Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવ ટિપ્સ ; શુ તમારી ગર્લફ્રેંડ પઝેસિવ છે ?

પઝેસિવ ગર્લફ્રેન્ડ સાથે ડીલ કરવાની 5 ટિપ્સ

Webdunia
P.R
કોઇપણ બોયફ્રેન્ડ એવું નથી ઇચ્છતો કે તેને પઝેસિવ ગર્લફ્રેન્ડ મળે. કારણ કે આવી યુવતીઓ પોતાના સંબંધને લઇને બહુ ઇન્સિક્યોર હોય છે, કોઇપણ બાબતને લઇને પોતાના બોયફ્રેન્ડ પર શંકા-કુશંકાઓ કરવા લાગે છે અને તેનો બોયફ્રેન્ડ કોઇની પણ સાથે હળે-મળે, ખાસકરીને સ્ત્રી સાથે તે તેને પસંદ નથી હોતું. શું તમારી ગર્લફ્રેન્ડ પણ આવી છે? તે પણ તમારી પર શંકાઓ કર્યા રાખે છે? તો અહીં આપવામાં આવેલી ટિપ્સ તમને તેના વર્તનને સાચવવામાં અને તેના આવા વ્યવહારને સુધારવામાં તમને મદદ કરશે.

પઝેસિવ ગર્લફ્રેન્ડ સાથે ડીલ કરવાની 5 ટિપ્સ

1. તેને સુરક્ષાનો અહેસાસ કરાવો : જે યુવતી તેની રિલેશનશિપમાં ઇન્સિક્યોર રહેતી હશે તેને કોઇપણ નાનું કારણ બ્રેકઅપ માટે પ્રેરશે. માટે તમે જો આ સમસ્યાને ટાળવા ઇચ્છતા હોવ તો તેને તમારા તરફથી સુરક્ષાનો અહેસાસ કરાવો. તેની સાથે બેસો અને આ સમસ્યાને લગતા મુદ્દાની વિગતવાર ચર્ચા કરો. તેને વિશ્વાસ કરાવો કે તમે તેની સાથે જ છો અને તેને ક્યારેય છેતરશો નહીં. તેનો આત્મવિશ્વાસ જીતીને તમે આ મુશ્કેલીમાંથી બચી શકશો.

2. તમારી ફીમેલ ફ્રેન્ડ સાથે તેની ઓળખાણ કરાવો : તમારી ગર્લફ્રેન્ડ અને અન્ય ફીમેલ ફ્રેન્ડ વચ્ચે સુમેળ સધાય તે બહુ જરૂરી છે, તમારા માટે આ ગમે તેટલું અઘરું કેમ ન હોય પણ બહુ જરૂરી છે. તેમની વચ્ચે કોઇ કેટ ફાઇટે કે જેલસ ફેક્ટર કામ કરવાનું શરૂ કરી દે તે પહેલા તમે તેમની એકબીજા સાથે મુલાકાત કરાવી દો. તેમની વચ્ચે મિત્રતા સધાય તેવા વાતાવરણનું સર્જન કરો જેથી ભવિષ્યમાં તમારી ગર્લફ્રેન્ડ અને ફીમેલ ફ્રેન્ડ્સ વચ્ચેની કોઇપણ પ્રકારની મુશ્કેલીથી તમે બચી શકશો.

3. ' SPACE' નો કોન્સેપ્ટ સમજાવો : એકબીજા સાથેનો વધારે પડતો સાથ પણ તમારા સંબંધને તોડી શકે છે. કઇ રીતે? તો જો તમે સતત એકબીજામાં ગળાડૂબ રહેવા લાગશો તો તમારા પર્સનલ ગ્રોથ, કામકાજમાં પૂરતું ધ્યાન નહીં આપી શકો. તેને સમજાવો કે તમે તેનાથી અલગ થોડા સમયની માંગ કરી રહ્યા છો તેનો એ અર્થ નથી કે તમને તે પસંદ નથી. તેને સમજાવો કે તમે તમારી જાતને થોડો સમય આપીને પણ તેને ક્વોલિટી ટાઇમ આપી શકશો, સાથે તેને પણ તેની પોતાની જાત સાથે, ફેમિલી અને ફ્રેન્ડ સાથે સમય ગાળવાની સલાહ આપો. એકવાર તે સમજી જશે કે આ ' SPACE' નું શું મહત્વ છે તો તે તમારી જરૂરિયાતનો સમજતી થઇ જશે.

4. જૂઠું ન બોલો કે ન છુપાવો : વધારે પડતું અસત્ય ગમે તે સમયે તમારા રિલેશનમાં તિરાડ પાડી શકે છે. જો તમને લાગતું હોય કે તમારું વર્તન તેને નારાજ કરશે અને પરિણામે ઝઘડો સર્જાશે, તો આવા સમયે પણ જૂઠ્ઠું બોલવાને બદલે તેને સાચું કહેવાની હિંમત કેળવો. જેમ કે, જો તમે તમારી ફીમેલ બેચમેટને મળવા કે તેની સાથે કોફી પીવા જઇ રહ્યા હોવ તો તે વિષે સાચે-સાચું કહી દો, જૂઠ્ઠું ન બોલશો. તેને જણાવો કે તમે જે યુવતી સાથે જઇ રહ્યા છો તે માત્ર મિત્ર છે. આ સત્ય કદાચ તેને ગુસ્સે કરશે પણ તમે જૂઠ્ઠું નથી બોલી રહ્યા તેવું જાણીને તેના મનમાં તમારા માટેનું રિસ્પેક્ટ વધશે, જે લાંબાગાળાનો ફાયદો કરાવશે.

5. તેની સાથે ક્વોલિટી ટાઇમ ગાળો : તમારા તરફથી આ નેચરલી થવું જોઇએ. તેની સાથે ક્લોલિટી ટાઇમ પસાર કરો, તમારા આ એટેન્શનથી તેને પોતાની નોંધ લેવાઇ રહી છે તેનો અહેસાસ થશે. તો વળી તમે તેની સાથે સમય ગાળી રહ્યા છો એટલે આપોઆપ તે ખુશ થવાની છે. આનાથી તે બિનજરૂરી રઘવાયેલી કે ચિંતાતુર નહીં રહે.

તો જો તમારી ગર્લફ્રેન્ડ પણ તમને લઇને પઝેસિવ હોય તો ઉપરની ટિપ્સ તમારી રિલેશનશિપને જાળવી રાખવામાં ચોક્કસ મદદરૂપ બનશે. તો, જે-તે પરિસ્થિતિને ટાળવાનો પ્રયાસ ન કરો પણ 'પઝેસિવ પ્રોબ્લેમ' દૂર કરી બિનજરૂરી મુસિબતોને દૂર કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments