Festival Posters

21મી સદીનું ગુજરાત-સ્વર્ણિમ ગુજરાત

ભાજપનો 2007-12નો રાજ્યના વિકાસને લગતો ચૂંટણી ઢંઢેરો

પારૂલ ચૌધરી
શુક્રવાર, 25 જાન્યુઆરી 2008 (14:39 IST)
PRP.R

અમદાવાદ (વેબદુનિયા) નરેન્દ્ર મોદીએ તેમના એક સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ મુકીને જે મુખ્યમંત્રી પદની જવાબદારી નરેન્દ્ર મોદીને સોંપી તે તેમનું મોટુ સૌભગ્ય છે. તેઓ ગુજરાતના વિકાસ માટે બધું જ કરી છુટવા તૈયાર છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતે સારો એવો 10.7 ટકાનો વિકાસદર પ્રાપ્ત કર્યો છે. વળી કૃષિ ક્ષેત્રે પણ એટલો જ વિકાસ કર્યો છે. વહીવટ તંત્ર એટલે જનતાએ ચુંટેલા પ્રતિનિધિઓમાં મૂકેલો વિશ્વાસ... અને આ ઉત્તરદાયિત્વ પંચામૃત સિધ્ધાંતોન આધાર પર કાર્ય કરીને અમારી સરકારે નિભાવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાજપે આજે વર્ષ 2007 થી 2012 સુધીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં નીચેના વિકાસલક્ષી મુદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નાગરિક સુરક્ષા -
ભાજપે ગુજરાતને આતંકવાદ અને માફિયાઓથી મુકત કરવાનો સંકલ્પ કર્યો છે. મતબેંકની રાજનીતિથી પ્રેરાઈને સામાન્ય નાગરિકોના હિતના ભોગે અમે ક્યારેય પણ સમાધાન નથી કર્યું.

કુશળ વહીવટ -
જડ તંત્રને કડકાઈથી ગતિશીલ બનાવ્યું છે. ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે. વહીવટ પારદર્શક બનવ્યો છે. લોકહિતને ધ્યાનમાં રાખી વર્ષો જુની ઓક્ટ્રોય પધ્ધતિ આબુદ કરી છે. સાર્વજનિક કાર્ય નએ નિર્માણમાં હંમેશા શ્રેષ્ઠત્તમ આગ્રહ રાખ્યો છે.

અનોખી યોજનાઓ -
રાજ્યની વ્યવસ્થા માટે જનતા પોતાની કમાણીનો પરસેવો ચુકવે છે. તેથી તેઓએ રાજ્યનું વહીવટી તંત્રએ રીતે ગોઠવ્યું છે કે જેનાથી દરેક નાગરીકની જરૂરીયાત સંતોષી શકાય. જેમકે સાંજની અદાલત, સગર્ભા માતાઓની સંભાળ માટે ચિરંજીવી યોજના, ગુજરાતના 18000 ગામડાઓને વીજળીની સુવિધા અને નર્મદ વોટર ગ્રીડ જેવી યોજનાઓ દ્વારા સરકારે જનતાની સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નો કર્યા છે. સામાજીક ક્ષેત્રના વિકાસ માટે મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે.

અસરકારક વહીવટ -
નબળા અને જરૂરતમંદ લોકોની જરૂરીયાતોને પુરી કરવા માટે સરકાર વિશેષ પ્રયત્નશીલ રહી છે. ભુકંપ પછી પુનર્નિમાણની પ્રક્રિયા હાથ ધરાઈ તે દેશની અંદર ઉદાહરણરૂપ નમુનો છે. ગયા વર્ષથી શહેરી ગરીબી સમૃધ્ધ યોજના, વનબધું વિકાસ યોજના અને સાગરખેડુ કલ્યાણ યોજનાનો પ્રારંભ કર્યો છે.

લોકભાગીદારી દ્વારા વિકાસ -
બીજા રાજ્યો જ્યાં નિષ્ફળ ગયાં ત્યાં ગુજરાતે સફળતા મેળવી છે.દર વર્ષે કૃષિ મહોત્સવને કારણે કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. ચેક ડેમથી ખેડુતોને ઘણી મદદ મળી છે. કન્યા કેળવણી દ્વારા સમાજ અને નારી શક્તિને ઉજાગર કરી છે. બેટી બચાવો અભિયાન દ્વારા સ્ત્રીભૃણ હત્યા સામે પડકાર ફેંક્યો છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારા વહીવટી આદર્શો અને અભિગમને કારણે ગુજરાતના નાગરિકો સુખ અને સમૃધ્ધિના ફળ પામી રહ્યાં છે. ગુજરાતના વિકાસના સંકલ્પને મૂર્તિમંત કરવા પંચામૃત શક્તિનો સમન્વય કર્યો છે.

જન શક્તિ...
જળ શક્તિ...
ઉર્જા શક્તિ...
જ્ઞાન શક્તિ...
રક્ષા શક્તિ...

PRP.R

ભાજપનો સંકલ્પ 2010 ની અંદર ગુજરાતમાં સુવર્ણ જ્યંતિના અવસરે ગુજરાતના નંબર 1 અને શ્રેષ્ઠ રાજ્યના સ્વપ્નને સાકાર કરવા માટે વચનબધ્ધ અને સંકલ્પબધ્ધ છે. ગુજરતાને ગૌરવશાળી રાજ્ય બનાવવા માટે તેમનો સંકલ્પ છે...
આ અહીં રજુ કરવામાં આવ્યા છે ઘોષણા પત્રકના ટૂકા મુદાઓ...
* સમૃધ્ધ, સુરક્ષીત અને સલામત ગુજરાત...
* ગુજરાત 12 તકા વિકાસકદર હાંસલ કરશે..
* ગુજરાતનું ઘરેલું ઉત્પાદન બમણું કરીને માથાદીઠ આવક 80,000 થશે...
* પારદર્શક અને પ્રામાણિક રાજ્ય વ્યવસ્થા...
* ગરીબી મુક્ત ગુજરાત...
* તમામ ઘર વિહોણા કુટુંબોને ઘર...
* પ્રાથમિક શિક્ષણમાં 100 ટકા નોંધણી અને શૂન્ય ડ્રોપ આઉટ...
* તમામ ઘરની અંદર નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી...
* ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબો માટે સર્વગ્રાહી આરોગ્ય વીમા કવચ
* તમામ ગામોને બારમાસી કાયમી રસ્તા...
* સ્વસ્થ, સ્વચ્છ અને નિર્મળ ગુજરાત..
* યુવાશક્તિનો વિકસશીલ ઉપયોગ, રીવોલ્વીંગ ફંડની રચના...
* બાળકો અને વડીલોની વિશેષ કાળજી...
* વંચિતોના વિકાસ માટે ખાસ યોજનાઓ...
* ઉદ્યોગ, વાણીજ્ય અને માળખાકીય ક્ષેત્રે વૈશ્વિક સ્તર...
* સ્થાપિત વીજશક્તિમાં બે ગણો વધારો કરી 20,000 મે.વો.કરાશે...
* ગુજરાતના દરેક ઘરને વીજ જોડાણ...
* નાણાંકીય અને તકનીકી સેવાઓમાં શ્રેષ્ઠતા...
* સિંચાઈ ક્ષમતામાં દોઢ ગણો વધારો તેમજ ખેડુતોને સિંચાઈના પાણીના દરોમાં રાહત...
* ખેતી ઉત્પાદનમાં હરણફાળ...
* મહિલા સશક્તિકરણ...
* સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોનું કલ્યાણ...
* શૈક્ષણિક સર્વ વ્યાપકતા અને આંતરરાષ્ટ્રીય સ્તર...
* વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિશ્વસ્તરે ગ્લોબલ ગુજરાત કેન્દ્ર સ્થાને બનશે...

IND U19 vs SL U19 semifinal : શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોચ્યુ ભારત, પાકિસ્તાન સાથે થશે સામનો

ગુજરાતમાં આજે જાહેર થઈ SIR ની ડ્રાફ્ટ વોટર લિસ્ટ, ચેક કરી લેજો તમારુ નામ છે કે નહી

ક્યા છે Divorce Temple ? જ્યા થાય છે પતિ-પત્નીના સંબંધોનો નિર્ણય ! 700 વર્ષ જૂનો છે ઈતિહાસ

યૂપીના જાણીતા ઢાબામા દહીંની સાથે પીરસવામાં આવ્યો મરેલો ઉંદર, વીડિયો વાયરલ, સરકારે લીધી એક્શન

એશિયા કપના ફાઈનલમાં થઈ જશે ટીમ ઈંડિયાની સીધી એંટ્રી, હાથ રગડતા રહી જશે પાકિસ્તાન

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Show comments