Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છમાં રણોત્‍સવ-08નો ત્રણ દિવસનો ઉત્સવ

44 કલાવૃંદોના 1500 કલાકારોનો કસબ રણની મરૂભૂમિનો કાયાકલ્‍પ પ્રવાસન-મુખ્‍યમંત્રીશ્રી

Webdunia
PRP.R

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના પ્રવાસન વૈભવની અનોખી વિરાસત એવા રણોત્‍સવ-2008ના ત્રણ દિવસના પર્યટન કાર્યક્રમોનો શાનદાર પ્રારંભ આજે ભુજમાં કચ્છ -કાર્નિવલના ઉદ્‌ઘાટન સાથે કર્યો હતો. વિવિધ દેશોના રાજદુતો અને દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓની ઉપસ્‍થિતિમાં રણ ઉત્‍સવના પ્રથમ દિવસની પૂર્વ સંધ્‍યાએ ભુજમાં હમીરસર તળાવના પરિસરમાં ગુજરાત અને કચ્છની લોક સાંસ્‍કૃતિના વૈભવસર ગીત-સંગીત અને નૃત્‍ય કરતાં 44 જેટલા લોક કલાવૃંદો 1500 કલાકારોએ કચ્છ-કાર્નિવલમાં પોતાના કલા સંસ્‍કારનો કસબ રજુ કર્યો હતો.

કચ્છની મરૂ ભૂમિનો કાયાકલ્‍પ પ્રવાસન ઉદ્યોગથી કરસવાની નેમ આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યકત કરી હતી. રણ ઉત્‍સવ-08 આ વર્ષે આતર રાષ્ટ્રીય પ્રવાસીઓ દ્વારા મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ્રો આનંદ‌-વ્‍યકત કરતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતુ કે, પ્રવાસનનું અપાર વૈવિધ્‍ય ધરાવતુ ગુજરાતે હવે વિશ્ચના પર્યટન-પ્રેમીઓ માટે ધ્‍યાન આકર્ષીત કર્યુ છે. પ્રવાસન 2008ની ઉજવણી દ્વારા રાજયમાં પ્રવાસીઓની સંખ્‍યા 30 ટકા વધારો થયો છે. અને પ્રવાસન ઉદ્યોગ તથા પ્રવાસન ક્ષેત્રે રોજગારીના અનેક અવસરો વિકસાવવા પ્રવાસન ઉદ્યોગોનો નવો આયામ "ઈવેન્‍ટ બેઈઝ ટુરિઝમ" થકી અપનાવ્‍યો છે.
PRP.R

નવરાત્રી મહોત્‍સવ અને ઉતરાયણ પતંગોત્‍સવ ઉત્‍સવની સફળતાના પગલે કચ્છમાં રણોત્‍સવ અને કચ્છ-કાર્નિવલના નવતર આયામોએ ગુજરાતને વિશ્ચ ભરના પ્રવાસન પ્રેમીઓ સમક્ષ મુકયું છે તેનો ઉલ્લેખ કરી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, કચ્છમાં રણ, દરીયો અને ડુંગરના પ્રાકૃતિક સૌર્દ્યની તોલે વિશ્ચનું કોઈ પ્રવાસન સ્‍થળ નથી. એટલું જ નહીં ભુકંપના વિનાશ પછી કચ્છનું પુનરૂસ્‍થાન વિશ્ચ માટે અજાયબી છે. ઔદ્યોગિક અને માળખાકીય વિકાસની આધુનિક વિકાસ યાત્રાની સાથે કચ્છ-સમગ્ર વિશ્ચને પૃથ્‍વીની ઉત્‍પત્તિથી સુસંગત માનવ સમાજના ધોળાવીરાના પ્રાચીન વારસા અને ખડીરમાં સદીઓ પુરાણા વૃક્ષના અવશેષોની વિરાસતથી આકર્ષી રહ્યું છે.

ત્રણ દિવસના રણોત્‍સવમાં ભાગ લેવા ગઇકાલના બુધવાર બપોરે ભુજ આવેલા મુખ્‍યમંત્રીશ્રીએ સૌ પ્રથમ કચ્છના રણકાંઠે અનાયાસે આવેલી 100 ટનથી વધુ કદ્રી વ્‍હેલ માછલીના પ્રોસેસ કરેલા અવશેષ-કંકાલનું ભુજના હિલગાર્ડનમાં નિરીક્ષણ કર્યુ હતું. ત્‍યાર બાદ ભુકંપગ્રસ્‍ત એવા કચ્છના પ્રાચીન કચ્છના મ્‍યુઝીમનને નવસર્જિત કરીને રૂ. 1.50 કરોડના ખર્ચે સુઆયોજીત ધોરણે જનતાની સેવામાં પુનઃ લોકાર્પણ કરવામાં આવ્‍યુ હતું.

ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ કલાકસબીઓ દ્વારા હસ્‍તકલાકારીગરીની ચીજ વસ્‍તુઓ માટેના બજાર કેન્‍દ્ર ભુજ અર્બન હાટને ખુલ્લો મુકયો હતો. રૂ.2.156 કરોડના ખર્ચે કચ્છની પરંપરાગ હસ્‍તકલાના વેચાણ માટે 58 હેન્‍ડીક્રાફટ સ્‍ટોલ બનાવવામાં આવ્‍યા છે. પ્રવાસન અને આરોગ્‍ય મંત્રીશ્રી જયનારાયણ વ્‍યાસે મુખ્‍યમંત્રીશ્રીને હાર્દિક આવકાર આપ્‍યો હતો.

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments