rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોલ મારી અંબે જય જય અંબે - Gujarati Garba Lyrics

Bol Mari Ambe Lyrics in Gujarati
, બુધવાર, 17 સપ્ટેમ્બર 2025 (15:48 IST)
સુખડા સવારતી દુઃખડા નિવારતી
ભવથી ઉગારતી અંબા
આભે માલકતીને મનમાં જલકતી
સૌને નિહારતી અંબા
 
આવે ગોખથી આજે ચોકમાં
ખમ્મા કરું રે મારી અંબા
 
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
 
ભુલો ભટકતો હું તો અટકતો
શરણે તારે માંડી આવું
હા તારે શરણે હું આવું
 
જે હોઈ શરત માંડી એકજ અરજ છે
વાલો મારે તારું થાવું
હા માંડી વાલો છે થાવું
 
ઉગમણે ઓરડે રેતી તું અંબા
આથમતી ક્યાંય ના તું અંબા
ચાંદા સૂરજની જ્યોતું જલાવતી
જગને ઉજાળતી અંબા
 
હે દયાળી માં હેત વાળી માં
ખમ્મા કરું મારી અંબા
 
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે
બોલ મારી અંબે જય જય અંબે 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pitru Paksha Amavasya: પિતૃપક્ષની અમાવસ્યાના દિવસે સૂર્ય ગ્રહણ, આ 4 ચમત્કારી ઉપાયોથી થશે આર્થિક લાભ