Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપમાં આ વખતે કેટલાય મોટા માથાની ટિકીટો કપાશે

Webdunia
ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (12:00 IST)
ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપના ટોચના નેતાઓમાં વ્યગ્રતા વધતી જાય છે. ભાજપના જ સૂત્રોની માનીએ તો આ વખતે મોટી સંખ્યામાં કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યોને તેમના ખરાબ પરફોર્મન્સ અને બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને દરવાજો બતાવી દેવાની તૈયારીમાં છે. વળી, આ વખતે ભાજપે થોડા કોંગ્રેસના ધારાસભ્યો માટે પણ જગ્યા કરવાની છે. પાર્ટીમાં ગણગણાટ બંધ કરવા માટે પાર્ટી આ મુદ્દાને શકય તેટલો ગુપ્ત રાખવામાં આવે છે. પરંતુ ચર્ચા એવી છે કે ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોને આવતી ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહિં આવે. 

ભાજપના વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપ સરકાર બનાવશે તો પણ કેટલાંય મંત્રીઓને પોર્ટ ફોલિયો આપવાની ના પાડી દેવાય તેવી શકયતા છે. ભાજપે 'ગરજશે ગુજરાત'નામનું પ્રચાર કેમ્પેઈન શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ કેમ્પેઈન એક અઠવાડિયાના ગાળામાં લોન્ચ થાય તેવી શકયતા છે. જો કે હજુ સુધી ભાજપના રાષ્ટ્રીય સ્તરેથી આ કેમ્પેઈનને કિલયરન્સ આપવામાં નથી આવ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી માટે એડવર્ટાઈઝમેન્ટ કેમ્પેઈન ડિઝાઈન કર્યું છે જેની ટેગ લાઈન હશે 'ગરજશે ગુજરાત'. આ કેમ્પેઈન ટૂંક જ સમયમાં લોન્ચ થશે. ભાજપના ગુજરાત રાજયના પ્રમુખ જિતુ વાઘાણીએ જણાવ્યું, 'અમે ટૂંક જ સમયમાં આ કેમ્પેઈન લોન્ચ કરવાના છે આથી આ અંગે હાલમાં વધુ વિગતો આપવી યોગ્ય નથી, પરંતુ આ એક આક્રમક કેમ્પેઈન હશે.'

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રની 288 બેઠકો પર આજે મતદાન, કાકા-ભત્રીજા, ઉદ્ધવ-શિંદે અને BJPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

Cash-for-votes - મહારાષ્ટ્રમાં Cash for Vote ના મામલે FIR, બીજેપી નેતા વિનોદ તાવડે પર વોટર્સને પૈસા વહેચવાનો આરોપ

Valsad News - શિવલિંગ પર જળ ચઢાવી રહેલ વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, એક જ ઝટકામાં થયુ મોત - CCTV ફુટેજ વાયરલ

Tirupati શું બિન-હિન્દુ કર્મચારીઓને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવશે? હવે દર્શન માટે AIનો ઉપયોગ કરવામાં આવશે

IPL 2025: શુ RCB માં થશે આ ખેલાડીઓનુ કમબેક ? આ છે સૌથી મોટા દાવેદાર

આગળનો લેખ
Show comments