Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઇન્કમટેક્સના આઈટી વિભાગના કર્મીને કોરોના પોઝિટીવ આવતાં વિભાગ બંધ

Webdunia
બુધવાર, 29 એપ્રિલ 2020 (12:55 IST)
શહેરના ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના આઇટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા મંગળવારે ડિપાર્ટમેન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. લૉકડાઉનથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બંધ હતું. જ્યારથી સરકારે છૂટ આપી ત્યારથી 33 ટકા કર્મચારીઓ સાથે આશ્રમ રોડ પરનું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કામ કરતું થયું હતું. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટમાં ફ્યુમિગેશન પણ કરવામાં આ‌વ્યું હતું.  શહેરના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના આઇટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીને મંગળવારે કોરોના પોઝિટિવ આવતા ડિપાર્ટમેન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. આ કર્મચારી કમ્પ્યુટર તેમજ સર્વર ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. જેથી તેઓ તમામ ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને ઓનલાઇન વેબિનારનું કામ સંભાળતા હતા. છેલ્લા પાંચ-સાત દિવસથી તેઓ આવતા નહોતા,  રિપોર્ટ આવતા તેમને એવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને મંગળવારે ફ્યુમિગેશન કરવા માટે બંધ કરવું પડ્યું હતું.  આ કર્મચારી ડિપાર્ટમેન્ટના કોના-કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની ટીમે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની તપાસ અને તેમનો ડેટા મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. કર્મચારીઓની ટેમ્પરેચર ગન અને તેમની હેલ્થ હિસ્ટ્રી પણ લેવામાં આવશે. 
 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

આગળનો લેખ
Show comments