rashifal-2026

૨૦ નવેમ્બર સુધી આકાશમાં રોશનીની રંગોળી સર્જાશે

Webdunia
શુક્રવાર, 14 નવેમ્બર 2014 (16:32 IST)
૧૪મી નવેમ્બરથી ૨૦મી નવેમ્બર સુધી આકાશી દિવાળીનો આરંભ થશે. વિશ્ર્વના તમામ ખૂણે ખગોળશાસ્ત્રીઓ આ દિવસોની ખાસ તૈયારીઓ કરી અવકાશી આતશબાજીનો અદભુત નજારો નિહાળવા ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. આ ખગોળીય ઘટનાની તમામ વિશ્વ આતુરતા પૂર્વક રાહ જોતું હોય છે. આ દિવસોમાં ખાસ ઉલ્કાવર્ષા થવાને લીધે આકાશમાં રોશનીની રંગોળી સર્જાશે.

આ અંગે ગુજરાત વિજ્ઞાન જાથાના ચેરમેન પંડ્યાએ જણાવ્યું હતું કે, દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બર મહિનામાં ૧૪મીથી ૨૦મી નવેમ્બર દરમિયાન લીઓનીડસ ઉલ્કાવર્ષા થાય છે. કલાકમાં ૧૫થી ૫૦ અને વધુમાં વધુ ૧૦૦ ઉલ્કાવર્ષા થતી હોવાને લીધે પ્રકાશપુંજ વેરાતો હોય તેમ રોશનીના લીસોટાઓથી આકાશી આતશબાજી જેવું દૃશ્ય સર્જાય છે. ઘણા લોકો આકાશમાં અગ્નિવર્ષા જોઈને અચંબો પામતા હોય છે તો કુદરતી હોનારતો સર્જાવાનો ભય પણ પામતા હોય છે પણ વાસ્તવમાં એ ઉલ્કાવર્ષા હોય છે.

આ આતશબાજી જોવાનો ઉત્તમ સમય રાતે ૧ પછી છેક વહેલી પરોઢ સુધી તેજના લીસોટાના અવનવાં દૃશ્યોના નયનરમ્ય નજારાઓની જોવા મળે છે.

ઉલ્કાવર્ષા થવાનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, વર્ષમાં ૧૦થી ૧૨ વખત અને વધુમાં વધુ ૧૫ વખત ઉલ્કાવર્ષા થતી હોય છે. આ માટે ધૂમકેતુઓ કારણભૂત છે. સૂર્યમંડળમાં સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ધૂમકેતુ પૃથ્વીની ભ્રમણ કક્ષાને કાપે છે. આ ધૂમકેતુ ઓ સતત વિસર્જિત થતા હોવાને લીધે તેમની પાછળ આખી વિસર્જિત પદાર્થની પેનલ બનાવે છે. આ પેનલ પૃથ્વી પાસેથી પસાર થતી વખતે જેવી વાતાવરણના વાયુઓ સાથે સંપર્કમાં આવે કે સળગી ઊઠે છે આ ઉલ્કાઓનો વેગ સેક્ધડે ૩૦ કિમીથી વધુ હોવાનું માનવામાં આવે છે. વાતાવરણમાં પ્રવેશતાજ આ પદાર્થો સળગી ઊઠે છે અને તેજપૂંજ લીસોટા, અગન ગોળા જેવાં દૃશ્યો રચાય છે. જેને ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહે છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગોનાઈઝેશન આ અંગેની નોંધ રાખે છે. આ વખતે વિજ્ઞાન જાથાએ પણ ઉલ્કા વરસાદને નજરકેદ કરવા માટે ૧૦ બાય ૫૦નું મેગ્નિફીકેશન ધરાવતું દુરબીન ગોઠવ્યું છે. સાથે સાથે ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોના સહયોગથી ડિજીટલ વિડિયોગ્રાફી કેમેરામાં કેદ કરવાનું આયોજન કર્યું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

US Plane Crash: ડગમગાયુ, ફફડ્યુ અને પછી ધડામ.... મેડે કોલ કરવાની પણ ન મળી તક, 7 લોકોના મોત

વધુ જુઓ..

ધર્મ

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Show comments