Biodata Maker

આજે વિશ્વ રેડિયો દિવસ-વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ

Webdunia
ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (17:06 IST)
13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો ડે તરીકે ઉજવાય છે. યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો હતો.  રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે. અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે. અને તેથી જ તો રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે.
 
રેડિયોનાં અનેક સૂરીલાં સ્મરણો છે. નાનપણમાં રેડિયો મોટો વૈભવ હતો. ગામમાં જેની કને રેડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભેદાર ગણાતી. જેની પાસે રેડિયો હોય તેના ઠાઠમાઠ વધી જતા. કોઈ છેલબટાઉ ગામમાં નવો રેડિયો લાવે એટલે કાંખમાં છોકરું તેડ્યું હોય તેમ તેને તેડીને શેરીમાંથી નીકળે, રેડિયો પર મોટા અવાજે ભજન વાગતું હોય. એ વખતે રેડિયો લઈને નીકળનાર એ યુવાનનો રૂઆબ રાજાથી સહેજ પણ ઉતરતો ના હોય. સવારે કોઈના ઘરે મોટેથી રેડિયો વાગતો હોય અને લોકો ભજનનો આનંદ લૂંટતા હોય. સવારે 8 થી 9 ઓલ ઇન્ડિયા રેડિયો પર આવતાં ફરમાઇશી ગીતો આજે પણ કાનમાં ગૂંજે છે. હવામહેલ કે છાયાગીત જેવા કાર્યક્રમો સાંભળવાની મઝા આવતી. રેડિયો સિલોન પણ સ્મરણ મંજૂષામાં આજે પણ હેમખેમ છે. શાણાભાઈ શકરાભાઈ ભૂલ્યા ભૂલાય તેમ નથી.
 
સાંજે રજૂ થતા પ્રાદેશિક સમાચાર તો લોકો ટોળે વળીને સાંભળે. રેડિયો પર રજૂ થયેલાં અનેક રૂપકો અને નાટકોના રસના તો અમે મોટા મોટા ઘૂંટડા ભરતા. ગ્રામ પંચાયતની ઓફિસે લાઉડ સ્પીકર પર વાગતો રેડિયો ખોવાઈ ગયો. હા, તેના પર સાંભળેલાં ભજનો બરાબર યાદ છે.
 
શિયાળાની જામેલી રાતે ગોદડામાં રેડિયો સાંભળવાની મઝાની કોપી મેં કરી લીધી છે, આજે જયારે મન થાય ત્યારે તેને આકાશવાણીના સ્મરણ સ્ટેશન પર પેસ્ટ કરીને વારંવાર સાંભળું છું.અને ક્રિકેટની રનિંગ કોમેન્ટરી. મિત્રો, એ તો એક સ્વતંત્ર લેખનો વિષય છે.નાનપણમાં ઘણા રેડિયો સેટ સાથે ધબકતો સંબંધ બંધાયો હતો. દરેક રેડિયો આજે પણ કાન સામે હૂબહૂ સંભળાય છે. રેડિયોનું સ્મરણ માત્ર સ્મરણો નથી જગવતું, સંવેદન પણ ઝંકૃત કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold Silver Rate Today - સોના અને ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો છે, જાણો આજના ભાવ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ પર RSS નુ આવ્યુ પહેલુ નિવેદન, કહ્યુ - આ યુધ્ધ જલ્દી ખતમ થવુ જોઈએ

તેહરાનમાં વિરોધીઓ પર મોટો હુમલો, આઝાદી સ્ક્વેર પાસે અંધાધૂંધી; ઈરાન હચમચી ગયું

Navratri Upay: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાયો, મા ભગવતી દૂર કરશે દરેક મુશ્કેલી

શેરબજારમાં સતત ઘટાડો, રોકાણકારોએ લાખો કરોડ ગુમાવ્યા, શું મધ્ય પૂર્વ યુદ્ધ બજારને નીચે લાવશે

વધુ જુઓ..

ધર્મ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

Gudi Padwa 2026: 18 કે 19 માર્ચ ક્યારે છે ગુડી પડવો ? જાણો સાચી તિથિ અને શુભ મુહૂર્ત

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

Chaitra Navratri Mantra- ચૈત્ર નવરાત્રિમા કંઈ સમસ્યા માટે કયા મંત્રનો પાઠ કરશો ?

Chaitra Navratri :ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments