્યોના ભાવો ૧૦ થી ૧ર રૂપિયા જેટલા વધુ છે એટલે આ નિર્ણય કરાયો છે. 
એજ રીતે ડીઝલના ભાવ પણ રાજ્યમાં હાલ રૂા.૭૦.૧ર જેમાં પણ રૂા. ર/-નો વધારો થતાં રૂા. ૭ર.૧ર થશે. જો વેચાણ રાબેતા મુજબ જળવાય રહે તો પેટ્રોલ ડીઝલની આવકમાંથી અંદાજે રૂા.૧પ૦૦ થી ૧૮૦૦ કરોડની આવક વધવાનો અંદાજ છે. ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને વેટથી વાર્ષિક રૂ. ૨૩,૨૩૦ કરોડની આવકનો અંદાજ કરવામાં આવેલ હતો. કોરોના મહામારીની પરિસ્થિતિમાં વેટની આવક આશરે ૩૦% થી ૩૫% (રૂ. ૭,૦૦૦ થી ૮,૫૦૦ કરોડ) ઘટશે તે અનુમાન છે.  
 
રાજ્ય સરકારે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખર્ચ ઘટે તે માટે  કેટલાક કરકસરના પગલાઓ લીધા છે તે અંતર્ગત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યઓના માસિક વેતનમાં માર્ચ ૨૦૨૧ સુધી ૩૦% નો કાપ મુકવામાં આવે છે. એજ રીતે ધારાસભ્ય વિસ્તાર વિકાસના કામો મુલતવી રાખી તે ગ્રાન્ટની બચત કરવામાં આવેલ છે. એજરીતે રાજ્યના કર્મચારીઓને દર છ મહિને જે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તે ૧લી જાન્યુઆરી, ર૦ર૦થી ૧લી જુલાઈ, રં૦ર૧ સુધી ફ્રીઝ કરવાનો પણ નિર્ણય રાજ્ય સરકારે કરેલ છે જેના પરિણામે રૂા. ૩૪૦૦ કરોડની બચત થશે. નવા વાહનો, નવું ફર્નીચર, કોમ્પ્યુટર વગરે સાધનોની ખરીદી ઉપર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. 
 
કોરોના મહામારીના વિકટ પરિસ્થિતિમાં જાહેર જનતાને મદદરૂપ થવા રાજ્ય સરકારે રૂ. ૧૪,૦૨૨ કરોડનું આત્મ-નિર્ભર ગુજરાત પેકેજ જાહેર કરેલ છે. જેમાં, સ્વરોજગારદારો, નાના વેપારીઓ, વ્યવસાયકારો, ખેડૂતો, મત્સ્ય પાલકો, શ્રમિકો, સૂક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગકારો, ટ્રાન્સપોર્ટ વ્યવસાયિકો એવા રાજ્યના અર્થતંત્રના દરેક ઘટકને વેરામાફી, રાહતો અને પ્રોત્સાહક યોજનાઓ આપી ચેતનવંતુ બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. કોરોના મહામારીની પરિસ્થિતિમાં તાકિદે ઉભી કરવામાં આરોગ્ય સુવિધાઓ અને અન્ય અનુષાંગિક વ્યવસ્થાઓ માટે રૂ. ૪૩૦ કરોડનો વધારાનો ખર્ચ થશે તે અનુમાન છે. 
 
સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી – ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને સ્ટેમ્પ ડ્યુટીથી વાર્ષિક રૂ. ૮૭૦૦ કરોડની આવકનો અંદાજ કરવામાં આવેલ હતો. દર મહિને સરેરાશ રૂ. ૭૦૦ કરોડની આવક સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી થી થાય છે. પરંતુ એપ્રિલ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીની આવક ફક્ત રૂ. ૫ કરોડ જ્યારે મે મહિનામાં આ આવક ફક્ત રૂ. ૨૫ કરોડની થયેલ છે. લોકડાઉન પછીના સમયમાં તબક્કાવાર સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ થયેલ છે, પરંતુ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ની આવકમાં આશરે ૪૫% થી ૫૦% નો (રૂ. ૩૯૦૦ થી ૪૩૦૦ કરોડ) ઘટાડો થશે તે અંદાજ છે.   
  
મોટાર વાહન કર - ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને મોટાર વાહન કરથી વાર્ષિક રૂ. ૪૫૫૮ કરોડની આવકનો અંદાજ કરવામાં આવેલ હતો. પરંતુ એપ્રિલ અને મે મહિનામાં મોટાર વાહન કરની આવક ફક્ત રૂ. ૬૦ કરોડની થયેલ છે. લોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન માટે નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો (કોન્ટ્રાકટ કેરેજ બસો) તથા જીપ, ટેક્ષી (મેક્સી કેબ) વગેરેને ૬ મહિનાના  મોટર વ્હીકલ ટેક્ષ (રોડ ટેક્ષ) ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવેલ છે. જે રકમ રૂ. ૨૨૧ કરોડ થાય છે. માલવાહક ટ્રકો અને ટેમ્પો (ગુડ્સ વ્હિકલ) માલિકોને  કોરોના પરિસ્થિતિમાં થયેલ આર્થિક નુકસાનને ધ્યાને લેતાં ૧ એપ્રિલ-૨૦૨૦થી ૩૧ મે-૨૦૨૦ સુધીના બે મહિનાના સમયગાળા માટે ગુડ્સ મોટર વ્હીકલ ટેક્ષ (રોડ ટેક્ષ)  ભરવામાં માફી આપવામાં આવેલ છે.  જે રકમ રૂ.૧૦૦ કરોડ થાય છે. એકંદરે, મોટાર વાહન કરની આવકમાં આશરે ૪૦% થી ૪૫% નો (રૂ. ૧૮૦૦ થી ૨૦૦૦ કરોડ) ઘટાડો થશે તે અંદાજ છે.     
   
ઈલેક્ટ્રીસીટી ડ્યુટી - ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને ઈલેક્ટ્રીસીટી ડ્યુટીથી વાર્ષિક રૂ. ૮૭૦૦ કરોડની આવકનો અંદાજ કરવામાં આવેલ હતો. વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં એપ્રિલ અને મે-૨૦૨૦નો ફિક્સ્‍ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે રકમ રૂ. ૬૫૦ કરોડ થાય છે. એપ્રિલ અને મે મહિનામાં આર્થિક પ્રવૃત્તિઓ મર્યાદિત હોવાથી ઈલેક્ટ્રીસીટી ડ્યુટીની આવકમાં આશરે ૧૦ થી ૧૫% નો (રૂ. ૮૦૦ થી ૧૩૦૦ કરોડ) ઘટાડો થશે તે અંદાજ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરનાર વિષ્ણુ ગુપ્તાને મળી હતી સર કલામ કરવાની ધમકી, ઓડિયો જાહેર

Bank Holidays December 2024: ડિસેમ્બરમાં 17 દિવસ બેંકો રહેશે બંધ, ક્યારે મળશે રજાઓ, જુઓ લિસ્ટ

Viral Video - 24 વર્ષની દીકરીએ તેના 50 વર્ષના પિતા સાથે લગ્ન કર્યા, લોકો ચોંકી ગયા, પરંતુ તે બેશરમ જવાબ આપતી રહી!

Shahzaib Khan: કોણ છે શાહઝેબ ખાન? જેણે એશિયા કપમાં ભારતીય બોલરોને હંફાવીને સદી ફટકારી

Maharashtra CM - મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને ચાલી રહેલા મંથન વચ્ચે એકનાથ શિંદે જતા રહ્યા તેમનાં ગામ, બીજેપી બેચેન

આગળનો લેખ
Show comments