Webdunia - Bharat's app for daily news and videos

Install App

માસિક સમયે થતા ખીલમાંથી મુક્તિ મેળવવાના ઉપાય

Webdunia
P.R
માસિક સમયે જો ચહેરા પર ખીલ થતાં રહેતાં હોય તો તે માત્ર સ્ટ્રેસ અને હોર્મોનની ગડબડના કારણે જ થાય છે. હોર્મોનમાં ત્યારે જ ગડબડ સર્જાય છે જ્યારે શરીર તણાવમાં રહે છે. આવા સમયે એક્ને કે ખીલમાંથી મુક્તિ મેળવવા માટે અહીં કેટલાંક ઉપાયો જણાવી રહ્યાં છે જેની મદદથી તમને આ સમસ્યામાં રાહત મળશે.

આ રીતે કરો ઉપાય -

1. ઍપલ સાઇડર વિનેગર - આ દરમિયાન સ્કિન પર એસિડ મેન્ટલ ક્ષતિગ્રસ્ત થઇ જાય છે. એસિડ મેન્ટલ એ પરત હોય છે જે ત્વચાના છિદ્રોને બેક્ટેરિયાથી બચાવે છે.આ સમસ્યામાંથી બચવા માટે પીરિયડ આવવાના 7 દિવસ પહેલેથી જ કોટનમાં ઍપલ સાઇડર વિનેગર લઇને ચહેરા પર લગાવો. વિનેગર એકવાર સૂકાઇ જાય તો તેની ઉપર બીજો કોટ લગાવો. આવું દિવસમાં બેવાર અચૂક કરો.

2. ટી ટ્રી ઓઇલ - આ ટેલ ખીલને દૂર કરવામાં બહુ અસરકારક હોય છે. માટે પીરિયડ્સ શરૂ થવાના થોડા દિવસો પહેલાથી જ આ તેલ લગાવવાનું શરૂ કરી દેવું જોઇએ. આ તેલ સીધું ચહેરા પર લગાવો અથવા તેને કોઇ લોશનમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો.

3. પુષ્કળ પાણી પી ઓ - બીજું કારણ સ્કીનની ડ્રાયનેસ હોય છે. માટે તમારે તમારા ચહેરા પર નમી લાવવા માટે પુષ્કળ પાણી અને ફ્રુટ જ્યુસ પીવો જોઇએ. ફ્રુટ જ્યુસમાં વિટામિન સી હોય છે જે ત્વચા માટે બહુ સારું હોય છે. આનાથી ત્વચા સારી રહે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે.

4. તણાવમુક્ત રહો - આ દિવસોમાં શક્ય હોય તેટલું તણાવમુક્ત રહેવાની કોશિશ કરો. આ દરમિયાન આપણા શરીરમાં અનેક પ્રકારના હોર્મોનલ ચેન્જ આવતા હોય છે જેના કારણે વ્યક્તિ આપોઆપ સ્ટ્રેસમાં આવી જાય છે. માટે જો તમે પોતે પણ વધુ સ્ટ્રેસ લેશો તો તમારું શરીર તેને સાચવી નહીં શકે. આનાથી ત્વચા પ્રભાવિત થાય છે અને ખીલ થાય છે.

5. ડાયટ - એ જરૂરી છે કે તમે તમારા શરીરને એટલી શક્તિ આપો કે તે ખીલ પેદા કરતા બેક્ટેરિયા સામે લડી શકે. આના માટે તમારા ડાયટમાં લીલા શાકભાજી, ફળ, મેવા વગેરે હોવા જોઇએ. આ દરમિયાન જંક ફૂડ, ઓઇલી ભોજન અને ફેટવાળા ભોજનથી બચો. આ સમયે જો પેટ પર અસર પડી તો ખીલ થઇ જશે માટે પેટ પણ સાફ રાખો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments