Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુડી પડવાથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત

Webdunia
શનિવાર, 30 માર્ચ 2024 (16:41 IST)
ભારતીય કેલેંડર મુજબ 9 એપ્રિલના રોજ સૂર્યોદયની સાથે જ શરૂ થનાર નવા વર્ષ પર મંત્રોચ્ચાર અને શંખ ધ્વનિ સાથે સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે. સનાતન સંસ્કૃતિને ધ્યાનમાં રાખતા નવવર્ષ-સંવત્સર પ્રતિપદા મહોત્સવ (ગુડી પડવા)નુ આયોજન કરવામાં આવશે. 
 
ગુડી પડવો 9 એપ્રિલ મગળવારથી હિન્દુ નવ સંવત્સરની શરૂઆત થઈ રહી છે. આ દિવસથી ચૈત્ર નવરાત્ર શરૂ થશે, જેનુ સમાપન 17 એપ્રિલના રોજ રામનવમી પર થશે.9 એપ્રિલથી શરૂ થઈ રહેલ નવ સંવત્સર 2081 પર હિન્દુ નવવર્ષનુ સ્વાગત કરવામાં આવશે. બીજા દિવસે10 એપ્રિલના રોજ ચેટીચંડ પર સિંધી સમાજ દ્વારા ગુરૂદ્વારોમાં વિશેષ કાર્યક્રમોની સાથે ચલ સમારંભ પણ આયોજીત કરવામાં આવશે. 
 
બીજી બાજુ ચૈત્ર નવરાત્ર દરમિયાન બધા દેવી મંદિરોમાં દરરોજ શ્રધ્ધાળુઓ દ્વારા પૂજા-પાઠ સાથે જ માતાને જળ, પુષ્પ વગેરે અર્પણ કરવાનો સિલસિલો પૂરા નવ દિવસ સુધી ચાલશે. ઘણા શ્રધ્ધાળુઓ પૂરા નવ દિવસ વ્રત, ઉપવાસ પણ કરશે.
 
 
આદ્યશક્તિની ઉપાસનાનો અવસર એટલે ચૈત્ર નવરાત્રિ
 
આચાર્ય ભાવિન પંડયાએ જણાવ્યું હતું કે, ચૈત્ર નવરાત્રિ શક્તિનું પ્રતીક છે. દરમિયાન મા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિને વસંત નવરાત્રિ પણ કહેવામાં આવે છે. દરમિયાન માતાજીના નવ સ્વરૂપ શૈલપુત્રી, બ્રહ્માચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્ક્રન્દમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધાદાત્રીની પૂજા કરવાનું મહત્ત્વ છે. ચૈત્ર સુદ એકમે કળશ પૂજા કરી ઘટસ્થાપન કરી નવ દિવસનું અનુષ્ઠાન કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિનો તહેવાર દર વર્ષે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિથી શરૂ થઈને નવમી તિથિ સુધી ચાલે છે.  શહેરના આદ્યશક્તિના મંદિરોમાં નવ દિવસ સુધી ઉપાસનાનો દોર જોવા મળશે
 
આ વર્ષે આ તિથિ 9 એપ્રિલનાં રોજ આવી રહી છે. તેથી નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થશે અને 17 એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થશે. નવરાત્રિ પારણ સાથે જ આ વ્રતનુ સમાપન થાય છે. 
 
ઘટસ્થાપન મુહૂર્ત- મંગળવાર, 09 એપ્રિલ, 2024 સવારે 06:02 થી 10:16 સુધી.
ઘટસ્થાપન અભિજિત મુહૂર્ત- દિલ્હી સમય અનુસાર સવારે 11:57 થી 12:48 સુધી.
 
પ્રતિપદા તિથિ શરૂ - 08મી એપ્રિલ રાત્રે 11:50 વાગ્યાથી.
પ્રતિપદા તિથિ સમાપ્ત   - 09મી એપ્રિલ રાત્રે 08:30 સુધી.
નવરાત્રિ શરૂઆત તારીખ: 09 એપ્રિલ મંગળવારથી.
નવરાત્રી સમાપ્તિ તારીખ: 17 મી એપ્રિલ બુધવારે.
 
* નવરાત્રિ પૂજાના શુભ મુહુર્ત :-
 
બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:31 થી 05:17 સુધી.
અભિજિત મુહૂર્ત: સવારે 11:57 થી 12:48 સુધી.
વિજય મુહૂર્ત: બપોરે 02:30 થી 03:21 સુધી.
સંધ્યાકાળ મુહૂર્ત: 06:42 PM થી 07:05 PM.
અમૃત કાલ: રાત્રે 10:38 થી 12:04 સુધી.
નિશિત મુહૂર્તઃ રાત્રે 12:00 થી 12:45 સુધી.
સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે 07:32 થી સાંજે 05:06 સુધી.
અમૃત સિદ્ધિ યોગ : સવારે 07:32 થી સાંજે 05:06 સુધી.
 
મરાઠી સમુદાયમાં ગુડી પડવો એટલે નવા વર્ષનો પ્રથમ દિવસ
 
ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા વર્ષનો પ્રથમ દિવસ છે. પ્રભુ રામ 14 વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘરે-ઘરે ગુડી, તોરણો ઊભા કરી રામના પરાત ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાનો તહેવાર મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્રપ્રદેશ, ગોવા અને તેલંગણામાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. ગુડી પડવાના ઘણા નામો છે. જેમ કે સંવત્સર પડવો, યુગદી, ઉગાદી, ચેટી ચાંદ અને નવરેહ. તે ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં સજીબુ નોંગમા પનાબા કાઇરોબા તરીકે ઉજવવામાં આવે છે. સુરતમાં મહારાષ્ટ્રીય સમુદાયની વસ્તી વધુ હોય શનિવારે ગુડી પડવા પર્વની પરંપરાગત ઉજવણી જોવા મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2025- 2025 માં ધનતેરસ કઈ તારીખે છે, જાણો મહત્વ અને શુભ મુહુર્ત

Mahakumbh 2025 : જો જઈ રહ્યા છો કુંભમેળામાં, તો ત્યાંથી આ વસ્તુઓ જરૂર ઘરે લાવો, તમારી સંપત્તિમાં થશે વધારો

Holi 2025- હોળી કઈ તારીખે છે 2025

Festival List 2025 : વર્ષ 2025 માં કયો તહેવાર આવશે? જાણો મકરસંક્રાંતિથી દિવાળી સુધીની તારીખો

Pongal 2025 Date: વર્ષ 2025 માં પોંગલ ક્યારે છે, જાણો તારીખ અને મહત્વ

આગળનો લેખ
Show comments