Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવ બાવની shiv bavani lyrics in gujarati

Webdunia
બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (18:57 IST)
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર.
       સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય.
જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન.
       હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર.
કોઈ ના પામે તારો ભેદ, વર્ણન કરતાં થાકે વેદ.
       બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય.
મંદ મતિ હું તારો બાળ, પીરસવા ચાહું રસથાળ.
       બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ, એ પણ તારું ત્રિગુણ રૂપ.
જગનું સર્જન ને સંહાર, કરતાં તુજને થાય ન વાર.
       પાપીજન કોઈ શંકા કરે, લક્ષ ચોર્યાશી કાયમ ફરે.
તારી શક્તિ કેરું માપ, જે કાઢે તે ખાયે થાપ.
       વળી અજન્મા કહાવો આપ, સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ.
વારે વારે સંશય થાય, અક્કલ સૌની અટકી જાય.
       તારી કાયા અદભુત નાથ, કોણ કરે તારો સંગાથ.
ભસ્મ શરીરે પારાવાર, અદભુત છે તારો શણગાર.
       ફણીધર ફરતા ચારે કોર, વનચર કરતાં શોરબકોર.
નંદી ઉપર થાયે સવાર, ભૂતપ્રેતનું સૈન્ય અપાર.
       બીજ ચંદ્ર છે ઠંડો ગાર, ત્રિશૂળનો જબરો ચમકાર.
શિર પર વ્હેતી ગંગાધાર, ત્રીજું લોચન શોભે ભાલ.
       સરિતા સાગરમાંહી સમાય, જગત તારામાં લીન થાય.
અસ્થિર જગ આ તો કહેવાય, તેમાં રહેતા સ્થિર સદાય.
       વાત બધી સમજણની બહાર, હૈયા કેરી થાયે હાર.
ગગન માંહે બ્રહ્મા જાય, વિષ્ણુ પાતાળે સંતાય.
       છતાં ન નીકળે શક્તિ માપ, એવી તારી અદભુત છાપ.
ત્રિભુવનને પળમાં જીતનાર, તે પણ આવે તારે દ્વાર.
       રાવણ સ્તુતિ ખૂબ કરે, મસ્તક છેદી ચરણ ધરે.
આપ કૃપાથી મળ્યું બળ, કૈલાસે અજમાવી કળ.
       અંગૂઠો દાબ્યો તત્કાળ, રાવણે પાડ્યો ચિત્કાર.
શરણે આવ્યો બાણાસુર, બળ દીધું તેને ભરપૂર.
       સાગર મથતા સુર અસુર, વિષનિરખી ભાગ્યા દૂર.
આપે કીધું તો વિષપાન, નીલકંઠનું પામ્યા માન.
       ઊભું કરે તમ સામે તૂત, પળમાં થાયે ભસ્મીભૂત.
વિશ્વ સકળનો તું છે સ્તુત્ય, ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય.
       પૃથ્વી તારો રથ કહેવાય, સૂર્ય શશી ચક્રે સોહાય.
હરિ તમારું પૂજન કરે, સહસ્ર કમળને શિર પર ધરે.
       ચઢાવતાં ખૂટ્યું છે એક, નયનકમળથી રાખી ટેક.
દીધું સુદર્શન ભાવ ધરી, સ્નેહ થકી સ્વીકારે હરિ.
       યજ્ઞ થકી જે અર્પે ભાવ, તેના સાક્ષી આપ જ થાવ.
ફૂલમદન આવ્યો વન માંહ્ય, કામબાણ મારે છે ત્યાંય.
       બાળ્યો પળમાં કરવા નાશ, શરણાગત થઈ આવ્યો પાસ.
સ્મશાન માંહે કીધો વાસ, ભૂતપ્રેત નાચે ચોપાસ.
       અગ્નિ સૂર્ય ને પવન શશી, આપ રહ્યા છે વ્યાપક વસી.
ગગનધારા વારિ તમ રૂપ, કહાવે વિશ્વ સકળના ભૂપ.
       ૐ કાર નિર્ગુણ છો આપ, સુરવર મુનિવર જપતા જાપ.
ચાર ખૂણા ને ચાર દિશ, વ્યાપક આપ વસો છો ઇશ.
       માર્કણ્ડેયને નાખ્યો પાસ, યમ તણો છોડાવ્યો પાસ.
ભોળા માટે ભોળો થાય, સંકટ સમયે કરતો સહાય.
       શરણાગતના સુધરે હાલ, સંપત આપી કરતો ન્યાલ.
ધરતી સારી કાગજ થાય, સમુદ્ર શાહી થઈ રેલાય.
       લેખન થાય બધી વનરાય, તો પણ શારદ અટકી જાય.
પાર કહો શી રીતે પમાય, રામભક્ત થઈ ગુણલા ગાય.
       પાઠ કરે તે પુનિત થાય, જન્મ-મરણનું ચક્કર જાય.
                          (દોહરો)
પાઠ કરે જે પ્રેમથી, સદાય પ્રાતઃકાળ;
       રામભક્ત તેનો જગે, થાય ન વાંકો વાળ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dev Diwali 2024: દેવ દિવાળી પર જરૂર અજમાવો આ ઉપાયો, ધનથી ભરાઈ જશે તિજોરી, ભાગ્ય પણ આપશે સાથ

Kartik Purnima 2024 - આ વર્ષે કારતક પૂર્ણિમાનો તહેવાર ક્યારે છે? જાણો શુભ મુહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Dev diwali 2024 - દેવ દિવાળી એટલે શિવ દિવાળી

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Kartik Purnima 2024: 15 નવેમ્બરે છે કારતક પૂર્ણિમા અને દેવ દિવાળી, આ દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, જીવનની તમામ સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments