Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPHEX 2019 મેગા ફાર્મા શોનો ગાંધીનગરમાં પ્રારંભ, ફાર્મા ક્ષેત્રમાં મૂડી રોકાણ કરવા મુખ્યમંત્રીએ કર્યું આહવાન

Webdunia
મંગળવાર, 11 જૂન 2019 (18:23 IST)
ગુજરાત ફાર્મા સેક્ટરનું હબ બનવા માટે સજ્જ થયું છે. ઉદ્દઘાટન સમારંભમાં ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં 650 જેટલા ફાર્મા ક્ષેત્રના વિદેશી ગ્રાહકો અને સરકારી ડેલિગેટસનું સ્વાગત કર્યું હતું અને તેમનાં ભવિષ્યનાં મૂડી રોકાણના આયોજનો માટે ગુજરાતને  ધ્યાનમાં લેવા ફાર્મા ક્ષેત્રને આમંત્રણ આપ્યું હતું.  વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે “મને એ બાબતની નોંધ લેતાં આનંદ થાય છે કે આજે 130 દેશના ગ્રાહકો ભારતમાંથી ગુણવત્તાયુક્ત ફાર્મા પ્રોડક્ટસ મેળવવા માટે હાજર રહ્યા છે.” ભારત જેનરિક્સ અને ફોર્મ્યુલેશન્સનાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે સારી રીતે જાણીતું છે અને આઈપીએચઈએક્સ (IPHEX)ની તેમની મુલાકાત દરમ્યાન  આ પ્રદર્શનમા હાજર રહેલા 350 થી વધુ એક્ઝીબીટર્સ પાસેથી  તેમની જરૂરિયાત મુજબનાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મેળવવામાં ઉપયોગી નિવડશે.” “ગુજરાત ભારતના તમામ મોટા અને એસએમઈ એકમોના મૂડી રોકાણોને આવકારે છે અને ભારતમાં રોકાણ માટે ઈચ્છા ધરાવતી  વિદેશી કંપનીઓને પાર્ટનરશીપમાં સહયોગ માટે સુવિધા પૂરી પાડવા માટે સજ્જ છે.”      

ઉદય ભાસ્કર, ડિરેક્ટર જનરલ, ધ ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડીયા (PHARMEXCIL)એ જણાવ્યું હતું કે “આઈપીએચઈએક્સ એ અમારો ફ્લેગશીપ ઈવેન્ટ છે અને તેની આ એડીશન સૌથી મોટી બની રહી છે. હાલમાં ભારતના ફાર્મા ક્ષેત્રની નિકાસ યુએસ ડોલર 19.15 અબજ જેટલી છે અને તેનો 50 ટકાથી વધુ જથ્થો અત્યંત નિયંત્રીત બજારોમાં નિકાસ પામે છે. અમે આઈપીએચઈએક્સમાં આવેલા વિદેશી ગ્રાહકોથી ઉદ્યોગને લાભ થવાની અપેક્ષા રાખીએ છીએ. અમે આઈપીએચઈએક્સમાં લેટીન અમેરિકા, આફ્રિકા, સીઆઈએસ અને આસિયન દેશોના ઉભરતા બજારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.” ઉદય ભાસ્કરે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયનો આઈપીએચઈએક્સ 2019માં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.

વિજય શાહ, ચેરમેન,આઈપીએચઈએક્સ, 2019 જણાવે છે કે “આઈપીએચઈએક્સ 2019 એ ભારતનું વૈશ્વિક ગ્રાહકો માટેનું માર્કેટ પ્લેસ છે અને આગામી સમયમાં ઉદ્યોગને તેનાથી ઘણો લાભ થશે.” આઈપીએચઈએક્સ એ ડ્રગ્ઝ, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર ઉદ્યોગને એક જ સ્થળે એકત્ર કરતું પ્રદર્શન છે. તે વિશ્વના લોકો સમક્ષ ભારતની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસ અને ટેકનોલોજીને દર્શાવતું સૌથી મોટું પ્રદર્શન છે. તે ભારતના અને દુનિયાભરના ઉદ્યોગના મુખ્ય સમુદાયને નેટવર્કીંગ અને તેમનો બિઝનેસ વિકસાવવા માટે મોટુ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. 

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments