Webdunia - Bharat's app for daily news and videos

Install App

છેલ્લા 2 જ મહિનામાં ગુજરાતમાં છઠ્ઠીવાર CNGના ભાવમાં વધારો

Webdunia
બુધવાર, 2 ઑગસ્ટ 2023 (11:12 IST)
દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે હવે અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે. અદાણી CNGના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. મહત્વનું છે કે, 2 મહિનામાં CNGના ભાવમાં આ છઠ્ઠી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. CNGમાં બે માસમાં છઠ્ઠી વખત ભાવ વધારો કરાયો છે. આ ભાવ વધારાને કારણે CNG 75.99 રૂપિયા પર પહોંચી ગયો છે. હવે વાહનચાલકોએ અદાણીના CNG માટે 75.99 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે.

અદાણીના CNGમાં 15 પૈસાના વધારો થતાં નાગરિકોના ખિસ્સા પર અસર થશે. અદાણી CNGના આ ભાવ વધારાથી સૌથી વધુ રીક્ષાચાલકોની કમર તૂટી જશે.ગત એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે CNG ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસે CNGમાં 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ગત એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ અદાણી ગેસ સતત ભાવ વધારો કરી રહ્યું છે. છેલ્લા 2 મહિનામાં CNGના ભાવમાં છ વખત વધારો કરાયો છે. જ્યારે એક જ મહિનામાં 4 વખત ભાવ વધારો ઝીંકીને અદાણીએ CNGને સીધો 75.99 રૂપિયા પર પહોંચાડી દીધો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે આ રીતે એક ચપટી હળદરનું સેવન કરો, તમારા સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

5 મિનિટમાં ચેહરો ચમકાવશે આ 11 નેચરલ ઘરેલૂ ટીપ્સ

વધતા વજનથી શરમ અનુભવો છો? આ પાણીને તમારા આહારમાં કરો સામેલ, ચરબી થશે ગાયબ

Anti aging tips - 50 થી વધુ વયની સ્ત્રીઓ માટે સવારની ત્વચા સંભાળની રૂટિન

ક અક્ષર પરથી છોકરીઓના નામ

વધુ જુઓ..

નવીનતમ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

આગળનો લેખ
Show comments