Webdunia - Bharat's app for daily news and videos

Install App

લેખાનુદાનનો પટારો (1)

કૃષિ માટે 1207.42 કરોડની જોગવાઇ

વેબ દુનિયા
બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (21:34 IST)
નાણામંત્રી વજુભાઇ વાળાએ આજે રજુ કરેલ ચાર મહિના માટેના લેખાનુદાનમાં આમ જનતા સહિત ઉદ્યોગોને નિરાશ કર્યા છે આમ છતા તેમાં રહેલી ની મુખ્ય લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે.

* કૃષિ અને સહકાર ક્ષેત્રે આગામી વર્ષ 2009-10માં રૂ. 1207.42 કરોડની જોગવાઈ કરેલ છે.
* આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી અભિગમ માટે તેમજ ઊત્પાદન ખર્ચ ઘટે તેવી ખેતી પદ્ધતિના વિકાસ અર્થે રૂ. 413.60 કરોડની જોગવાઈ કરેલ છે.
* જમીન અને જળ સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ યોજનાઓ અંગેની રૂ. 249.25 કરોડની જોગવાઈ કરેલ છે.
* પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રો અપગ્રેડ કરવા રૂ. 196.69 કરોડની જોગવાઈ કરેલ છે.
* ગરીબી રેખા નીચે જીવતા ખેડૂતોને કિસાન કીટનું વિતરણ કરવા રૂ. 20 કરોડનું આયોજન કરેલ છે.
* પાક વિમા યોજના હેઠળ રૂ. 238 કરોડની જોગવાઈ કરેલ છે.
* જિલ્લા મધ્યસ્થ સહકારી બક અને રાજય સહકારી બકોને મજબુત કરવા રૂ. 8 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* પશુપાલન ખાતાની પ્રચાર-પ્રસાર અને આરોગ્ય સેવાઓ લક્ષી પ્રવૃત્તિ માટે રૂ. 9.56 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* કૃષિ બજાર વ્યવસ્થાને સુદ્રઢ કરવા રૂ. 10.65 કરોડની જોગવાઈ કરેલ છે.
* જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન મિશન હેઠળ રૂ. 951.67 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* નગરપાલિકાઓની માળખાકીય સુવિધાઓ માટે વાજપાઈ નગર વિકાસ યોજના હેઠળ રૂ. 306 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* શહેરી વિસ્તારોના ઘન કચરાના નિકાલ માટે રૂ. 1.3 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* ઈ ગ્રામ-વિશ્વ ગ્રામના અભિયાન હેઠળ રૂ. પ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ને સહાયકી માટે રૂ 50.80 કરોડ અને શેરમૂડી ફાળા માટે રૂ. 37.20 કરોડની જોગવાઈ કરેલ છે.
* શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝૂંપડ પટ્ટીમાં વિજળીકરણ માટે 1,1૦,૦૦૦ જોડાણો આપવા માટે રૂ. 42 કરોડની જોગવાઈ કરેલ છે.
* પ્રાથમિક શાળાઓને કોમ્પ્યુટરથી સજજ કરવા માટે રૂ. 25.06 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

* વિદ્યા સહાયક યોજના હેઠળ 93000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરેલ છે અને હવે આગામી વર્ષમાં વધુ 3000 વિદ્યા સહાયકોની ભરતી કરવાનું આયોજન કરેલ છે.
* સ્થળાંતરીત મજુરો માટેનું શહેર ઝૂંપડપટ્ટીઓમાં 10 મોબાઈલ આંગણવાડી કેન્દ્રો અને એક મોબાઈલ આંગણવાડી અગરીયાઓ માટે શરૂ કરવામાં આવેલ છે.

લેખાનુંદાન પટારો (2)

લેખાનુદાન પટારો (3)

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments