Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત દર્શન : ટેકરીઓના પેટાળમાં વસેલુ શહેર ઈડર

Webdunia
અમદાવાદથી લગભગ ૮૦ કિ.મી,સંસ્થાન ના મધ્યભાગમાં,ચારે તરફ અરવલ્લી પર્વત ની ઊંચી ટેકરીઓ ના પેટાળમાં પ્રાચીન શહેર ઈડર વસેલુ છે, પુરાણો માં મળી આવતા ઉલ્લેખો મુજબ અહી ઈલ્વન અને વાતાયી નામના બે અસુરો એ ત્રાસ વર્તાવ્યો હતો જેથી અગત્સ્થ ઋષીએ શાપ આપી બંને અસુરોનો નાશ કર્યો હતો. આ સમય દરમ્યાન આ ભૂમિ "ઈલ્વભૂમિ" તરીકે જાણીતી થઈ. .ત્યાર પછી અલગ અલગ રાજા ઓના રાજ્યકાળ દરમ્યાન અહીના ડુંગરો, ટેકરીઓ જે રાજ્યશાસન માટે કિલ્લા સમાન છે તેથી કદાચ આ પ્રદેશ પહેલા ઈલદુર્ગ નામથી જાણીતો બન્યો અને પછી ધીરે ધીરે ઈલદુર્ગ શબ્દ નું ટુંકા સ્વરૂપે આજે ઈડર નામથી જાણીતુ છે.

આજે તે રાજા રજવાડાઓ તો નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે, જે આજે વર્ષો જુની હોવા છતાં પણ તેમની તેમ છે અને ખુબ જ સુંદર લાગે છે. તેમનો ઇતિહાસ ખૂબ જ સુંદર છે.

ઇડરનો ઇતિહાસ -


વર્ષો પહેલાં આ પ્રદેશ માં વેણીવરછરાજ નામનો રાજા રાજ્ય કરતો હતો.જેનો જન્મ ઈડર ના ડુંગરો માં થયેલો હતો.આજે પણ ઈડરના ગઢ પર વેણીવરછરાજ કુંડ છે. વેણીવરછરાજ ની માતા હિમાલય ના ગઠવાલા તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી.જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લાવ્યોં જ્યાં ઉચિત સમયે વેણીવરછરાજ નો જન્મ થયો.વેણીવરછરાજે કેટલાક વર્ષ અહી રાજ કર્યુ એક દંતકથા પ્રમાણે વેણીવરછરાજ ના વિવાહ એક નાગ કન્યા સાથે થયા હતા.

ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં આવેલું ઇડર એક નાનકડું શહેર છે. આ શહેર 20 કિલોમીટરના એરીયામાં ફેલાયેલું છે. જે રાજસ્થાનની અને સાબરકાંઠાની સરહદે આવેલું છે. આ શહેર ખાસ કરીને રમકડા બનાવવા માટે જાણીતું છે અને તેના મંદિરો માટે પણ. ઇડરની અંદર રમકડાના બજારને ખરાડી બજાર કહેવામાં આવે છે. ઇડરની બહારની બાજુ રાણી તળાવ આવેલું છે. એમ કહેવાય છે કે, આ તળાવમાં રાજા રજવાડાના સમયમાં રાણીઓ સ્નાન કરવા માટે આવતી હતી. તેની બાજુમાં જૈનોનું એક ખુબ જ સુંદ

જે એવું દ્રશ્યમાન થાય છે કે જાણે કોઇ તળાવની વચ્ચે કોઇ મંદિર બનાવેલું હોય. તેનું સૌદર્ય સાંજના સમયે ખુબ જ અલૌકિક લાગે છે.

આ શહેર અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલ છે. તેથી આખા શહેરની આજુબાજું પથ્થરના ડુંગરો આવેલા છે અને તેની પર એક ડુંગર તો ખુબ જ પ્રખ્યાત છે જેનું નામ છે - ઇડરીયો ગઢ.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments