Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારુ બેસિક વેતન 15000થી વધીને થઈ શકે છે આટલુ, 1 ઓક્ટોબરથી મોદી સરકાર બદલશે સેલેરીના નિયમ

Webdunia
શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (08:07 IST)
Labour Code Rules: 1 ઓક્ટોબરથી પ્રાઈવેટ અને સરકારી સેક્ટરના કર્મચારીઓને ફાયદો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો મોદી સરકાર 1 જુલાઈથી લેબર કોડના નિયમો લાગૂ કરવા માંગતી હતી પણ રાજ્ય સરકાર તૈયાર ન હોવાને કારણે હવે 1 ઓક્ટોબરથી લાગૂ કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે.  1 ઓક્ટોબરથી લેબર કોડના નિયમોને માનવામાં આવશે તો કર્મચારીઓની બેસિક સેલેરી 15000 રૂપિયાથી વધીને 21000 રૂપિયા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લેબર કોડના નિયમોને લઈને લેબર યૂનિયન માંગ કરી રહ્યુ હતુ કે કર્મચારીઓની ન્યૂનતમ બેસિક સેલેરીને વધારીને 15000 રૂપિયાથી 21000 રૂપિયા કરવી જોઈએ. જો આવુ થાય છે તો  તમારો પગાર વધી જશે. 
 
વેતનમાં થશે ફેરફાર 
 
નવા ડ્રાફ્ટ રૂલ મુજબ, મૂળ વેતન કુલ વેતનના 50 ટકા કે વધુ હોવુ જોઈએ. તેનાથી મોટાભાગના કર્મચારીઓનુ વેતનનુ સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે. બેસિક સેલરી વધવાથી PF અને ગ્રેચ્યુટી માટે કપાતા પૈસા વધી જશે કારણ કે તેમા જનારા પૈસા બેસિક સેલેરીના સરેરાશમાં હોય છે. જો આવુ થાય છે તો તમારી ઘરે આવનારી સેલેરી ઘટી જશે રિટાયરમેંત પર મળનારો PF અને ગ્રેચ્યુટીનો પૈસો વધી જશે. લેબર યુનિયનની માંગ હતી કે ન્યૂનતમ બેસિક સેલેરીને વધારીને 21000 રૂપિયા કરવામાં આવે જેથી પીએફ અને ગ્રેચ્યુટીમાં પૈસા કપાયા બાદ પણ ટેક હોમ સેલેરીમાં કમી ન આવે. 
 
 
UPના 28 લાખ સરકારી કર્મચારીઓ અને શિક્ષકોને લાભ થશે, ઓગસ્ટ મહિનામાં મળશે વધેલો DA
 
રિટાયરમેંટ પર મળનારા પૈસા વધી જશે. 
 
ગ્રેચ્યુઇટી અને પીએફમાં યોગદાન વધવાથી રિટાયરમેંટ પછી મળનારી રકમમાં વધારો થશે.  પીએફ અને ગ્રેચ્યુટી વધવાથી કંપનીઓના રોકાણમાં પણ વધરો થશે.  પીએફ અને ગ્રેચ્યુટીમાં વધારાની સાથે કંપનીઓના રોકાણ પણ વધશે. કારણ કે તેમને પણ કર્મચારીઓ માટે પીએફમાં વધુ યોગદાન આપવું પડશે. આ વસ્તુઓની અસર કંપનીઓની બેલેન્સશીટ પર પણ પડશે.
 
1 ઓક્ટોબરથી બદલાશે સેલેરી સાથે જોડાયેલા મહત્વના નિયમ 
 
સરકાર  નવા લેબર કોડમાં નિયમો  1 એપ્રિલ 2021 થી લાગુ કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોની તૈયારીના અભાવને કારણે અને કંપનીઓને એચઆર પોલિસીમાં ફેરફાર કરવા માટે વધુ સમય આપવાના કારણે તેને ટાળવામાં આવ્યા હતા. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર લેબર કોડના નિયમોને  1 જુલાઈથી નોટિફાઈ કરવા માંગતી હતી પણ રાજ્યોએ આ નિયમો લાગૂ કરવા માટે વધુ સમય માંગ્યો, જેને કારણે તેને 1 ઓક્ટોબર સુધી ટાળવામાં આવ્યો 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments