rashifal-2026

હાઈવે પર એટલો જ ટોલ આપવો પડશે જેટલી ગાડી ચાલશે

Webdunia
શનિવાર, 27 જાન્યુઆરી 2024 (13:02 IST)
કેન્દ્ર સરકાર સેટેલાઇટ આધારિત ઇ-ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે, એટલે કે સેટેલાઇટથી વાહનોને ટ્રેક કરવામાં આવશે. હાઇવે પર જેટલા કિલોમીટર વાહન ચલાવશો એટલો ટોલટેક્સ ચૂકવવો પડશે. આ વાતો આમ તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી ચર્ચાઈ રહી છે, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આ નવી ટોલ પદ્ધતિ માટે થોડા દિવસ પૂર્વે જ ગુજરાતમાં પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. .
 
 
આ પ્રયોગ હેઠળ હવે દરેક 10 કિમીના અંતરે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નેશન કેમરા (એએનપીઆર) લગાવવામાં આવશે. આ કેમરા હાઈવે સાથે  જોડનારા રસ્તા પર પણ લાગશે. એએનપીઆર એ નજર રાખશે કે વાહન કંઈ લોકેશન સાથે એનએચ પર આવ્યુ. મતલબ જો કોઈ વ્વાહન નાના માર્ગ પરથી હાઈવે પર આવ્યુ અને બે કિમી બાદ જ ટોલ પ્લાઝા આવી ગયુ તો પ્લાઝા પર રહેલી ગાડીના ડેટા મુજબ ફક્ત બે કિમીનો જ ટોલ લાગશે. અત્યાર સુધી એક ટોલ પરથી બીજા ટોલના અંતરે પુરેપુરી રકમ વસૂલવામાં આવતી હતી. ભલે તમે ત્યા ન જઈ રહ્યા હોય.   
 
હવે આ નવતર પ્રયોગ માટે નવી કારમાં GPS ફરજિયાત છે. એટલે GPSથી રેકોર્ડ થશે કે કોઈ વાહનચાલકે હાઇવે પર ક્યાંથી પ્રવેશ કર્યો અને ક્યાંથી હાઇવે છોડીને અન્ય રસ્તા પર જાય છે. આ અંતરનો હિસાબ કરીને વાહનમાલિકના બેંક એકાઉન્ટમાંથી ટોલટેક્સની રકમ કપાઈ જશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોજી ચિલ્લા બનાવવાની એક સરળ રેસીપી, જેમાં દહીં ઉમેરવાથી તમને એક સ્વાદિષ્ટ સ્વાદ મળશે જે તમને આંગળીઓ ચાટવા માટે મજબુર કરી દેશે.

ડાયાબીટીસનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન લગાડશો હાથ, નહી તો જઈ શકે છે જીવ

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

શિયાળાની મજા બમણી થઈ જશે, બસ ઘરે બજારની જેમ રામ લાડુ બનાવો અને ખાઓ, રેસીપી નોંધી લો

આયુર્વેદમાં કેન્સર સામે લડનારી વસ્તુઓ કઈ છે? Cancer નાં સંકટને કેવી રીતે દૂર કરી શકાય?

વધુ જુઓ..

નવીનતમ

Dharmendra Death: - ધર્મેન્દ્રનુ 89 વર્ષે નિધન, મુંબઈ વિલે પાર્લે સ્મશાન ઘાટ પર પહોચ્યો પરિવાર

સ્મૃતિ મંધાના સાથે લગ્ન કરવાના હતા, પલાશ મુછલ હવે હોસ્પિટલમાં દાખલ કેમ

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

Smriti-Palash Love Story: છ વર્ષનો પ્રેમ લગ્નના બંધન સુધી પહોચ્યો, કેવી રીતે શરૂ થઈ સ્મૃતિ-પલાશની લવ સ્ટોરી ?

જાણીતા પંજાબી સિંગરનુ દર્દનાક મોત, કાર અકસ્માતમાં ગયો જીવ, રાજવીર જવંદાનુ પણ આ જ રીતે થયુ હતુ મોત

આગળનો લેખ
Show comments