Webdunia - Bharat's app for daily news and videos

Install App

“પાસવર્ડ શોધવા પ્રયાસ કરવો તે પણ સાયબર ક્રાઈમ ગણાય”

Webdunia
શુક્રવાર, 6 માર્ચ 2020 (14:34 IST)
ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) ના ગુજરાત ચેપ્ટરના ઉપક્રમે એન્ટરપ્રાઈઝ ડેટા અને પર્સનલ પ્રાઈવસી સિક્યોરિટી અંગે સેમીનાર યોજોયો હતો. આ સેમીનારમાં કાનૂની અને ટેકનોલજી ક્ષેત્રના નિષ્ણાતોએ વિવિધ પ્રકારના સાયબર કેસ તેના કાનૂની ઉપાયો અને આવા ગુનાઓ રોકવાના ઉપાયો અંગે મૂલ્યવાન જાણકારી અને રસપ્રદ માર્ગદર્શન આપ્યું હતું.
 
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે “Securing your Enterprise data & Personal Privacy – Ways, Impact, and Legal Perspective” (“તમારા એન્ટરપ્રાઈઝ ડેટા અને પર્સનલ પ્રાઈવસીની સલામતી માટેના ઉપાયો, તેની અસર અને કાનૂની દ્રષ્ટિકોણ”) વિષયે યોજાયેલા આ સેમીનારમાં આઈએસીસીના ગુજરાત ચેપ્ટરના સભ્યો, ઉદ્યોગસાહસિકો, વકીલો અને વિવિધ પ્રોફેશનલ્સે હાજરી આપી હતી.
 
સેમીનારમાં હાજર રહેલા સમુદાયને સંબોધન કરતાં સાયબર લૉ અને સાયબર સિક્યોરિટી એડવાઈઝર કંપનીના સ્થાપક પાર્ટનર એડવોકેટ મનન ઠક્કરે જોબ ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન ફ્રોડ, નેટ બેંકીંગ ફ્રોડ, સોશિયલ મિડીયા ઉપર તસવીરોનો દૂરૂપયોગ, સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઉપર એડલ્ટ કન્ટેન્ટનુ ટ્રાન્સમિશન, પોતાના પર્સનલ ઈમેઈલ આઈડીમાં ગેરકાયદે અધિકૃત દસ્તાવેજો તબદિલ કરવા જેવા વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ અંગે વાત કરી હતી.
 
સાયબર ક્રાઈમ રોકવા માટે ટેકનો-લીગલ સોલ્યુશન્સની વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે  “કોઈનો પાસવર્ડ શોધવા પ્રયાસ કરવો તે બાબતને પણ સાયબર ક્રાઈમ ગણી શકાય. ” મનન ઠક્કરે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ, 2000નાં વિવિધ ક્રિમિનલ પ્રોવિઝન અંગે તથા સાયબર ફ્રોડમાં વળતર મેળવવાના ઉપાયો અંગે વાત કરી હતી. આ સેમીનારને બીજા એક નિષ્ણાતે પણ સંબોધન કર્યું હતું.  
 
એસએમઈ ક્ષેત્રને  કંપની ડેટા લોસ અને  થેફ્ટ પ્રિવેન્શન,  સોલ્યુશન્સ  પૂરાં પાડતી  સિનરસોફટ ટેકનોલોજીસ પ્રા. લિમિટેડના સહ-સ્થાપક અને સીઈઓ વિશાલ શાહે જણાવ્યું હતું કે મોટી કંપનીઓએ જે સાયબર ક્રાઈમનો સામનો કરવો પડે છે તે જાણિતી બાબત છે. નાના અને મધ્યમ કદના એકમો (એસએમઈ) પણ ફીશીંગ, રેન્સમવેર, આઈડેન્ટીટી થેફટ, કોમ્પીટીટીવ એસ્પીયોનેજ અને ઈન્ટરનલ રિસોર્સિસનો ભોગ બને છે. નાનાં અને મધ્યમ કદનાં એકમો (એસએમઈ)ને બહારનાં જોખમો ઓછાં રહે છે, પરંતુ તેમણે આંતરિક જોખમોની ચિંતા રપવની જરૂર છે. તેમણે ડેટાના લિકેજ જેવી બાબતો રોકવા માટે સલામતીનાં પૂરતાં પગલાં લેવાની જરૂર છે.
 
મનન શાહે સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકવા માટે કેટલીક ટીપ્સ આપી હતી. તેમણે VRSAFE એટલે કે વીપીએન, રાઉટર, અને રૂલ ટેબલ, સ્ટાન્ડર્ડ ઈમેઈલ સિસ્ટમ, એન્ટીવાયરસ, ફોરગો પાયરસી અને એમ્પલોઈઝ પોલિસીની ફોરમ્યુલા  અંગેની વાત કરી હતી. તેમણે માહિતી ટેકનોલોજી (IT) માં વધુ પડતા કે ઓછા મૂડીરોકાણ અંગેના નિયમ 23 અંગે પણ વાત કરી હતી.
 
આ અગાઉ આઈએસીસી વેસ્ટર્ન ઈન્ડીયા કાઉન્સિલના ફર્સ્ટ વાઈસ પ્રેસીડેન્ટ પંકજ બોહરાએ નિષ્ણાત વકતાઓ અને સેમીનારમાં સામેલ થયેલા સમુદાયનુ સ્વાગત કર્યું હતું. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા વ્યાપારી સંબંધો અંગે તથા તેને વધુ સુદ્રઢ બનાવવાની આઈએસીસીની કટિબધ્ધતા અંગે પણ વાત કરી હતી.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments