Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali Trip Plan- દિવાળી વેકેશનમાં ગુજરાતની આ 6 બેસ્ટ જગ્યાઓ

Webdunia
મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (13:25 IST)
Gujarat Pcnic spot -ગુજરાતમાં દિવાળી તહેવાર એટલે કે મિની વેકેશના આ દરમિયાન લોકો ફરવા માટે સ્થાન શોધતા રહે છે અમને ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કારમાં સરળતાથી પહોંચી શકો છો. 
 
 
Polo Forest- ગુજરાતનુ મીની કાશમીર- સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે, પોલો ફોરેસ્ટમાં રાજ્યભરમાંથી લોકો નિહાળવા આવે છે. પ્રથમા વરસાદ પડતા જ પોળો ફોરેસ્ટમાં ચારે બાજુ નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.
 
1. પોલો ફોરેસ્ટ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 160 કિમીના અંતરે છે.આ જંગલની વચ્ચેથી હરણાવ નદી વહેતી હોય મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે. અહી તમે બારેય મહિના આવી શકો છો. તો એક દિવસીય પીકનીક પણ મળી શકો છો.
 
2. નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. 
 
3. મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. અહીંની પર્વતોની સુંદરતા જોવાલાયક છે. અહી સુંદર જૈન મંદિરો આવેલા છે. 
 
4.  સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ભેટ આપી. આજે સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે. 
 
5. સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. તેથી વર્તમાનમાં સરકારે પણ આ હિલસ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે.
 
6. દેવભૂમિ દ્વારકા સુંદર શિવરાજપુર બીચ Shivrajpur Beach ને બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. કુદરતના અદભૂત સૌંદર્યનો નજારો જોવા શિવરાજપુર બીચ ખાતે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે. અહીંની સુંદરતા જોઈને જ આંખો ચાર થઈ જાય છે, બ્લુ કલરનું એકદમ સ્વચ્છ પાણી ધરાવતો શાંત દરિયા કિનારો પ્રવાસીઓ જાણે વિદેશમાં ફરતા હોય તેવી અનુભૂતિ કરાવે છે.
 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments