Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gori Radha Ne Kado Kaan Lyrics in Gujarati – ગોરી રાધા ને કાળો કાન લિરિક્સ

garba
, ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2025 (23:47 IST)
હૈ થનગનતો આ મોરલો
એક એની પરદેશી છે ઢેલ
ખમ્મા રે વાલમજી મારા
ખરો કરાવ્યો મેળ રે
ખરો કરાવ્યો મેળ
 
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
 
રાધા નું રૂપ છે
કાનુડાં ની પ્રીત છે
જગની રીતનું સુ કામ
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
 
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
 
પચ્છમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે
પચ્છમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે
 
રાધા નું તનડું નાચે
મનડું નાચે કાન્હા ની મુરલી
ભુલાવે જો ને સહુના ભાન
 
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
 
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગની રીત નું સુ કામ
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
 
હે….કાના…..હો…..કાના
 
રંગે ચંગે જુવાન હૈયા
રંગ જમાવે મનગમતા
ફેર ફરતા વેર ઘુમનતા
જોબનવંતા થનગનતા
ચમ ચમ કરતા તારલિયા આ
નવલી રાતે ચમકતા
ખેલ કરતા સહેલ કરતા
રાસે રમતા ખેલનતા રે જી રે
રાસે રમતા ખેલનતા રે જી રે
રાસે રમતા ખેલનતા…

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

52 Shaktipeeth : હિંગળાજ માતાનું મંદિર બલૂચિસ્તાન પાકિસ્તાન શક્તિપીઠ-16