Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Exit Polls LIVE: ગુજરાતમાં ભાજપાને ભારે બહુમત, જાણો કોંગ્રેસ અને AAP ના હાલ

Webdunia
સોમવાર, 5 ડિસેમ્બર 2022 (18:47 IST)
ગુજરાતમાં કોની સરકાર બનશે. શું ભારતીય જનતા પાર્ટી (BJP)ને ફરીથી લોકોનો સંપૂર્ણ સમર્થન મળશે કે કોંગ્રેસ ગત વિધાનસભા કરતાં વધુ સારું પ્રદર્શન કરશે?બીજી તરફ પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટી (AAP)ને કેટલી અસર થશે?   ગુજરાત વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન સાંજે 5 વાગ્યે પૂર્ણ થયું હતું. ટુંક સમયમાં કેટલીક એજન્સીઓ તેમના એક્ઝિટ પોલ જાહેર કરશે, જ્યાં આ તમામ પ્રશ્નોના જવાબો મળી જશે.
 
Gujarat Exit Polls Result:  ભાજપાને પૂર્ણ બહુમત 
 
ન્યૂઝ એક્સ અને જન કી બાતના એક્ઝિટ પોલમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 117થી 140 બેઠકો, કોંગ્રેસને 34-51 બેઠકો, AAPને 6થી 13 બેઠકો, જ્યારે અન્યને 1થી 2 બેઠકો મળવાની ધારણા છે.

 
Gujarat Exit Polls Result: જાણો કોંગ્રેસ અને આપને કેટલી સીટો મળવાનુ અનુમાન છે 
ટીવી 9 ભારત વર્ષના એક્ઝિટ પોલમાં ગુજરાત ચૂંટણીમાં ભાજપાને 125-130 સીટો મળવાનુ અનુમાન લગાવ્યુ છે. બીજી બાજુ કોંગ્રેસને 40થી 50 અને આપને ફક્ત 3-5 સીટ મળવાનુ અનુમાન લગાવ્યુ છે. 

રિપબ્લિક ગુજરાત એક્ઝિટ પોલ્સ: ભાજપને 128 થી 148 સીટો મળવાની ધારણા છે
રિપબ્લિક ન્યૂઝના એક્ઝિટ પોલમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં પરત ફરવાની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 128થી 148 બેઠકો, કોંગ્રેસને 30-42 બેઠકો, AAPને 2થી 10 બેઠકો, જ્યારે અન્યને 0થી 3 બેઠકો મળવાની ધારણા છે.
 
 
Gujarat Exit Polls Result: કોંગ્રેસ લાંબા સમયથી ગુજરાતમાં જીતની રાહ જોઈ રહી છે.
 
ગુજરાતમાં 1962, 1967 અને 1972માં કોંગ્રેસે પ્રથમ ત્રણ વિધાનસભા ચૂંટણી જીતી હતી. 1975માં કટોકટી લાદવામાં આવ્યા બાદ લડવામાં આવેલી ચૂંટણીઓમાં, મોરારજી દેસાઈની આગેવાની હેઠળના પક્ષોના ગઠબંધન, જનસંઘ અને બળવાખોર કોંગ્રેસના નેતા ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળની કિસાન મઝદૂર પાર્ટી દ્વારા તેનો પરાજય થયો હતો. ત્યારબાદ 1980 અને 1985ની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. 1990ની ચૂંટણીમાં જનતા દળ અને ભાજપ મજબૂત તાકાત તરીકે ઉભરી આવ્યા હતા. 1995 પછી યોજાયેલી તમામ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે.
 
બીજી બાજુ , ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં, સોમવારે 93 બેઠકો માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં લગભગ 58.68 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 832 અન્ય ઉમેદવારો અને 285 અપક્ષ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરવામાં આવશે. સાંજે મતદાન સમાપ્ત થયા પછી તરત જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થશે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ એ પ્રારંભિક મતદારોમાં સામેલ હતા જેમણે અમદાવાદના વિવિધ બૂથ પર તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments