Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌદર્ય સલાહ - ગોરા રંગ માટે અપનાવો આ ઘરેલુ ઉપાય

Webdunia
રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (12:34 IST)
ગોરા બનવા માટે છોકરીઓ જ નહી યુવકો પણ ખૂબ ક્રેજી હોય છે. અનેકવાર તમારો ગોરો રંગ શ્યામ પડી જાય છે. જેના અનેક કારણો હોય છે. જેવા કે સૂર્યનો કડક તાપ, પ્રદૂષણ, કરચલીઓ કે પછી દાગ-ધબ્બા વગેરે. આ માટે તેઓ ઘરેલુ અને બજારના પ્રોડક્ટ્સનો ખૂબ ઉપયોગ કરે છે.  પણ આ બજારના પ્રોડક્ટસ ખૂબ મોંઘા હોય છે. બીજુ તેમા કૈમીકલની માત્રા ખૂબ વધુ હોય છે. જેને કારણે તમારી સ્કિનને નુકશાન પહોચી શકે છે. 
 
ગોરા બનવા માટે જો ઘરેલુ નુસ્ખા અને ઉપાય અપનાવશો તો સારુ રહેશે. આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલુ નુસ્ખા વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે તમને ઝડપથી ગોરા બનાવવામાં અસરકારક છે. 
 
બેકિંગ સોડા - બેકિંગ સોડા અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો આ ચેહરા પર 15 મિનિટ લગાવીને ફેસ વૉશથી ચેહરો ધોઈ લો. 
 
દૂધ-કેળા - પાકેલા કેળાને થોડાક દૂધ સાથે પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો અને 20 મિનિટ પછી ચેહરાને ધોઈ લો. 
 
ગુલાબજળ- ગુલાબ જળ ચેહરાને ટોન કરીને પોષણ પહોચાડશે. રોજ વોટરને દૂધ સાથે મિક્સ કરીને લગાવો. તેને રાત્રે સૂતા પહેલા ચેહરા પર લગાવો. તેનાથી ત્વચા ચમકવા લાગશે. 
 
 

એલોવેરા જેલ - એલોવેરા જેલ તમારી ત્વચાને ગોરી, સાફ અને મુલાયમ બનાવશે. આને ચેહરા અને ગરદન પર 30 મિનિટ માટે લગાવો. 
સૂરજમુખી બીજ - સૂરજમુખીના બીજને આખીરાત દૂધમાં પલાળીને મુકી દો. પછી તેમા હળદર અને કેસરના કેટલાક રેસા નાખીને પેસ્ટ બનાવો. આને ચેહરા પર 15 મિનિટ સુધી લગાવીને રહેવા દો. થોડા દિવસો પછી ચેહરાનો રંગ ગોરો દેખાશે. 
 
 

કેરીના છાલટા - થોડાક કેરીના છાલટાને દૂધ સાથે વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને ચેહરા અને ગરદાન પર 15મિનિટ સુધી લગાવ્યા પછી પાણીથી ધોઈ લો. તેનાથી સન ટૈન મટી જશે અને ચેહરો ગોરો બની જશે. 
મઘ - મઘના થોડા ટીપાને લીંબૂ અને થોડાક દહી સાથે મિક્સ કરીને ચેહરા પર લગાવો. 15 મિનિટ પછી તેને સાફ કરી લો.  તેનાથી ચેહરો ગોરો બનશે અને ગંદકી પણ સાફ થશે. 
 
 

ખાંડથી સ્ક્રબ કરો - ખાંડને લીંબૂના રસ સાથે મિક્સ કરો અને હળવા હાથે ચેહરા પર રગડો. તેનાથી ડેડ સ્કિન હટી જશે અને ગંદકી બહાર નીકળશે. 
 
વધુ પાણી પીવો - પાણી શરીરમાંથી ગંદકીને બહાર કાઢે છે અને ચેહરાને ટાઈટ બનાવીને કરચલીઓ દૂર કરે છે. આ કારણે ચેહરો સાફ અને ગોરો દેખાય છે. 
સારી ઉંઘ લો - તમને દિવસમાં 8 કલાકની ઉંઘ લેવી જરૂરી છે. તેનાથી આંખો નીચે પડેલા ડાર્ક સર્કલ મટશે. સાથે જ તેનાથી પ્રાકૃતિક ગ્લો આવશે અને ચેહરો ગોરો દેખાશે. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

આગળનો લેખ
Show comments