Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Tips - સાંપ નીકળે તો શુ કરશો ?

Webdunia
ગુરુવાર, 12 જુલાઈ 2018 (09:17 IST)
વરસાદની રોમાંટિક ઋતુ છે અને તમે પગપાળા જ તમારી રસ્તો કાપી રહ્યા છો. તમારી જ મસ્તીમાં મસ્ત થઈને. પણ જો અચાનક તમારા પગ પાસે થઈને કોઈ સાંપ પસાર થાય તો તમારી હાલ એવી થઈ જશે જાણે તમારા પગની નીચેથી જમીન ખસકવાનો પણ સમય તમને ન મળ્યો અને તમે સ્તબ્ધ રહી ગયા. હવે શુ કરુ કશુ સુઝી નથી રહ્યુ.  જી હા  વરસાદની ઋતુમાં મોસમ ખૂબ જ સુહાવણો થઈ જાય છે. દરેક જગ્યાએ હરિયાળી અને શાંત ચાલતી ઠંડી હવા.. રીમઝીમ રોમાંચિત કરતા વરસાદનાં ટીપા.. મનને પ્રફુલ્લિત કરી દે છે અને મન નીકળી પડે છે પ્રકૃતિનો આનંદ લેવા.  પણ વરસાદના આ દિવસો દરમિયાન જમીનમાં પાણી ધૂસતા જમીનની અંદર રહેનારા જીવ ઉપર તરફ આવે છે. આવામાં તે જીવ પણ સૌથી વધુ સક્રિય થઈ જાય છે જેને જોઈને લોકોના હોશ ઉડી જાય છે.  તે છે સાંપ. સરિસૃપ પ્રજાતિના આ જીવ સામાન્ય રીતે કરતા કશુ નથી પણ તેમનો ભય દરેકને હેરાન પરેશાન કરી નાખે છે.  સાંપ ધરતીને સંતુલિત રાખે છે. તેઓ પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે.  સામાન્ય રીતે આ જીવ ધરતીની નીચે જ રહે છે. પણ વરસાદમાં તેમના પ્રાકૃતિક રહેઠાણમાં પાણી ભરાવાથી તેઓ ધરતી પર આવી જાય છે.  પછી આવામાં તે ભોજન માટે શિકાર શોધવા ઉપરાંત બીજા માણસાઈ ક્રિયાકલાપોથી પણ પ્રભાવિત થાય છે. અનેકવાર અસાવધાનીવશ આ માનવના પગ નીચે આવી જાય છે. જેના કારણે એ રક્ષાત્મક વલણ અપનાવે છે. જેને કારણે સર્પદંશની ઘટનાઓ બને છે. 
 
આમ તો ભારતમાં સાંપને ધાર્મિક માન્યતાઓને કારણે ખૂબ મહત્વ આપવામાં આવે છે. સાંપને લઈને આખા દેશમાં અનેક દંત કથાઓ પ્રચલિત છે. બીજી બાજુ સાંપને ભારતીય ધાર્મિક માન્યતામાં પૂજવામાં આવે છે. સાંપને ભગવાન શિવ અને વિષ્ણુ સાથે જોડીને તેના મહત્વને દર્શાવવામાં આવ્યુ છે. પણ સાંપ નીકળતા સાંપ દંશથી બચવાના કેટલાક ઉપાય છે જેને અપનાવીને તમે પરેશાનીઓથી બચી શકો છો. તમારુ ઘર સદૈવ સાફ રાખો. જો તમે ઘરમાં સફાઈ મુકીશુ તો સામાન વ્યવસ્થિત મુકીશુ તો સાપને સંતાવવા માટે સ્થાન નહી મળે. આવામાં સાંપ તમારા ઘરમાં નહી આવે.  ઘરની આસપાસ કેરોસીનનુ તેલ છાંટી દો.. જમા પાણીમાં પણ કેરોસીન છાંટી દો. તેનાથી સાંપ કે અન્ય જીવ નહી આવે. જમા પાણીમાં જીવાણું પણ નહી પડે. 
 
તમારા ઘરના મોટા બખોલને સમય રહેતા બંધ કરી દો. જેનાથી સાંપને પ્રાકૃતિક બિલ નહી મળે. આટલુ જ નહી ઉંદર વગેરે જાનવર ન હોવાથી તેમા સાંપ  તેમને પોતાનો ખોરાક બનવવા માટે નહી આવે. ઘરની આસપાસ છાણા અને કપૂરનો ધુમાડો પણ કરો. આનાથી સાપ અને અન્ય જીવ નહી આવે. 
 
ધ્યાન રહે - સાપ દેખાતા અવાજ ન કરો. સાંપ પર નજર રાખો. તેને હાથથી પકડવાનો પ્રયાસ ન કરો અને સાંપને મારો પણ નહી કારણ કે આ એક ખૂબ જ ઉપયોગી જીવ પણ છે. જેના પર પર્યાવરણ અને પારિસ્થિતિકી સમતુલન ટકેલુ છે. સાંપ દેખાતા નિકટના સર્પ વિશેષજ્ઞ સાથે સંપર્ક કરો.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments