Webdunia - Bharat's app for daily news and videos

Install App

અદાણીએ CNGના ભાવમાં 3.48 રૂપિયા ઘટાડ્યા, ટોરેન્ટ ગેસે CNG અને PNGમાં 5 રૂપિયા ઘટાડો કર્યો

Webdunia
ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (10:25 IST)
ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થતાં લોકોને મોઘવારીમાં ભારે ઝટકો લાગ્યો હતો. પરંતુ 15 દિવસના અંતરમાં જ અદાણી અને ટોરેન્ટ ગેસે CNGના ભાવમાં ઘટાડો કર્યો છે. અદાણી ગેસે CNGમાં 3.48 રૂપિયા ઘટાડ્યા છે. જ્યારે અગાઉ 4 ઓગસ્ટે 1.49 અને 2જી ઓગસ્ટે 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે ભાવમાં ઘટાડો કરવાથી નવો ભાવ 83.90 રૂપિયા આજથી અમલી બનશે. તે ઉપરાંત ટોરેન્ટ ગેસ દ્વારા પણ CNG અને PNGમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થતાં સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સીએનજી ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પેટ્રોલપંપ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ દ્વારા બીજી ઓગસ્ટે CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર 1.49 રૂપિયાનો વધારો કરવાથી મોંઘવારીમાં સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો હતો. અગાઉ બે જ દિવસમાં અદાણીએ રૂપિયા 3.48નો ભાવ વધારો કર્યો હતો. જે હવે ઘટી જતાં લોકોને સામાન્ય રાહત મળશે.

અદાણી દ્વારા ઘટાડવામાં આવેલો આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. અગાઉ અદાણી CNGનો ભાવ વધારતાં પ્રતિકિલોએ રૂપિયા 87.38 ઉપર પહોંચ્યો હતો. CNGનો ભાવ 83.90 રૂપિયા હતો તે બીજી ઓગસ્ટે વધીને 85.89 રૂપિયા થયો હતો. જ્યારે બે દિવસના સમયમાં જ ફરીવાર 1.49 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે. પરંતુ હવે ફરીવાર ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

ગુજરાતી જોક્સ - બિલાડી પાછી આવી

ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vasant Panchami 2025-પીળી સાડીથી લઈને અનારકલી સૂટ સુધી, આ આકર્ષક ડિઝાઇનર ડ્રેસ સંપૂર્ણ છે

Moral Story- 19 ઉંટની વાર્તા

Baby Names on Shiva- ભોળાનાથના ના પર રાખો બાળકોના નામ

આલિયા ભટ્ટને ટામેટાંનું શાક ગમે છે, તમે પણ મસાલેદાર શાક ટ્રાય કરો.

આગળનો લેખ
Show comments