Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીના પડછાયામાં ઢંકાયા ભાજપના નેતાઓ

ધર્મેન્દ્ર વ્યાસ
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (21:01 IST)
P.R
અમદાવાદ(વેબદુનિયા) ગુજરાત ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના પ્રચારમાં વાજપેયી-અડવાણી અને રાજનાથસિંઘ જેવા રાષ્ટ્રીય નેતા ભાગ્યે જ નજરે પડે છે અને "મોદ ી' સૌથી ગરમાગરમ આઈટમ છે.

ગુજરાતના છાપામાં હવે ભાજપે સીધા મોદીને જ લોકોના દિલ સાથે જોડતી એડ આપી છે. તેમાં ક્યાંય વાજપેયી - અડવાણી રાજનાથ નજરે ચડતા ન હતા પણ બીજા જ દિવસે આવેલી એડમાં પુરુષોતમ રૂપાલા અને રાજનાથ આવી ગયા જો કે ગુજરાતની ચૂંટણીમાં સોનીયા ગાંધી - રાહુલ ગાધી કે પ્રિયંકાએ વધુ પ્રવાસ કર્યા નથી. સોનીયા એક સૌરાષ્ટ્રમાં અને એક કચ્છમાં એમ બે સભા સંબોધી ગયા તે સામે મોદીએ સૌરાષ્ટ્રની ભાજપ માટે મુશ્કેલ ગણાતી બેઠકો પર ભાર મૂકીને પ્રચાર કર્યા છે અને હજુ સોમવારે સાંજ સુધીમાં ઘણા સ્થળો પર પહોચવાનો ઈરાદો ધરાવે છે.

ભૂજમાં પ્રથમ વખત મતદાનનો અધિકાર મેળવનાર એક યુવા મતદાર છબીલભાઈ શાહે કહ્યું કે યુવા વયે જ મોદીએ સન્યાસ લઈ લીધો હતો અને ઘરે ઘરે ફરીને ભિક્ષા માગી અને તેથી સામાન્ય માણસ વિશે તે વિચારી શકે છે. જો કે બધાને માટે મોદી નંબર - વન નથી ખાસ કરીને વિહિપ - સંઘના તેના સાથીઓ ભાજપ પ્રચારમાં સક્રિય નથી. જો કે મોદીને સ્વામીનારાયણ સંતો અને આશારામ- મ ોરારીબાપુ જેવા પ્રભાવ પાડી શકતા સંતોનો સાથ છે.

કદાચ એવું પ્રથમ વખત બની ગયું છે કે ભાજપમાં સામુહિક નેતૃત્વના સ્થાને એક જ વ્યક્તિ છે કે જેની લોકપ્રિયતા આટલી ઉંચે ગઈ છે. ભાજપના કોઈ નેતા - મુખ્યમંત્રી લોકપ્રિયતામાં મોદીની નજીક નથી. આ 1971માં જે ઈન્દીરા કરીશ્મા હતો તેવી સ્થિતિ છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments