rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોના વાટકડી રે - Gujarati Garba Lyrics

Sona Vatakdi Re Lyrics in Gujarati
, શનિવાર, 13 સપ્ટેમ્બર 2025 (17:05 IST)
સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.
 
નાક પરમાણ રે નથડી સોઇં, વાલમિયા,
ટીલડીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
 
પગ પરમાણે રે કડલાં સોઇં, વાલમિયા,
કાંબિયુંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
 
કેડ પરમાણે રે ઘાઘરો સોઇં, વાલમિયા,
ઓઢણીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
 
હાથ પરમાણે રે ચૂડલા સોઇં, વાલમિયા,
ગૂજરીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
 
ડોક પરમાણે રે ઝરમર સોઇં, વાલમિયા,
તુળસીની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
 
કાન પરમાણ રે ઠોળીયાં સોઇં, વાલમિયા,
વેળિયાંની બબ્બે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jitiya Vrat 2025: જીતિયા વ્રતના નિયમો શું છે? જાણો આ વ્રત દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ