Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત IEM ક્ષેત્રે દેશભરમાં પ૧ ટકા સાથે અગ્રેસર, થયું અધધધ...કરોડનું રોકાણ

Webdunia
શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (11:49 IST)
ગુજરાતે ઔદ્યોગિક રોકાણો માટેના ઇરાદા પત્રો ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEM અન્વયે સમગ્ર દેશમાં સૌથી વધુ ૫૧.૨૩ ટકા IEM મેળવીને ઔદ્યોગિક ક્ષેત્રે નવી ગૌરવસિદ્ધિ હાંસલ કરી છે. 
ભારતમાં આ વર્ષે ર૦૧૯માં ઓકટોબર માસ સુધીમાં ફાઇલ થયેલા IEM દ્વારા રૂ. ૪ લાખ ર૭ હજાર ૪૯૪ કરોડના મૂડીરોકાણોમાંથી એકલા ગુજરાતમાં જ રૂ. ર લાખ ૧૮ હજાર ૬૧૧ કરોડના મૂડીરોકાણો ઊદ્યોગો સ્થાપવા માટે થયા છે. એટલે કે દેશના કુલ IEMના અડધા ઉપરાંત ગુજરાતમાં થયા છે. રાજ્યમાં ઊદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે તેની ફલસ્વરૂપે આ રોકાણોમાં વધારો થયો છે. 
 
ગુજરાતમાં ઊદ્યોગ સ્થાપવા ઇચ્છુક ઊદ્યોગકારોને સરળતાએ જમીન તેમજ જરૂરી પરવાનગીઓ વિના વિલંબે મળી રહે તે માટે ઓનલાઇન વિકસાવવામાં આવી છે. એટલું જ નહિ, ઊદ્યોગકારો અને સર્વિસ સેકટરમાં ઇઝ ઓફ ડૂઇંગ વધારવાના હેતુસર નિયત ધોરણો કરતાં પણ વધુ ઉદારત્તમ ધોરણો અપનાવી ઊદ્યોગકારોને વ્યાપક સુવિધા આપવામાં આવે છે. આ IEM તહેત જે રોકાણ થવાનું છે તે બહુધા કેમીકલ્સ, ટેક્ષટાઇલ, સિરામીક, પ્લાસ્ટિક અને મેટલ ઊદ્યોગ ક્ષેત્રમાં થવાનું છે. ગુજરાતે મેન્યૂફેકચરીંગ હબ, ઓટોમોબાઇલ હબની જે ખ્યાતિ મેળવેલી છે તેમાં આ IEMને પરિણામે હવે નવાં સેકટર્સનો પણ ઉમેરો થતાં ગુજરાત મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં દેશનું અગ્રીમ રાજ્ય બનશે.
 
રાજ્ય સરકારે ગુડ ગર્નનન્સ અને નો પેન્ડન્સીની જે પીપલ ફ્રેન્ડલી-ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પારદર્શી નીતિઓ અમલી બનાવી છે તેના પરિણામે મોટા ઊદ્યોગો પણ રાજ્યમાં ઊદ્યોગ સ્થાપના માટે પ્રેરિત થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સ્થપાયેલા રપ૭૪ મોટા ઊદ્યોગોમાંથી ૭૩પ મોટા એકમો એકલા ગુજરાતમાં સ્થપાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘મેઇક ઇન ઇન્ડીયા’ની સંકલ્પના તથા રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. 
 
આ સંદર્ભમાં વર્ષ ર૦૧૯ના પ્રથમ કવાર્ટર એટલે કે એપ્રિલ થી જૂન-૨૦૧૯ના ત્રણ માસ દરમિયાન જ FDI ઇન્વેસ્ટમેન્ટ રૂ. ૧૮૩૨૫ કરોડનું થયું છે. આ FDI ઇન્વેસ્ટમેન્ટ ર૦૧૮-૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન થયેલા રૂ. ૧ર૬૧૮ કરોડના રોકાણો કરતાં ૧પ૦ ટકા જેટલું વધારે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મહત્તમ રોજગાર સર્જન કરતા MSME એકમોને પણ પૂરતું પ્રોત્સાહન આપવા ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. 
 
તદ્દઅનુસાર, આવા MSME એકમોએ સ્થાપના-સંચાલન માટેની જરૂરી વિવિધ એપ્રુવલ લેવામાંથી ત્રણ વર્ષ સુધી મુકિત આપવામાં આવી છે. MSME ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ કાર્યરત કરીને ડેકલેરેશન ઓફ ઇન્ટેટ માત્ર પાંચ જ મિનીટમાં મળી જાય તેવી સુદ્રઢ પારદર્શી વ્યવસ્થા ઊભી કરી છે. MSME એકમોને મળતા આવા ઉદારત્તમ પ્રોત્સાહનને કારણે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં સ્થપાયેલા MSME કરતાં બમણા એટલે કે ૪ લાખ ૪૧ હજાર પ૮પ MSMEની સ્થાપના થઇ છે. 
 
ગુજરાતમાં ૩૪ લાખથી વધુ MSME કાર્યરત છે તેના દ્વારા મોટા પાયે રોજગાર સર્જન થાય છે હવે આ નવાં પ્રોત્સાહનો મળતાં તેમજ MSME એકમોને સૌરઊર્જાના ઉપયોગ માટે પણ પ્રેરિત કરતાં ગુજરાત MSMEમાં ઔદ્યોગિક રોકાણોથી પણ વિકાસમાં દેશનું રોલ મોડેલ બનવાનું છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ ચારેય પ્રદેશોમાં મોટા પાયે ઔદ્યોગિક રોકાણ આવે અને રાજ્યના યુવાધનને મહત્તમ રોજગાર અવસર પ્રાપ્ત થાય તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કર્તવ્યરત છે. ગુજરાત IEM ક્ષેત્રે દેશભરમાં પ૧ ટકા સાથે અગ્રેસર રહીને રાજ્યમાં ઊદ્યોગ મૈત્રીપૂર્ણ  વાતાવરણથી રાષ્ટ્રનું રોલ મોડેલ બન્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments