rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરબો, આવ્યો રે રમતો રમતો - Gujarati Garba Lyrics

lyrics
, સોમવાર, 15 સપ્ટેમ્બર 2025 (17:25 IST)
ગરબો, આવ્યો રે રમતો રમતો,
મા નો ગરબો આવ્યો રે રમતો.
અલક મલકતો હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.
 
સોના કેરા દિવડા
ગરબે મેલાવું
રૂપલી જોડ તારલીયાની
ગરબે મઢાવું
રૂમઝુમતી ગાઉં માનો ગરબો… ગરબો, આવ્યો રે રમતો રમતો.
 
એક એક ગરબે દીસે
રમતી મોરી માત્ રે
તેજ ને પ્રકાશ કુંજ
માત્ મોરી વેરતી
રૂમઝુમતી ગાઉં માનો ગરબો… ગરબો, આવ્યો રે રમતો રમતો.
 
નવલાંએ નોરતાંને
ગરબે ઘૂમે રાત રે
માડી ના પગલે પગલે
કંકુવર્ણી ભાત રે
રૂમઝુમતી ગાઉં માનો ગરબો… ગરબો, આવ્યો રે રમતો રમતો.
 
અલક મલકતો હરતો ને ફરતો
આવ્યો છે આજ માનો ગરબો.
ગરબો, આવ્યો રે રમતો રમતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાચી રે મારી સત રે ભવાની મા - Gujarati Garba Lyrics