Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીજા તબક્કાના મતદાન માટે 1,13,325 અધીકારીઓ-કર્મચારીઓ ફરજ પર તહેનાત

હેતલ કર્નલ
સોમવાર, 5 ડિસેમ્બર 2022 (09:01 IST)
દીકરીની સગાઈ પતાવીને પ્રાધ્યાપિકા પ્રિસાઈડિંગ ઑફિસર તરીકે હાજર થઈ ગયા
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ આજે વહેલી સવારથી જિલ્લાના ડિસ્પેચ મથકો પરથી પોતાને ફાળવાયેલા ઇવીએમ મશીન અને મતદાન સામગ્રી લઈને પોતપોતાની ફરજના મતદાન મથકો પર જવા રવાના થઈ ગયા છે.
 
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઑફ ટેકનોલોજીમાં મદદનીશ પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા નિમિષાબેન પાઠક પતિના અવસાન પછી પરિવારની સઘળી જવાબદારી સંભાળી રહ્યા છે. આજે ઘેર દીકરીના સગપણનો પ્રસંગ હતો. આ કારણ આગળ ધરીને તેઓ ચૂંટણીની ફરજમાંથી મુક્તિ મેળવી શક્યા હોત, પણ તેમણે આમ ન કર્યું. એટલું જ નહીં, આજે દીકરીની સગાઈ પતાવીને સીધા જ તેઓ અકોટા વિધાનસભા મત વિભાગમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની લોકશાહીના આ મહાપર્વની  પોતાની ફરજમાં જોડાઈ ગયા છે. નિમિષાબેન પાઠક તો એક ઉદાહરણમાત્ર છે. આવા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતપોતાની અંગત જવાબદારીઓને બાજુએ મૂકીને ઉત્સાહપૂર્વક ચૂંટણી કામગીરીમાં જોડાઈ ગયા છે.
 
તા. 5 મી  ડિસેમ્બરે 14 જિલ્લામાં 93 બેઠકો માટે 26,409 મતદાન મથકો પર મતદાન થશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનો આ અવસર સાંગોપાંગ પાર પાડવા અનેક કર્મચારીઓ અને અધિકારીઓ અત્યંત જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. બીજા તબક્કામાં 1,13,325 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં 29,062 પ્રિસાઇડિંગ ઓફિસર અને 84,263 પોલિંગ સ્ટાફ છે. મતદાનના આગળના દિવસે, રવિવારે જ આ તમામ સ્ટાફ પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે. આ આખી પ્રક્રિયા અત્યંત ચીવટ અને ખૂબ મહેનત માગી લે તેવી હોય છે. લાખ્ખો કર્મચારીઓ-અધિકારીઓના મેનપાવરનું મેનેજમેન્ટ એક મહાઅભિયાન છે.
 
મતદાનના પ્રથમ તબક્કામાં અનેરો આનંદ આપે એવી એક ઘટના પ્રકાશમાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની પ્રાથમિક શાળામાં ઉભા કરાયેલા મતદાન મથકમાં જેમને જવાબદારી સોંપાઈ હતી તે ચૂંટણી સ્ટાફ ફરજ બજાવવા ગયો ત્યારે એ શાળાના ઓરડાના બોર્ડ પર આગંતુક ચૂંટણી કર્મચારીઓને આવકારતી એક સૂચના તે સ્કૂલના શિક્ષકોએ લખી રાખી હતી. 
 
જેમાં તેમણે લખ્યું હતું, "શ્રી ભરાડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. બુથ-1 અને બુથ-2 ની વચ્ચે લોખંડના દરવાજાવાળા રૂમમાં પાણી-શેતરંજી-ગાદલા વગેરેની સુવિધા રાખેલ છે. જે તમારો ઉતારા રૂમ છે. સામે પાણીની પરબ પાછળ ગરમ પાણી માટેની તમામ વ્યવસ્થા કરેલ છે. (ચુલાની બાજુમાં દિવાલની તિરાડમાં માચીસ છે) કેટલી કાળજી...!!!
 
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પોતાની જવાબદારી સમજીને ચૂંટણી ફરજ પર જોડાયેલા સૌ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માનીને તેમને આવકાર્યા છે. અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પાડવા શુભેચ્છાઓ પાઠવી છે. ચૂંટણીની ફરજમાં માનવીય સંવેદનાનું આવું સંમિશ્રણ આ દેશની મહાન લોકશાહી અને તેના જતનની જવાબદારી નિભાવતા સૌ કોઈ પ્રત્યે અહોભાવ ઉજાગર કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND Vs AUS 1st Test Day 4- પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

ગુજરાત: આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરનારા આરોપીની ધરપકડ

LIVE- GujaratI News Todays - રાજકોટમાં પણ 11 વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું.

જો આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર નહીં લગાવવામાં આવે તો તમારે 10000 રૂપિયા ચૂકવવા પડશે.

સંભલ હિંસામાં 5ના મોત બાદ શાળા-ઈન્ટરનેટ બંધ, 'બહારના લોકો' પ્રવેશ પર પ્રતિબંધ, 4ના મોત

આગળનો લેખ
Show comments