Webdunia - Bharat's app for daily news and videos

Install App

મારૂતિ સુઝુકીનું ગુજરાતમાં સત્તાવાર આગમન

Webdunia
સોમવાર, 4 જૂન 2012 (11:02 IST)
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી લિમિટેડના ગુજરાતમાં સત્તાવાર વધામણાં થઈ ચૂક્યા છે. આજે ગાંધીનગર ખાતે મારૂતિ સુઝૂકી ઇન્ડીયા કુ. લી. ( MSIL) કંપનીના મોટર-વાહન ઓટોમોબાઇલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટની ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં સ્થાપના માટેના રાજ્ય સરકાર સહયોગ કરાર ( SSA) ઉપર આજે મારૂતિ સુઝૂકી ઇન્ડીયા લી. અને ગુજરાત સરકાર વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
P.R

આ કરાર ઉપર મારૂતિ સુઝૂકી ઇન્ડીયાના CEO અને મેનેજિંગ ડિરેકટર શિન્ઝો નાકાનીશી અને રાજ્યના ઉઘોગ અગ્રસચિવ મહેશ્વર શાહુએ હસ્તાક્ષર કર્યા તે પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ઊઘોગ રાજ્યમંત્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવ એ. કે. જોતિ, મારૂતિ સુઝૂકી ઇન્ડીયાના ચીફ ઓપરેટીંગ ઓફિસર એન. એમ. સિંગ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ મારૂતિ સુઝૂકીએ આ ઓટોમોબાઇલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ માટે ગુજરાતની પસંદગી કરતાં ગુજરાત હવે વિશ્વની અગ્રગણ્ય ઓટોમોબાઇલ મોટર ઉત્પાદક કંપનીઓનું ઓટો હબ બની રહ્યું છે તેમ ગૌરવપૂર્વક જણાવ્યું હતું અને મારૂતિ સુઝૂકીને આ પ્રોજેકટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મારૂતિ સુઝૂકી ઇન્ડીયા લી. ના આ પ્રોજેકટમાં બંને તબક્કામાં મળીને રૂ. ૪૦૦૦ કરોડનું મૂડીરોકાણ થશે. પ્રથમ એકમ માંડલ-બેચરાજી નજીક સ્થપાશે જ્યારે બીજું એકમ બેચરાજીથી રપ કી.મી.ના પરિસરમાં ઊભું થશે.

પ્રથમ એકમમાં વાર્ષિક ૭.પ લાખ વાહનોના ઉત્પાદનની ક્ષમતા છે જ્યારે ગુજરાત અને હરિયાણાના બંને એકમોમાં મળીને વાહન ઉત્પાદન વાર્ષિક ક્ષમતા ૨૦ લાખ વાહનોની થઇ જશે. ગુજરાત એકમ ૪૦૦૦ યુવાનોને સીધી રોજગારી આપશે. મારૂતિ સુઝૂકી ઇન્ડીયા લિમીટેડ અને ગુજરાત સરકાર સંયુકત રીતે ઓટોમોબાઇલ રિસર્ચ ઇન્સ્ટીટયુટની ઉત્કૃષ્ટ સંશોધન સંસ્થાની સ્થાપના કરશે.

P.R

મુખ્યમંત્રી મોદીએ ગુજરાતમાં તાતા નેનો, ફોર્ડ કંપની, પિજીઓટ કંપની અને હવે મારૂતિ સુઝૂકીના ગુજરાતમાં આગમનને આવકારતાં જણાવ્યું હતું કે, ઓટોમોબાઇલ ક્ષેત્રે આ વિસ્તારમાં ઓટો એન્સીલયરી યુનિટસ અને સપ્લાયર પાર્ક પણ સ્થપાશે. મારૂતિકાર ભારતમાં સામાન્ય માનવી માટેની પરિવહન જરૂરિયાતો પૂરી પાડે છે અને ગુજરાતના બંદરો નિકાસની ઉત્તમ સુવિધા ધરાવતા હોઇ વિશ્વના બજારોમાં પણ ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રે નિકાસલક્ષી રાજ્ય બની રહ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા એક જ વર્ષમાં ગુજરાત વિશ્વની અગ્રણી ઓટો મેન્યુફેકચરીંગ કંપનીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. જળ અને સ્થળ બંને ક્ષેત્રોમાં ગુજરાત પરિવહન ક્ષેત્રે અગ્રગણ્ય બનવા જઇ રહ્યું છે. બોમ્બાડીઅરનો મેટ્રોરેઇલ પ્રોજેકટ, રેલ્વે-કેરિયર ગુડઝ પ્રોજેકટ અને ઓટોમોબાઇલ-પ્રોજેકટ પછી ગુજરાત શિપ-બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ કરી રહ્યું છે.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાત ઇજનેરી ક્ષેત્રમાં રોજગારી માટે અગ્રેસર બની રહ્યું છે અને દેશના રાષ્ટ્રીય એન્જીનીયરીંગ આઉટપૂટની સરેરાશમાં ૯ ટકા ફાળો આપે છે. જ્યારે રાજ્યના કૂલ ઔઘોગિક ઉત્પાદનના ૧૮ ટકા એન્જીનયરીંગ સેકટરના છે. ગુજરાતના જી.એસ.ડી.પી.માં મેન્યુફેકચરીંગ સેકટર એકલાનો ર૭ ટકા ફાળો છે જે વિશ્વની મેન્યુફેકચરીંગ ક્ષેત્રના અર્થતંત્રની લગોલગ છે. ગુજરાતમાં ૩૦૦ જેટલા એન્જીનીયરીંગ કલસ્ટર આવેલાં છે અને તેમાં ફોરેન ટેકનોલોજી ટ્રાન્સફર એગ્રીમેન્ટનું યોગદાન પ૯ ટકા જેટલું છે, હવે નવા ઊભા થતા એન્જીનીયરીંગ કલસ્ટરમાં સાણંદ-વિરમગામ-માંડલ-બેચરાજી, અંજાર, સાંથલપૂર અને હાલોલ-સાવલી જેવા નવાં એન્જીનીયરીંગ ઓટોમોબાઇલ મેન્યુફેકચરીંગ ક્ષેત્રો વિકસી રહ્યા છે.

મારૂતિ સુઝૂકીના મેનેજીંગ ડિરેકટર અને સી.ઇ.ઓ. શીન્જો નાકાનિશીએ મારૂતિ સુઝૂકીના નવા પ્લાન્ટની સ્થાપનામાં ગુજરાત સરકાર અને જનતાએ આપેલા સહયોગની પ્રસંશા કરતા જણાવ્યું કે ગુજરાત અને હરિયાણાના મારૂતિ સુઝૂકીના સંયુકત પ્લાન્ટ દ્વારા ર૦ લાખ મોટરવાહનોનું વાર્ષિક ઉત્પાદન થશે.

ગુજરાતની પસંદગી અંગે નાકાનિશીએ જણાવ્યું કે ગુજરાતમાં કુશળ કાર્યશકિત ઉંચી ગુણવત્તા ધરાવે છે અને મૂન્દ્રા બંદર નજીક હોવાથી ખૂબ જ અન ુラકુળ રીતે મોટર નિકાસની સુવિધા છે અને મારૂતિ સુઝૂકીનું ગુજરાતનું આગમન લાંબાગાળાનું રહેવાનું છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

વધુ જુઓ..

નવીનતમ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments