rashifal-2026

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

Webdunia
શુક્રવાર, 5 ડિસેમ્બર 2025 (15:09 IST)
ઈંડિગો એયરલાઈંસની ફ્લાઈટ્સ રદ્દ થવી અને ઉડાનોમાં મોડુ થવાને કારણે દેશભરમાં હડકંપ મચી ગયો છે. એયરપોર્ટ પર લોકોની લાંબી લાઈનો લાગી છે. લોકો કલાકોથી એયરપોર્ટ પર બેસીને ફ્લાઈટ્સની રાહ જોઈ રહ્યા છે. દિલ્હીથી લઈને બેંગલુરૂ અને ચેન્નઈ એયરપોર્ટ પરથી ચોંકાવનારી તસ્વીરો સામે આવી છે. જો કે હવાઈ યાત્રા કરનારી પરેશાની હવે ખતમ થવાની છે. 
 
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ પોતાનો આદેશ પરત લઈ લીધો છે. જ્યારબાદ બધી એયરલાઈંસે રાહતના શ્વાસ લીધા છે.  DGCA ના આ પગલા પછી હવે હવાઈ સેવા ફરીથી પહેલાની જેમ ચાલુ થવાની શક્યતા છે.  
 
DGCA એ શુ કહ્યુ ?
DGCA એ નોટિસ જાહેર કરતા આ અંગેની માહિતી આપી.  DGCA નુ કહેવુ છે, "અનેક ફ્લાઈટ્સના પરિચાલનમાં સતત આવી રહેલો અવરોધ અને એયરલાઈંસ પરથી મળેલ અરજીને ધ્યાનમાં રાખતા સાપ્તાહિક અવકાશ ના નિર્ણયને તત્કાલ પ્રભાવથી પરત લેવામાં આવી રહ્યો છે."
 
DGCA ના મુજબ 
હવાઈ ઉડાનોમાં નિરંતરતા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
શુ હતો DGCA નો આદેશ ?
ઉલ્લેખનીય છે કે DGCA એ બધી એયરલાઈંસને દેશાનિર્દેશ રજુ કરતા કહ્યુ હતુ કે ફ્લાઈટ ક્રૂ માટે અઠવાડિયાથી વધુ આરામનો સમય નક્કી કરવામા આવે. રોસ્ટરમાં પાયલોટ અને ક્રૂ માટે નાઈટ શિફ્ટ પહેલા 6 દિવસ હતા. જેને ઘટાડીને 2 કરી દેવામાં આવ્યા હતા.  રોસ્ટરમાં ફેરફારને કારણે ક્રૂ મેંબર્સ સમય પર ડ્યુટી પર ન પહોચી શક્યા. જેનાથી અનેક ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી.  
 
મુસાફરોની વધી મુશ્કેલી ?
DGCA ના આ આદેશની સૌથી મોટી અસર ઈંડિગો એયરલાઈંસ પર જોવા મળી. છેલ્લા 4 દિવસમાં ઈંડિગો 1000 થી વધુ ફ્લાઈટ્સ કેંસલ કરી ચુક્યુ છે અને મોટાભાગની ઉડાન મોડી જોવા મળી રહી છે.  એયરપોર્ટ પર મુસાફરોની વધતી મુશ્કેલીઓને જોયા બાદ  DGCA એ પોતાનો આદેશ પરત લઈ લીધો છે. 
 
DGCA ના નવા રોસ્ટરના નિયમ  ?
DGCA એ રોસ્ટરમાં ફેરફાર કરતા 3 મોટા આદેશ જાહેર કર્યા હતા.  
 
ક્રૂ મેંબર્સને અઠવાડિયામા આરામ માટે પૂરતો સમય મળવો જોઈએ  
 
પાઇલટ્સ સહિત ક્રૂ મેમ્બર્સ માટે નાઈટ શિફ્ટ છથી ઘટાડીને બે કલાક કરવામાં આવી .
 
ક્રૂ મેમ્બર્સ માટે ડ્યુટીના કલાકો ઘટાડવાનો આદેશ આપવામાં આવ્યો .
 
ઉડાનના સમય પર લિમિટ 
 DGCA એ ક્રૂ સભ્યો પર ઉડાન સમય મર્યાદા લાદી, તેમને દરરોજ 8 કલાક, અઠવાડિયામાં 35 કલાક, મહિને 125 કલાક અને વર્ષમાં 1,000 કલાક સુધી મર્યાદિત કર્યા. DGCA એ આ આદેશોનું કડક પાલન ફરજિયાત બનાવ્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

આગળનો લેખ
Show comments