Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિષ્‍ક્રિય પડેલું સોનું કરાવી આપશે કમાણી

Webdunia
ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2014 (17:36 IST)
ભારતીયોનો સુવર્ણ પ્રેમ જગજાહેર છે. સામાન્‍ય રીતે સોનું ઘરની તિજોરીની શોભા વધારે છે અથવા લોકરમાં નિષ્‍ક્રિય પડયું રહે છે. જો કે જાન્‍યુઆરીથી કદાચ તમને આ નિષ્‍ક્રિય સોનામાંથી કમાણીની તક મળશે. બેન્‍કો બુલિયન ઉદ્યોગ દ્વારા પ્રસ્‍તાવિત ગોલ્‍ડ મોનેટાઇઝેશન સ્‍કીમને મંજુરી આપશે તો બહુચર્ચિત ગોલ્‍ડ ડિપોઝિટ વાસ્‍તવિકતા બનશે.

      સ્‍કીમ અનુસાર ગોલ્‍ડ ડિપોઝિટને ફિકસ્‍ડ ડિપોઝિટની સમકક્ષ ગણવામાં આવશે અને તેનું વ્‍યાજ રૂપિયામાં નહીં સોનામાં જમા કરાશે.  ‘રિટેલ ગ્રાહકે બેન્‍કમાં ‘ગોલ્‍ડ એકાઉન્‍ટ' નામનું આ નવું ખાતું ખોલવાનું રહેશે. સોનું મહતમ ત્રણ વર્ષની મુદત માટે જમા કરાવી શકાશે અને તેનું વ્‍યાજ જે તે સમયના વ્‍યાજદર આધારિત હશે. ડિપોઝિટ પાકશે ત્‍યારે વ્‍યાજની રકમ સોનામાં જમા કરાશે અને રોકાણકારના ખાતામાં સોનું ઉમેરાશે.'

     ‘કોઇ વ્‍યકિત ૩પ ગ્રામ સોનું જમા કરાવશે તો તેને પાકતી મુદતે ૩૬.પ ગ્રામ સોનું મળશે.' બેન્‍કો જવેલર્સને આ સોનાનું ધિરાણ કરી શકશે અથવા રિઝર્વ બેન્‍કમાં જમા કરાવી શકશે. આ સ્‍કીમનો હેતુ ભારતીય ઘરોમાં નિષ્‍ક્રિય પડેલા અંદાજે ૨પ,૦૦૦ ટન સોનાનો અમુક હિસ્‍સો છુટો કરવાનો તેમજ બજારમાં સોનાની ઉપલબ્‍ધતા વધારવાનો છે. ‘ગોલ્‍ડ એકાઉન્‍ટ'ને લીધે સોનાની ઉંચી આયાતથી ચાલુ ખાતાની ખાદ્ય વધવાની આશંકા ઘટશે. ‘ગોલ્‍ડ એકાઉન્‍ટ'માં ૨૦ ગ્રામ જેટલું સોનું પણ જમા કરાવી શકશે. આ યોજના પ૦૦ ગ્રામથી વધુ સોનું નહીં ધરાવતા દેશના ૮૦ ટકાથી વધુ ગ્રાહકો આ સ્‍કીમનો લાભ લઇ શકશે. બુલિયન ઉદ્યોગના એકિઝકયુટિવ્‍સે જણાવ્‍યું હતું કે ‘ભવિષ્‍ય માટે આ યોગ્‍ય પગલું હોવાનો રિઝર્વ બેન્‍કને ભરોસો છે. સમસ્‍યા માત્ર સોનાની શુદ્ધતા અંગે છે. જેમાં MMTC PAMP મદદ કરી શકશે જે ૧પ૦ ટન ક્ષમતાની દેશની પહેલી એક્રેડિટેડ રિફાઇનરી ધરાવે છે. ઉપરાંત ભારતમાં ૨પ૦ અધિકૃત હોલમાર્કિંગ યુનિટ્‍સ છે. MMTC PAMP ઇન્‍ડિયા સ્‍કીમ માટે આધુનિક સોફટવેર પણ વિકસાવી રહી છે જે ઓકટોબર સુધીમાં તૈયાર થઇ જવાની ધારણા છે.

      પ્રોત્‍સાહક યોજના સ્‍કીમ કેવી હશે ?

      - ગ્રાહકે બેન્‍કમાં ‘ગોલ્‍ડ એકાઉન્‍ટ' નામનું ખાતું ખોલાવવું પડશે

      - ૨૦ ગ્રામ જેટલું ઓછું સોનું પણ ગ્રાહક ખાતામાં જમા કરાવી શકશે

      - ખાતામાં વધુમાં વધુ ત્રણ વર્ષની મુદત માટે સોનું જમા કરાવી શકાશે

      - વ્‍યાજનો દર જે તે સમયના બેન્‍ચમાર્ક દરના આધારે નિર્ધારિત કરાશે

      - પાકતી મુદતે ખાતાધારકને રૂપિયા નહિ, સોનામાં વ્‍યાજ મળશે

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments