Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ખેતીલાયક જમીનમાં ૬૮૮ હજાર હેકટર્સનો ઘટાડો- વાવેતર-પાકમાં પણ ઘટાડો

Webdunia
બુધવાર, 11 માર્ચ 2015 (16:40 IST)
રાજય સરકાર એકતરફ બે આંકડામાં કૃષિ વિકાસ દર અને જંગી ખેત ઉત્પાદનનો દાવો કરે છે પરંતુ પાથેય સંસ્થાના વિશ્લેષણ મુજબ રાજયમાં ૨૦૧૩-૧૪ની સરખામણીમાં ૨૦૧૪-૧૫માં ખેતીના વિસ્તારમાં ૬૮૮ હજાર હેકટર્સનો ઘટાડો થવા પામ્યો છે. એટલું જ નહીં ઘઉં, બાજરી, જુવાર અને મગફળીના વિસ્તાર અને ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. કૃષિના વિસ્તારમાં ઘટાડા પાછળ ઝડપી ઔદ્યોગિકીરણની અસર હોવાનું કારણ આપવામાં આવ્યું છે. જો કે ચોખા અને કપાસના વાવેતરમાં વધારો નોંધાશે. ખેતી વિસ્તારમાં અંદાજીત ૧૫.૫૧ ટકા ઘટાડાના કારણે અનાજના ઉત્પાદનમાં ઘટાડો નોંધાય તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા બહાર પડાતા વિવિધ સેકટરના આંકડાના આધારે બજેટલક્ષી પાથેય સંસ્થા દ્વારા કૃષિ ક્ષેત્રનું છેલ્લા બે વર્ષનું વિશ્લેષણ કરાયું છે. જેમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, રાજયમાં જે રીતે ઉદ્યોગોનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતા તેની અસર ખેતીના વિસ્તાર અને ઉત્પાદન પર સ્પષ્ટ દેખાઇ રહી છે. વર્ષ ૨૦૧૩-૧૪માં કુલ ૪૪૩૬ હજાર હેકટર વિસ્તારમાં અનાજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે વર્ષ ૨૦૧૪-૧૫ના સુધારેલા અંદાજ પ્રમાણે ૩૭૪૮ હજાર હેકટર્સ વિસ્તારમાં અનાજ ઉત્પાદન સૂચવવામાં આ‌વ્યું છે.

તે જોતા અગાઉના વર્ષની સરખામણીમાં ૨૦૧૪-૧૫માં ખેતીના વિસ્તારમાં ૬૮૮ હજાર હેકટર્સનો ઘટાડો થશે. સંસ્થા દ્વારા તારણમાં એવું પણ જણાવાયું છે કે, ખેતી વિસ્તારમાં ઘટાડો કૃષિ ઉત્પાદન પર વિપરીત અસર કરી શકે છે. જેના કારણે ફક્ત અનાજનું ઉત્પાદન ઓછું થશે એટલું જ નહીં રાજયની અન્ન સુરક્ષા માટે પણ તે ચિંતાનો વિષય બની શકે છે. રાજયમાં ખેતીનો કેટલોક વિસ્તાર હજુ પણ કુદરતી વરસાદ પર આધાર રાખે છે ત્યારે પિયતની સુવિધાનો વ્યાપ વધારવો અનિવાર્ય હોવાનું પણ જણાવાયું છે.

જો કે ચોખાના ઉત્પાદનમાં ૭૨ હજાર ટનનો વધારો થશે જયારે કપાસના વિસ્તારમાં વધારો થવા છતાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાઇ શકવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

કયા પાકનું ઉત્પાદન-વાવેતર વિસ્તારમાં ઘટાડો
# મગફળીમાં ૪૮૭ હજાર હેકટર-૨૦૮૦ ટન
# ઘઉમાં ૧૯.૨૦ ટકા-૯૯૯ હજાર ટન
# જુવારમાં ૪૮.૪ ટકા-૯૧ હજાર ટન
# બાજરીમાં ૨૫.૩૬ ટકા-૨૯૭ હજાર ટન
# કુલ ઉત્પાદનમાં ૧૪૩૫ હજાર ટનનો ઘટાડો થશે
(કપાસનું ઉત્પાદન દરેક ૧૭૦ કિલોગ્રામની-'૦૦૦ ગાસંડીમાં છે, બાકીના સુધારેલા અંદાજ આધારિત)

પાક અને વિસ્તાર ('૦૦૦ હેકટર)
ચોખા ૭૮૮ ૮૧૧
ઘઉં ૧૫૦૦ ૧૨૧૨
જુવાર ૧૨૮ ૬૬
બાજરી ૬૯૪ ૫૧૮
કુલ અનાજ ૪૪૩૬ ૩૭૪૮
કપાસ ૨૫૧૯ ૩૦૧૦
મગફળી ૧૮૪૩ ૧૩૫૬
કુલ તેલીબિયાં ૩૦૭૯ ૨૫૯૭

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

Show comments