Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ ઓછું મતદાન ભાજપ પર અસર

87માંથી 45 ભાજપને, 30 કોંગ્રેસને, અન્યને 12 બેઠકો મળી શકે

એજન્સી
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (21:58 IST)
W.DW.D

અમદાવાદ(વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 87 બેઠકો ઉપર થયેલું ઓછું મતદાન સીધું ભાજપ પર અસર થવાની સંભાવના છે. એ રીતે જૉતાં 87માંથી ભાજપને 45 અને કોંગ્રેસને 30 બેઠકો મળે શકે છે. જયારે અન્ય પક્ષોને 12 બેઠકો મળવાની ગણતરી છે. કચ્છની કુલ 6 પૈકીની ત્રણ-ત્રણ બેઠકો ભાજપ-કોંગ્રેસને બરાબર ફાળે જશે.

જયારે સૌરાષ્ટ્રની કુલ 52 પૈકીની 25 કોંગ્રેસને અને 25 ભાજપને બેઠક મળે એમ છે. જયારે એનસીપીને બે બેઠક મળવાની ગણતરી છે. નર્મદા અને ભરૂચ જિલ્લાની કુલ 7 પૈકીની બે બેઠક જનતાદળને અને 4 બેઠક ભાજપને તેમજ એક બેઠક કોંગ્રેસને મળવાની સંભાવના જણાય છે. દક્ષિણ ગુજરાતની કુલ 22 પૈકીની 12બેઠકો કોંગ્રેસને અને 10 બેઠકો ભાજપને મળવાની ગણતરી મંડાઇ રહી છે. આમ જંગ કસોકસભર્યો છે.

ભાવનગર શહેર જિલ્લાની નવ બેઠકો પર કુલ મતદાન 57.77 ટકા થતાં ગત ચૂંટણીની તુલનામાં ભાવનગર જિલ્લામાં મતદાનમાં 2.33 ટકાનો વધારો થયો છે. 2002માં 55.44 ટકા મતદાન થયું હતું. જિલ્લામાં 9 પૈકી 6 બેઠકો ભાજપને મળશે અને 3 બેઠકો કોંગ્રેસ મેળવશે તેવું પ્રથમદર્શી તારણ કાઢયું છે. જિલ્લાની નવ બેઠકમાં શહેરની બન્નો બેઠકો પર આ વખતે પણ કેસરીયો લહેરાશે તેવું અનુમાન છે. રાજય પશુપાલનમંત્રી પરષોત્તમભાઈ સોલંકીના મતક્ષેત્ર ઘોઘામાં 58.87 ટકા મતદાન થયું છે.

તળાજામાં ભાજપના ભાવનાબેન મકવાણા તેના જ કોળી સમાજના કોંગ્રેસના ઉમેદવાર ઝવેરભાઈ ભાલિયાને ભારે પડશે તેવી ગણતરી મતદાન બાદ માંડવામાં આવી છે. તળાજાનાં 49.02 ટકાજેવું મતદાન થયું છે. મહુવામાં ભાજપના ડો.કનુભાઈ કળસરિયા એનસીપીના અમિત મહેતા સામે વિજયી થશે તેવા સંજૉગો છે.
PTIPTI

રાજકોટ જિલ્લામાં આશ્ચર્યજનક રીતે કુલ 11 બેઠકોમાંથી 7 બેઠકો પર મતદાન ગત વખત કરતા ઘટયું હતું. જે બેઠકો પર મતદાન ઘટયું હતું તેમાંય પાંચ બેઠકો ગત વખતે ૨૦૦૨માં ભાજપને અને બે બેઠકો કોંગ્રેસને ફાળે ગઇ હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી જસદણની બેઠક પર 12.35 ટકા જેટલું મતદાન ઓછું થયું હતું. રાજકોટ જિલ્લામાં 11માંથી ગત 9 બેઠકો ભાજપને મળી હતી અને ફકત 2 બેઠકો કોંગ્રેસને ફાળે ગઇ હતી. મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ-૧, રાજકોટ-૨, રાજકોટ-૩, ગોંડલ, જેતપુર તથા ઉપલેટાની બેઠકો ભાજપને ફાળે ગઇ હતી. જે પૈકી ટંકારા, વાંકાનેર, રાજકોટ-૩, જેતપુર તથા ઉપલેટામાં મતદાન ઘટયું હતું.

ટંકારામાં ગત વખત કરતાં 3.18 ટકા, વાંકાનેરમાં 9.5 ટકા, રાજકોટ-૩માં 2.38 ટકા, જેતપુરમાં .50 ટકા તથા ઉપલેટામાં 4.15 ટકા મતદાન ઓછું નોંધાયું હતું. જયારે ગત બન્ને જસદણ અને ધોરાજીની બેઠક કોંગ્રેસને મળી હતી. આ બન્ને બેઠકો પર મતદાન ઘટવા પામ્યું હતું. જેમાં જસદણમાં આશ્ચર્યજનક રીતે ગત વખત કરતા આ વખતે 12.35 ટકાનો મતદાનમાં ઘટાડો નોંધાયો હતો.

ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો પર 64.34 ટકા અને નર્મદા જિલ્લાની બે બેઠકોમાં 69.62 ટકા મતદાન નોંધાતા ભારે અસમંજસની સ્થિતિ જૉવા મળી રહી છે. ભરૂચમાં ગત ચૂંટણાના 70 ટકા મતદાન સામે આ વખતે પાંચ ટકા ઓછું મતદાન થયું છે.

૨૦૦૨ની ચૂંટણીમાં દક્ષિણમાં ગુજરાતમાં મોહન ડેલકરની ભારતીય નવશકિત પાર્ટીએ કાઠું કાઢયું હતું. આદિવાસી બેલ્ટમાં તે 2002 ની સારી પકડ હોવાથી કોંગ્રેસના સંખ્યાબંધ વોટ તેણે તોડયા હતા. અનેક બેઠકો પર આ પાર્ટી ત્રીજા ક્રમે રહી હતી. પરિણામે સુરત જિલ્લાની બેઠકોનાં પરિણામો ફેરવાયાં હતાં.

આ વખતે કોંગ્રેસે પહેલેથી જ નવશકિત પાર્ટી સાથે સમજૂતી કરીને તેના ઉમેદવારો ઊભા રહેવા દીધા નહીં હોવાથી કોંગ્રેસને તેનો સીધો ફાયદો થશે. પરિણામે નિઝર, માંગરોલ, સોનગઢ, વ્યારા, મહુવા, કામરેજ, બારડોલી વગેરે બેઠકો ઉપર કોંગ્રેસની જીતની સંભાવના વધી છે. 2002માં નવશકિત પાર્ટીએ 10થી 21 ટકા વોટ તોડયા હતા.

જે તમામ કોંગ્રેસના હતા. નવસારીની બેઠક પર 3000 વોટથી ભાજપના મંગુભાઈ જીત્યા હતા. આ વખતે મતદાન ત્રણ ટકા વઘ્યું છે. તેનો ફાયદો કોંગ્રેસને મળવાની ગણતરી છે. 2002માં 10 ટકા વોટ નવશકિત પાર્ટીએ મેળવ્યા હતા. જિલ્લાની મહુવાની બેઠક ત્રીજા પરિબળને લીધે કોંગ્રેસને મળવાની ગણતરી છે.

કોંગ્રેસે બેઠકોની કરેલી સમજૂતીમાં એનસીપીને ફાળવેલી ચાર પૈકીની ઉપલેટા અને ગોંડલની બેઠકો પર તેના ઉમેદવારો જીતે તેવી શકયતા સર્જા છે. નર્મદા જિલ્લાની ડેડિયાપાડા અને ભરૂચ જિલ્લાની ઝઘડિયાની બેઠક જનતાદળના ઉમેદવારો જીતે એમ છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments