Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીજો તબક્કો કોંગ્રેસ માટે આસાન નહીં હોય, બળવાખોરો જ કોંગ્રેસને હરાવવા ભાજપને મદદ કરશે

Webdunia
બુધવાર, 13 ડિસેમ્બર 2017 (12:06 IST)
ગુજરાતની ચૂંટણીના બીજા અને અંતિમ ચરણમાં ગુરૂવારે 93 વિધાનસભા સીટો પર મતદાન થશે. કોંગ્રેસ માટે આ તબક્કો ઘણો મુશ્કેલ હશે.  આ ઉપરાંત ભાજપની આદિવાસી વોટબેન્ક પર નજર પણ કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બની શકે છે. પ્રથમ તબક્કામાં કોંગ્રેસ આશ્વસ્ત જોવા મળી રહી હતી પરંતુ બીજા તબક્કામાં કોંગ્રેસનો રસ્તો આસાન નથી.બીજા ચરણના મતદાનમાં 32 સીટો ધરાવતુ ઉત્તર ગુજરાત કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે. 2012ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 32માંથી 17 સીટો જીતી હતી.

આ વખતે જો કે પાર્ટીને આંતરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 12 સીટ પર ઓછામાં ઓછા 16 બળવાખોર ઉમેદવારો કોંગ્રેસ વિરૂદ્ધ મેદાનમાં છે. કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર બનાસકાંઠામાં છે. અહીં કોંગ્રેસે નવમાંથી પાંચ સીટ પર બળવાખોર ઉમેદવારોનો સામનો કરવાનો છે. ગત ચૂંટણીમાં ઘણી સીટો પર કોંગ્રેસ 1000 અથવા તેનાથી ઓછા વોટના અંતરથી જીતી હતી. આ ધ્યાનમાં રાખતા આ વખતની ચૂંટણી કટોકટીભરી હોઈ શકે છે.કોંગ્રેસની અંદર એવુ માનવામાં આવે છે કે પાર્ટી ભાવ-તાલ કરવામાં મજબૂત નથી. આથી જ ઘણા દળ સાથે ગઠબંધન કરવામાં પાર્ટીએ મોટી કિંમત ચૂકવી છે. છોટુભાઈ વસાવાની ટ્રાઈબલ પાર્ટીને સાત સીટ આપ્યા પછી સવાલ ઊઠ્યો કે જીડીયુથી છૂટા પડેલા પક્ષને આટલી બધી સીટો આપવાની શું જરૂર હતી. સીટોના વિભાજનને લઈને થતી ચર્ચામાં શામેલ કોંગ્રેસી નેતાએ જણાવ્યું, “અમે સારો ભાવતાલ કરી શકત. વસાવાનો પ્રભાવ છે પણ પોતાના વિસ્તારની બહાર નહિ. અહીં સાત સીટ આપવાની કોઈ જરૂર નહતી.વડગામ કોંગ્રેસનો ગઢ રહી છે. પરંતુ પાર્ટી આ ક્ષેત્રમાં ચળવળકારમાંથી નેતા બનેલા જિજ્ઞેશ મેવાણીને ટેકો આપી રહી છે જે અપક્ષ ઉમેદવાર છે. આ કારણે પાર્ટીમાં નારાજગી છે. વડગામમાં કોંગ્રેસના બે બળવાખોર નેતાઓ મેદાને છે.કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર અનુસૂચિત જાતિઓ માટે આરક્ષિત 27 સીટ છે. કોંગ્રેસની ચિંતા ભાજપની નવી રણનીતિને કારણે છે. કોંગ્રેસ પાસે અત્યારે 27 આરક્ષિત સીટોમાંથી 16 સીટ છે. પાર્ટી પોતાના 45 ટકા વોટ શેરને જાળવી રાખવા પ્રયત્ન કરી રહી છે

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments