Dharma Sangrah

GST effect: - ગુજરાતના ઉદ્યોગોને શું મળ્યું? નારાજ વેપારીઓ આંદોલનોની રણનિતિ ઘડશે

Webdunia
શનિવાર, 1 જુલાઈ 2017 (13:08 IST)
જીએસટીના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કાપડ બજારોનું આંદોલન ચાલુ રાખવા માટેની રણનીતી ઘડાઇ રહી છે. જીએસટી કમિટી સમક્ષ પણ રજૂઆત કરાઇ હતી કે ,કાપડ બજારની સાથે સંકળાયેલા બીજા નાના ઉદ્યોગો મળીને દેશમાં ૨૦ કરોડ લોકો તેમાંથી રોજગારી મેળવે છે અને જીએસટીનો કાયદો સમજવા વેપારીઓને સમય આપવો જોઇએ. જીએસટી સામે કાપડના વેપારીઓને વાંધો નથી પણ તેની સિસ્ટમ સરળ કરવાની રજૂઆત કરાઇ હતી. મસાલા સસ્તા કર્યા છે પણ મસાલા પાઉડર મોઘા થયા છે. અમદાવાદ માધુપુરા માર્કેટના વેપારીઓએ જીએસટી કમિટી સમક્ષ રજૂઆત કરી હતી કે,રાજ્ય સરકાર દળેલા મસાલા પર ટેકસ વસૂલ કરે છે તો પછી આખા મરચા,આખી હળદર અને આખા ધાણા ઉપર ૫ ટકા જીએસટી કેવી રીતે નાંખી શકે.  કાપડ બજારની સાથે સાથે ફર્નિચર બજારના વેપારીઓએ બજારો બંધ રાખીને જીવનજરૃરિયાની ચીજવસ્તુ હોવાથી ટેકસ ઓછા કરવા રજૂઆત કરી હતી પણ ઉદ્યોગમાં જીવ આવે તેવી જાહેરાત નહિ કરતા વેપારીઓએ નારાજગી વ્યકત કરી છે. ફર્નિચરના વેપારીઓના મતે ફર્નિચરને લકઝરી ગુડ્સની વ્યાખ્યામાં લઇને 28 ટકાનો ટેકસ નાંખી દેવાયો છે. હકીકતમાં ફર્નિચર ઉદ્યોગ લકઝરી ગુડ્સની વ્યાખ્યામાં નથી આવતો. એક ફર્નિચર બનાવવા માટે કારીગરો કામ કરે છે, કારપેન્ટર કામ કરે છે તેના પર પોલીસીંગનુ કામ બીજા કારીગરો કરે છે.નાના કારીગરો અને તેના પરિવારો સંકળાયેલા છે.હાથ બનાવટના ફર્નિચરો પણ હોય છે. ફર્નિચરને લકઝરી ગુડ્સમાં લઇને નાના ઉદ્યોગ પર ટેકસનુ ભારણ વધી ગયુ છે. ફર્નિચરના વેપારીઓએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે,જો અમારી માગણીન ઉકેલ નહિ આવે તો 1લી જુલાઇથી અચોક્કસ મુદતની હડતાળ પાડી દેવામા આવશે. અમદાવાદ પંતગ બજાર એસોસીએશને રિલીફ રોડ ખાતે એકઠા થઇને જીએસટીનો વિરોધ કર્યો હતો તેમ છતાં પંતગને જીએસટીમાં આવરી લેવાયો છે.
એક હજાર સુધી કોઇ ટેકસ નથી. 1 હજારથી 2500 સુધી 12 ટકા અને 2500થી 7500 સુધી 18 ટકા તેમજ 7500થી ઉપરના હોટેલના રૂમ ભાડા પર 28 ટકા જીએસટી લાગુ કરાયો છે. જો આમ થવાથી જે હોટલો ડિસ્કાઉન્ટ આપે છે તેમ છતાં ગ્રાહકને બીલમાં કોઇ ફાયદો દેખાશે નહિ તેવી રજૂઆત ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્દારા કરાઇ હતી પણ તેમની કોઇ રજીઆત ધ્યાને લેવાઇ નથી.જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટની સેવાઓ મોેઘી બની જશે.અમદાવાદમાં ઘણી હોટલો બંધ થવાને આરે છે.એમ્પલોયમેન્ટ ઓરિએન્ટેડ બિઝનેશ છે. ફૂડમાં હરીફાઇ વધારે છે. પહેલાં 9થી 13 ટકાનો ટેકસ હતો તેના બદલે 18 અને 28 ટકાનો ટેકસ થઇ ગયો છે.
ગુજરાતના ફૂટવેર બજારમાં નારાજગી ફેલાઇ ગઇ છે.જે રાહતો મળવી જોઇતી હતી તે આપવામા આવી નથી જેના કારણે બજારને મોટી અસર થશે. કેમકે ફુટવેરની આઇટમો નાના નાના કારીગરો તેમના ઘરે બનાવીને દુકાનમાં વેચાણ કરતા હોય છે. જીએસટીના કારણે અમદાવાદમાં ફૂટવેરની દુકાનોમાં નવો માલ આવવાનો બંધ થઇ ગયો છે. આગ્રામાંથી બુટ,ચપ્પલ અને સ્લીપરનો તૈયાર માલ અમદાવાદના ફુટવેર બજારોમાં આવી રહ્યો છે પણ છેલ્લા ૧૫થી ૨૦ દિવસથી કોઇ નવા માલ આવતો નથી.માત્ર જૂના સ્ટોકનો નિકલ કરવામા આવી રહ્યો છે. દુકાનદારો સેલના પાટીયા લગાવીને સ્ટોકનુ ક્લીયરન્સ કરી રહયા હેવાથી વેપારીઓને ભારે નુકશાન થઇ રહ્યુ છે.

જીએસટીના વિરોધમાં ક્યા એસોસીએશનોનો વિરોધ
-માધુપુરા અનાજ કરિયાણા બજાર
-લાટી બજાર
-હાર્ડ.વેટ બજાર, પ્રિન્ટીગ, સેનેટરી બજાર
-કાપડ બજાર
– ગુજરાતના કોન્ટ્રાકટરો
-ફર્નિચર બજાર
-સોરાષ્ટ્રના બજારો
-પતંગ એસોસિયેશન
-ઊંઝા કરિયાણા બજાર
-હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન
-ઇલેકટ્રોનિક્સ બજારો
વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments