Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જંગલી જાનવરોનો તરખાટ, શિકાર અને હૂમલાના બનાવો

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (12:54 IST)
ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જંગલી શિકારી પશુઓનો પગપેસારો હવે વધવા માંડ્યો છે. ત્યારે અનેક એવા બનાવો બન્યાં છે જેમાં ગામમાં કે ફળીમાં ઘૂસીને દિપડા કે સિહે કોઈ અબોલા જાનવરનો શિકાર કર્યો હોય અથવા તો લોકો પર હૂમલો કર્યો હોય. પ્રાપ્ત વિગતો પ્રમાણે ચીખલી તાલુકાના નોગામાં ગામના સાગરિયા ફળિયામાં રાત્રિ દરમિયાન દીપડી રસોડાની પજારીમાં ઘૂસી જઇ ત્રણ ભાઇઓ પર ઉપરા છાપરી હુમલો કરતા એકબીજાને બચાવવાના પ્રયત્નમાં કોદાળી વાગી જતા દીપડીનું મોત નીપજ્યું હતું. જ્યારે દીપડીના હુમલામાં ઇજાગ્રસ્ત ચાર પૈકી ત્રણને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દીપડીના હુમલાને પગલે ગામમાં દહેશતનો માહોલ સર્જાવા પામ્યો હતો.ચીખલી રેંજ કચેરીએ પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના નોગામા ગામે રવિવારે રાત્રે સાગરિયા ફળિયાના હળપતિવાસમાં દીપડી રસોડાની પજારીમાં ઘૂસી જઇ સંજય બાબુભાઇ હળપતિ પર હુમલો કરતા તેને માથા અને હાથ-પગના ભાગે ઇજા થઇ હતી. પોતાના પતિ પર જીવલેણ હુમલાને પગલે પત્નીએ બૂમાબૂમ કરતા સંજયને બચાવવા તેનો ભાઇ મહેશ  અને ભાવેશ હળપતિ  દોડી આવતા દીપડીએ ત્રણેય પર ઉપરા-છાપરી હુમલો કરતા આ ત્રણેય ભાઇઓ પર દીપડીએ હુમલો કર્યો હતો.આ દરમિયાન તેમના પિતા બાબુભાઇ ઇશ્વરભાઇ હળપતિએ પણ તેમના દિકરાઓને બચાવવાનો પ્રયત્ન કરતા આ સમયે તેમના હાથમાં લોખંડની કોદાળી આવી જતા દીપડીને કોદાળીથી ભગાડવાનો પ્રયત્ન કરતા તે દરમિયાન દીપડીનું સંતુલન બગડતા કોદાળી દીપડીને વાગી જતા મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બાબુભાઇ હળપતિને હાથમાં ઇજા થઇ હતી. દીપડીના હુમલામાં ઇજાગ્રસ્ત ત્રણેય ભાઇઓને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.ગીર વિસ્તારના વીરપુર ગામે મોડી રાત્રે આવી ચડેલા સાવજે વાછરડીનું મારણ કર્યું હતુ. રાતભર ગામની શેરીમાં રોકાયા બાદ વહેલી સવારે ગ્રામજનો જાગતા સાવજ નજરે ચડ્યો અને વાછરડાનું મારણ કર્યાનું જાણવા મળ્યું. ગામની શેરીમાં સાવજ જોવા મળતા થોડીવાર માટે વહેલી સવારે નાસભાગ મચી જવા પામી હતી. જો કે શેરીમાંથી વાહન પસાર થતા સિંહે દોટ મૂકી હતી અને પલાયન થઇ ગયો હતો. જ્યારે લોકો સાવજને જોવા માટે પોતાની અગાશી પર ચડી ગયા હતા

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments