Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડુંગળીના ભાવ 70 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા ! હજુ વધુ રડાવશે ડુંગળી ?

Webdunia
શુક્રવાર, 21 ઑગસ્ટ 2015 (12:29 IST)
દેશભરમાં મોંઘી ડુંગળીએ લોકોની આંખોમાં આંસુ કાઢવા શરૂ કરી દીધા છે. દેશના અનેક ભાગમાં ડુંગળીની કિમંત 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ. જેને લઈને મોટાભાગના લોકો સરકારને દોષ આપતા જોવા મળી રહ્યા છે. નાસિકના નેશનલ હૉર્ટિકલ્ચર રિસર્ચ એંડ ડેવલોપમેંટ ફાઉંડેશન (એનએચઆરડીએફ)એ પોતાની તાજી રિપોર્ટમાં કહ્યુ છે કે ડુંગળીની કિમંતમાં સપ્ટેમ્બરના અંત સુધી ભાવ ઓછા થવાની શક્યતા નથી. ફાઉંડેશને એ પણ કહ્યુ છેકે આ વર્ષે જુલાઈમાં 40 લાખ ટન ડુંગળીનો ભંડાર થયો હતો. જેમાથી 50 ટકા નાશ પામ્યો છે અને લગભગ 16-18 લાખ ટન ડુંગળી બચી છે. 
 
રાષ્ટ્રીય રાજધાનીમાં ડુંગળી 65 રૂપિયા કિલોગ્રામ વેચાઈ રહી છે.  જ્યારે કે એક મહિના પહેલા જ તેની કિમંત 25 રૂપિયા પ્રતિ કિલો હતી. ચંડીગઢ શિમલા અને તેની સાથે જોડાયેલ વિસ્તારોમાં ડુંગળી 70 રૂપિયા પ્રતિ કિલો અને તેનાથી પણ વધુ કિમંત પર વેચાય રહી છે. એક ઢાબાના માલિકે કહ્યુ કે અમે અમારા ગ્રાહકોને કહી દીધુ છે કે મફત મળતા સલાદમાં હવે ડુંગળી નહી મળે. એક પ્લેટ ડુંગળીના સલાદ માટે 30 રૂપિયા વધુ ચુકવવા પડશે. મુંબઈમાં એક ટોચના અધિકારીનુ કહેવુ છે કે તહેવારનો મહિનો શરૂ થતા જ મુંબઈમાં ડુંગળીની કિમંત જલ્દી 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. 
 
ડુંગળીએ દેશભરમાં ભાવ વધવાને કારણે લોકોના આંસૂ કાઢવા શરૂ કરી દીધા છે.  દેશના અનેક ભાગમાં ડુંગળીની કિમંત 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.  જેને લઈને મોટાભાગના લોકો સરકારને દોષ આપે છે.  કૃષિ ઉપજ મંડી સમિતિ (ડુંગળી અને બટાકા)ના પ્રમુખ અશોક વાલુંજે કહ્યુ કે વર્તમાનમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ 55 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. જેમા આગામી થોડાક દિવસો દરમિયાન 15 ટકાની સરેરાશ વૃદ્ધિ થવાની શક્યતા છે. સ્વભાવિક રીતે તેનો છુટક બજાર પર પ્રભાવ પડશે.  મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના લાસાલગામ બજારમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ ગયા મહિનાની તુલનામાં આ મહિને 65 ટકાનો વધારો થયો છે.  જ્યરે કે ગયા વર્ષે ઓગસ્ટની તુલનામાં 117 ટકા. 
 
ફાઉંડેશને કહ્યુ કે દિલ્હીના બજારમાં ડુંગળીની જથ્થાબંધ કિમંત ગયા મહિનાની તુલનામાં લગભગ 52 ટકાનો વધારો થયો છે. જ્યારે કે ગયા વર્ષે ઓગસ્ટની તુલનામાં 63 ટકા. કેન્દ્રીય કૃષિ મંત્રાલયની પહેલ એજીમાર્કનેટ પર મળતા આંકડા મુજબ સામાન્ય સાઈઝની ડુંગળીની આખા ભારતમાં સરેરાશ કિમંત પાંચ હજાર પ્રતિ ક્વિંટલ  જ્યારે કે મોટા આકારની ડુંગળીની કિમંત 6800 રૂપિયા પ્રતિ ક્વિંટલ છે. 
 
મહારાષ્ટ્રના સ્થાનીક વિક્રેતાઓ મુજબ અનિયમિત વરસાદ અને વાહનવ્યવ્હાર સંબંધી કારણોને લીધે ડુંગળીની કિમંતોમાં ઉછાળ આવ્યો ક હ્હે.  કિમંતો હજુ વધવાની શક્યતા છે. નવી દિલ્હીના આઝાદપુર બજારમાં ડુંગળીના એક વિક્રેતાએ કહ્યુ કે ગયા અઠવાડિયે વરસાદને કારણે મારી મોટા ભાગની ડુંગળી ખરાબ થઈ ગઈ. અમે રોજ ડુંગળીને બજારમાં ઉઠાવીને નથી લાવી શકતા.  તેથી અમે ડુંગળીનો સંગ્રહ અહી જ કરીએ છીએ. 
 
ગૃહિણીઓનો આરોપ છે કે જમાખોરી અને કાલાબજારીને કારણે ડુંગળીની કિમંતોમા વધારો થઈ રહ્યો છે. લખનૌની એક ગૃહિણી મુજબ મોદી સરકારના સત્તામાં આવ્યા પછી અમે ખૂબ આશાવાદી હતા પણ કિમંતો વધી છે જેનાથી અમે નિરાશ છીએ.  

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments