rashifal-2026

ખાટી-મીઠી કેરીની સ્વાદિષ્ટ માહિતી

Webdunia
- વિશ્વમાં કેરીની પ૦૦ જાતો
- પાકી કેરીની છાલ-મધ-આદુના પ્રયોગથી શરીરનું શુદ્ધિકરણ થાય
- ગોટલીનું ચૂર્ણ શરીરે લગાવવાથી પરસેવો બંધ થાય
- આંબાના પાંદડાના રસથી રકતાતિસાર મટે
- આંબાની અંતર છાલ, મૂળિયા, ગુંદ, મોર, ગોટલી, કાચી-પાકી કેરીના અનેક પ્રયોગો

કેરીના રસનો કટોરો ભરેલો હોય તો કોઇ પણનું મન લલચાઇ જાય છે. હાલ કેરીની સીઝન ચાલી રહી છે. શ્રી ખંડ સામે કેરીનો રસ બરાબરની ફાઇટ આપે છે. પણ એક વાત યાદ રાખજો- માત્ર કેરીનો રસ જ નહિ, આંબાના વૃક્ષના તમામ ઘટકો ઔષધીય ગુણોથી ભરપુર છે. આવો, કેરીની અથથી ઇતિ સુધીની ઝલક માણીએ.

નામો

ગુજરાતીમાં - કેરી, હિન્દીમા - આમ, સંસ્કૃતમાં - આમ્રફલ, ઈગ્લિંશમાં - મેંગો, લેટિન - મેંગીફેરા ઈંડિકા

ઓળ

આંબાના વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. સૌરાષ્ટ્રમાં ગીરની કેસર કેરી પ્રખ્‍યાત છે. જંગલી, દેશી અને કલમી આંબાની જાતો છે. જંગલી અને દેશી આંબાના ઝાડ ખુબ જ મોટા થાય છે. કલમી આંબાના ઝાડ નાના હોય છે. જંગલી અને દેશી આંબાની ગોટલી વાવી થાય છે. ગોટલીમાંથી થયેલ આંબો ૧૦૦ વર્ષથી વધુ જીવે છે. આંબામાં દર વર્ષે ઉનાળામાં કેરીનો પાક આવે છે. કેરીને ઘાસના દાબમાં રાખીને પકવાય છે. ભારતમાં આંબાના ઝાડથી સૌ કોઇ પરીચીત છે.

ઔષ

આંબો ઝાડા, કોલેરાની દવા છે. કેરી નબળાઇનું ઔષધ છે. ફળોની રાણી અને સર્વપ્રીય છે.

ઉપયોગી અંગો

આંબાની અંતર છાલ, ગુંદ, પાન, મોર (ફુલ), ફળ, ગોટલી, આંબાના મુળમાં ઔષધીગુણો છે.

ગુણધર્મ

આંબો મધુર, શીતળ, ધાતુવર્ધક, ત્રિદોષનાશક, વીર્યવર્ધક, બળકર, પુષ્ટીકર, ક્રાંતિવર્ધક, વાયુ, શ્વાસ, હરસ, પ્રદર, અરૂચી, પિત, દાહ, લોહીના ઝાડા, તાવ મટાડે છે. આંબાના પાન અને ગોટલી કફ, પિતનાશક, ઝાડા, પાચનવિકાર નાશક છે. આંબાની છાલ શીતળ, તુરી, મલાવરોધક છે. આંબાના પાકા ફળો (કેરી) બળવર્ધક, મુદુ, રેચક, પુષ્ટીકારક છે. આંબાના કાચા ફળો પાચક છતા વધુ સેવન કરવાથી લોહીવિકાર, અંગતોડ, જવર અને આંચકી ઉત્‍પન્ન કરનારા છે.

કેરીની જાતો

કેશર, આફુસ(હાફુસ), માણેક, તોતાપુરી, લંગડો, નીલમ, જમાદાર, માલગોવા, રાજભોગ, દશેરી, દશહરી, દાડમી, સફેદા, બદામી, દાડમીયા, સરદાર, સિંદુરીયા, રત્‍નાગીરી, રાજાપુરી વિશ્વમાં કેરીની પ૦૦ ઉપરાંતની જાતો છે.

તત્‍વ

કાચા ફળોમાં પાણી, સેલ્‍યુલોઝ, પોટાશ, ટાર્ટરીક, સાઇટ્રીક અને ગેલીક એસીડ છે. પાકા ફળોમાં પાણી, કાર્બન બાય સલ્‍ફાઇડ, ગેલીક, એસીડ, સાઇટ્રીક એસીડ, ટેનીન, ચરબી, ગુંદર, શર્કરા, સ્‍ટાર્ચ, વિટામીન-સી, એ, રંગીન પદાર્થ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Budget 2026: આ વખતે સંરક્ષણ બજેટમાં 20% સુધીનો વધારો થઈ શકે છે, જેમાં નવી જાહેરાતો શક્ય છે

પોલીસે ઉતારી વર્દી, જજ બની પ્રિન્સિપલ અને પ્લે ગ્રાઉન્ડ બન્યું કોર્ટ, રાજકોટમાં બાળકીના રેપીસ્ટને 40 દિવસમાં મોતની સજા

ચંડીગઢમાં વહેલી સવારે અથડામણ; પોલીસ અને ગુનેગારો વચ્ચે ગોળીબાર

ટ્રમ્પનું એક વર્ષ, આખી દુનિયા મુશ્કેલીમાં, ગ્રીનલેન્ડથી ડિએગો ગોર્સિયા સુધી આતંક

જાપાનનાં પૂર્વ PM શિંજો આંબેની હત્યાં કરનારી વ્યક્તિને થઈ ઉમરકેદની સજા, ચૂંટણી પ્રચાર દરમિયાન થઈ હતી હત્યાં

વધુ જુઓ..

ધર્મ

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

Show comments