Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હે માં પડવેથી પેલું માનું નોરતુ જી રે - Gujarati Garba Lyrics

Padve Thi Pelu Maa Nu Nortu Lyrics in Gujarati
, સોમવાર, 22 સપ્ટેમ્બર 2025 (17:00 IST)
હે માં પડવેથી પેલું માનું નોરતુ જી રે
માં પડવેથી પેલું માનું નોરતુ જી રે
 
માં બીજા તણા ઉપવાસ રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
માં બીજા તણા ઉપવાસ રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
 
માં ગરબે રમે ને તાળી પડે જી રે
માં ગરબે રમે ને તાળી પડે જી રે
 
જેના પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
એના પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
 
હે માં ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે
માં ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે
 
માં ચોથા તણા ઉપવાસ રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
માં ચોથા તણા ઉપવાસ રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
 
માં ગરબે રમે ને તાળી પડે જી રે
માં ગરબે રમે ને તાળી પડે જી રે
 
જેના પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
જેના પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
 
માં પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે
માં પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે
 
હે માં છઠ્ઠા તણા ઉપવાસ રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
હે માં છઠ્ઠા તણા ઉપવાસ રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
 
માં ગરબે રમે ને તાળી પડે જી રે
માં ગરબે રમે ને તાળી પડે જી રે
 
જેના પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
જેના પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
 
માં સાતમે થી સાતમું માનું નોરતુ જી રે
માં સાતમે થી સાતમું માનું નોરતુ જી રે
 
એવા આઠમાં હોમ હવન થાઈ  રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
માં આઠમાં હોમ હવન થાઈ  રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
 
માં ગરબે રમે ને તાળી પડે જી રે
માં ગરબે રમે ને તાળી પડે જી રે
 
જેના પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
જેના પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
 
માં નવમે થી નવમું માનું નોરતુ જી રે
માં નવમે થી નવમું માનું નોરતુ જી રે
 
માંદશમે જય જયકાર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
માંદશમે જય જયકાર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
 
માં ગરબે રમે ને તાળી પડે જી રે
માં ગરબે રમે ને તાળી પડે જી રે
 
જેના પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
જેના પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમો જી રે
 
માં પડવેથી પેલું માનું નોરતુ જી રે
માં પડવેથી પેલું માનું નોરતુ જી રે
માં પડવેથી પેલું માનું નોરતુ જી રે
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રી વિશેષ - નવરાત્રીના ઉપવાસમાં શુ ખાવુ શુ નહી ? જરૂર જાણી લેજો