Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા

Webdunia
ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (07:02 IST)
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨) 
 
માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨) 
 
હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા (ર) 
 
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે - ઉતારો 
 
કાલાને કુબરડાં કીધાં, વેરીનાં મન વરતી લીધાં, 
 
વામનજીનું રૂપ ધરીને, બલિ રાજા બોલાવ્યા રે - ઉતારો  
 
ધાઈને ધનવંતો કીધો, વેગે કરીને ચકવો લીધો, 
 
જલમાં નારી ભોરિંગ પરણ્યા, જયજયકાર બોલાવ્યો રે –ઉતારો  
 
ગાયને ગાવતરી કીધી, વેરીનું મન વરતી લીધું, 
 
પાતાળમાંથી નાગ નાથ્યો, જયજયકાર બોલાવ્યો રે - ઉતારો  
 
દાદૂર રૂપે દૈત્ય સંહાર્યો, ભક્ત જનોના ફેરા ટાળ્યા, 
 
હુમનદાસી ચરણમાં રાખી, નામે વૈકુંઠ પામ્યા રે - ઉતારો  
 
નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો, 
 
પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે... - ઉતારો 
 
પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો, 
 
કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે - ઉતારો 
 
કૌરવરૂપે કરણી કીધી, સઘળી પૃથ્વી જીતી લીધી, 
 
નાગ નેતરે મંથન કરીને, ચૌદ રત્નો લાવ્યા રે - ઉતારો 
 
સાતમે તો સાન કીધી, સમુદ્ર ઉપર પાળ બાંધી, 
 
ગઢ લંકાનો કોઠો ઉતાર્યો, મહાદેવ હરદેવ વાર્યા રે - ઉતારો , 
 
સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો, 
 
વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે - ઉતારો 
 
આઠમે તો આળ કીધી, સોનાગેડી કાંધ લીધી, 
 
પાતાળ જઈને નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં, 
 
નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે - ઉતારો  
 
નવમે બુદ્ધા ધ્યાન ધરીને, અજપાના જાપ જપીને, 
 
રણકામાં તો રસિયા થઈને, સોળ ભક્તોને તાર્યા રે - ઉતારો
 
દશમે તો દયા જ કીધી, નામ કલકી રૂપ ધરીને, 
 
જગત જીતી આવ્યા, એમ નરસૈયે તો ગાયા રે - ઉતારો ૧૩

સંબંધિત સમાચાર

'ફુલ ઔર કાંટે' પહેલા આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અજય દેવગન, મિથુનના બાળપણનો ભજવ્યો હતો રોલ

ગ્રીનીઝ વર્લ્ડ બુક રેકોર્ડમાં નોંધાયેલુ છે Kapil Sharma નુ નામ, શુ તમે જાણો છો તેમની સાથે જોડાયેલા 10 ઈંટ્રેસ્ટિંગ ફેક્ટ્સ

Sunil Shetty પોતાના કરિયરમાં 100 થી વધુ ફિલ્મો કરી, પરંતુ આમાંથી 33 ફિલ્મો સિનેમાઘરોમાં સુધી ન પહોચી

ગુરદાસપુરથી સની દેઓલની ટિકિટ રદ્દ, AAPના બળવાખોર રિંકુ જલંધરથી ચૂંટણી લડશે

ફેમસ અભિનેતાનું હાર્ટ એટેકથી નિધન

April Fool Day shayari- એપ્રિલ ફૂલ શાયરી "તમે બગીચાના સૌથી સુંદર ફૂલ છો"

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

April Fool jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ- ટામેટાં લાવો

ગુજરાતી જોક્સ - તું કેમ ભાગી ગયો?

આગળનો લેખ
Show comments