Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારથી સાંસદોએ મિર્ચી સ્‍પ્રે છાંટ્યું ત્યારથી સ્‍પ્રે બનાવનાર કંપનીને બખ્ખા

Webdunia
શનિવાર, 22 ફેબ્રુઆરી 2014 (11:34 IST)
P.R
સંસદમાં ગયા સપ્તાહે ભારતીય લોકશાહીના ચહેરા પર મરી સ્‍પ્રે. છાંટવામાં આવ્‍યું ત્‍યારે પહેલી શંકા કેરળના સાંસદો પર ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, મરી અને કેરળનો સંબંધ ઘણો જુનો છે. જો કે, બહુ ઓછાને જાણ છે કે, મરી સ્‍પ્રેમાં મરી હોતા જ નથી.

લોકસભામાં વપરાયેલા સ્‍પ્રેમાં મુખ્‍યત્‍વે મરચાનો ઉપયોગ કરાયો હતો. જેને લીધે સાંસદોને આંખોમાં તેમજ શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. આ સ્‍પ્રેનો ઉપયોગ દેશમાં મરચાંનું બમ્‍પર ઉત્‍પાદન કરતા આંધ્રપ્રદેશના સાંસદોએ કર્યો હોવાની વાતમાં કોઇ આશ્ ચર્ય ન હતું. દેશમાં આમ તો આવી મરી સ્‍પ્રે. અને દાયકાથી ઉપલબ્‍ધ છે, પરંતુ નિર્ભયા અને સંસદના બનાવ પછી પ્રોડકટ અંગે જાગૃતિ વધી છે. નિર્ભયાની ઘટના પછી મહાનગરો અને ખાસ કરીને દિલ્‍હીમાં મરી સ્‍પ્રેની માંગમાં વધારો થયો છે. સિંઘે જણાવ્‍યું હતું કે, ‘‘અગાઉ અમારા ગ્રાહકો પુરૂષો હતા, જે પત્‍ની, બહેન કે દ ીકરી માટે સ્‍પ્રે. ખરીદતા હતા. જો કે, હવે મહિલાઓ પણ પ્રોડકટની માંગણી કરે છે.''

રાણાના જણાવ્‍યા અનુસાર દિલ્‍હી-નોઇડા ગાઝિયાબાદમાં ખાસ કરીને બીપીઓ કર્મચારીઓમાં આ પ્રોડકટનું ધૂમ વેચાણ થાય છે. કંપનીઓ મહિલા કર્મચારીઓ માટે પ્રોડકટનો મોટા પાયે ઓર્ડર આપે છે. પ્રોકડટ ૧૦ ફૂટના અંતર સુધીની વ્‍યકિત પર અસર કેર છે અને તેની લીધે આંખ, નાક, ગળામાં બળતરા, સોજો આવે છે.

મોટાભાગની મહિલાઓ આ સ્‍પ્રેને સાથે રાખીને પોતાને સુરક્ષિત અનુભવે છે અને બહુ ઓછાને તેનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. બેંગ્‍લોરની બીપીઓ કંપનીમાં કાર્યરત અંકિતાએ જણાવ્‍યું હતું કે ‘‘હું બસ સ્‍ટોપ પર એકલી હતી ત્‍યારે એક પુરૂષે ગેરવર્તણૂંક કરી ત્‍યારે મારે તેનો ઉપયોગ કરવો પડયો હતો.'' મરી સ્‍પ્રે. એક વિશિષ્‍ટ પ્રોડકટ છે તેથી તેનું બજાર કદ નાનુ છે. નિર્ભયાની ઘટના પછી આ સ્‍પ્રે.ના બજારનું કદ રૂ.૧-ર કરોડથી વધીને લગભગ રૂ. ૧૦ કરોડે પહોંચ્‍યું છે. સંસદની ઘટના બીજી હરોળના શહેરમાં પ્રોડકટમાં રસ ઉભો કરી શકે. રાણા જણાવે છે કે, ‘‘સંસદનો બનાવ પ્રોડકટનો દુરૂપયોગ છે. જો કે, આવા પ્રચારની પ્રોડકટ અંગેની જાગૃતિ વધી શકે. હજુ નાનાં શહેરોમાં તે પહોંચ્‍યું નથી.''

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments