Biodata Maker

જાણો ભૂકંપ આવે તો બચવા માટે શુ કરશો શુ નહી...

Webdunia
મંગળવાર, 12 મે 2015 (15:51 IST)
ભૂકંપ વિશે પૂર્વાનુમાન લગાવી શકાતુ નથી..  અને ભારે તબાહી મચાવનારી આ પ્રાકૃતિક વિપદાને રોકવા માટે કશુ નથી કરી શકાતુ. પણ નુકશાનને ઓછુ કરવા અને જીવ બચવવા માટે કેટલીક તરકીબ છે. જેના દ્વારા મદદ મળી શકે છે. .. તો આવો જાણીએ ભૂકંપ આવતા શુ કરવુ જોઈએ... 
 
ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ. 
મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો... 
ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો. 
ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો. 
પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો. 
આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો. 
લિફ્ટનો ઉપયોગ કરતા બચો.. 
પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે 
લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે. 
નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો.. 
સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી. 
ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો 
આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો. 
 
ભૂકંપ આવતી વખતે જો તમે ઘરની બહાર છો તો 
ઊંચી બિલ્ડિંગો.. વીજળીના થાંભલા વગેરેથી દૂર રહો 
જ્યા સુધી આંચકા આવે ત્યા સુધી બહાર જ રહો 
ચાલતી ગાડીમાં હોય તો જલ્દી ગાડી રોકી લો.  
ગાડીમાં જ બેસી રહો.. 
એવી પુલ કે રસ્તા પર જવાથી બચો. જેમણે ભૂકંપથી નુકશાન પહોંચ્યુ હોય.. 
 
જો તમે ભૂકંપ દરમિયાન કાટમાળમાં દબાય જાવ તો.. 
 
માચિશ બિલકુલ ન સળગાવશો 
- હલશો નહી કે ધૂળ ઉડાવશો નહી 
કોઈ રૂમાલ કે કપડાથી ચેહરો ઢાંકી લો.
કોઈ પાઈપને કે દિવાલને વગાડતા રહો જેથી બચાવ દળ તમને શોધી શકે.. 
જો કોઈ સીટી હોય તો વગાડતા રહો. 
જો કોઈ બીજુ સાધન ન હોય તો બૂમો પાડતા રહો. જો કે આવુ કરવાથી ધૂળ મોઢામાં જઈ શકે છે.  જેથી સાવધ રહો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

"સંતોને માર મારવો અને બ્રહ્મચારીઓના વાળ ખેંચવા એ ખોટું છે," સ્વામી નિશ્ચલાનંદે અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પર કહ્યું

Budget 2026 Expectations: બજેટ 2026 મા શુ થશે સસ્તુ અને શુ થશે મોંઘુ ? તમારા ખિસ્સા અને રસોઈના બજેટ પર થનારી 2 મોટી અસર

તેલંગાણામાં શરમજનક કૃત્ય: 15 વાંદરાઓને ઝેર આપીને માર્યા, 80ની હાલત ગંભીર

માઘ મેળો 2026: વસંત પંચમી પર 10 મિલિયનથી વધુ ભક્તોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું

સળગતો લોખંડ કામદારો પર પડ્યું, જેના કારણે 6 લોકો જીવતા બળી ગયા

વધુ જુઓ..

ધર્મ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

Basant Panchami 2026 Wishes in Gujarati : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

Show comments