Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની સભામાં ખુરશીઓ ખાલી રહેતાં રૂપાલા અને માંડવિયાએ BJPના આયોજકોનો ઉધડો લીધો

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2022 (12:04 IST)
અમદાવાદ પૂવના મીની સૌરાષ્ટ્ર ગણાતા વિસ્તારમાં એક સમયે સૌરાષ્ટ્રના નેતાઓનો દબદબો હતો. પરંતુ, આ ચૂંટણીમાં મોટા ગજાના નેતાઓની સભામાં સ્થાનિક લોકોની પાંખી હાજરીને કારણે ભાજપની ચિંતા વધી છે. મંગળવારે સાંજે કેન્દ્રીય મંત્રી પુરૂષાતમ રૂપાલા અને મનસુખ માંડવિયાની જાહેરસભામાં અડધાથી વધારેની ખુરશીઓ ખાલી રહેતા બંને નેતાઓએ ભાજપના સ્થાનિક આગેવાનોેનો ઉધડો લીધો હતો.  સાથેસાથે ભાજપના પ્રચાર વિભાગને આ બાબતે જાણ પણ કરી હતી.

ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરવાની સાથે સાંજે વિધાનસભાના વિવિધ વોર્ડમાં સભાઓ પણ યોજી રહ્યા છે. મંગળવારે ઠક્કરનગર વિધાનસભાના કૃષ્ણનગર વોર્ડમાં પુરૂષોતમ રૂપાલાની જાહેરસભા હતી.જે સભાનો વિડીયો ગણતરીના કલાકોમાં જ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ સભામાં અડધા ઉપરની ખુરશી ખાલી હતી અને રૂપાલા સંબોધન કરી રહ્યા હતા. જોે કે નિયત સમય કરતા ઝડપથી તેમણે સંબોધન પૂર્ણ કરી દીધું હતું.  મંગળવારે સાંજના સમયે રસપાન પાર્ટી પ્લોટમાં  નિકોલ વિધાનસભા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની સભા હતી. જે સભામાં પુરૂષોતમ રૂપાલાની સભા કરતા ઓછી હાજરી હતી અને સ્થિતિ એવી આવી ગઇ કે મોટાભાગની ખુરશીઓની હટાવી લેવી પડી હતી કારણ કે ભરેલી કરતા ખાલી ખુરશી વધારે જોવા મળતી હતી.આ બંને સભાઓ બાદ બંને નેતાઓએ ભાજપના સ્થાનિક આગેવાનો અને આયોજકોનો બરાબરનો ઉધડો લેતા ત્યાં સુધી કહી દીધુ હતું કે અમારા કરતા કોઇ સ્થાનિક નેતાને લાવીને સભા કરી હોત તો સારૂ હતો.. એક સ્ટાર પ્રચારકની સભામાં જો બે હજાર કરતા ઓછી જનમેદની આવે તો તે સારા સંકેત ન કહી શકાય. સાથે સાથે અમદાવાદ પૂર્વમાં બનતી રાજકીય ઘટનાઓની અસર સૌરાષ્ટ્રમાં પણ થતી હોય છે.  તો આ બાબતે ભાજપની પ્રચાર સમિતીને પણ વાકેફ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments